News of Tuesday, 17th December 2024
મનપાની ફુડ વિભાગનું ફોટોસેશન ! : માત્ર ૬ નમુના લેવાયા
જુનો મોરબી રોડ, કોઠારીયા રોડ વિસ્તારમાં ર૭ ખાણીપીણીના ધંધાર્થીઓ આવ્યા નજરમાં: ૯ ને લાયસન્સ બાબતે નોટીસ

રાજકોટ તા.૧૭: મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ડી- માર્ટ થી જૂનો મોરબી રોડ તથા આંબેડકર ચોકડી થી કોઠારીયા રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૭ ધંધાર્થિઓ નજરમાં આવ્યા છે. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પનીર, ગાયનુ ઘી સહિતના માત્ર ૬ નુમના લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી માત્ર ફોટોશેશન માટે કરવામાં આવી રહયાનું લોકમુખે ચર્ચાઇ રહયું છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ વિભાગ દ્વારા ચેકીંગ દરમ્યાન ક્રિષ્ના ડિલક્સ પાન & કોલ્ડ્રિંક્સ, બજરંગ પાણીપુરી, ભવાની સુપર માર્ટ, ક્રિષ્ના ગાંઠિયા, બજરંગ ઢોસા, ઠાકરધણી પાન, શક્તિ ટી સ્ટોલ, રાધે આઇસ્ક્રીમ, કટક બટક ફૂડ ઝોન સહિત ૯ ને લાયસન્સ બાબતે સુચના આપવામાં આવી છે.આ ઉપરાંત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ MILKY MIST COW GHEE (FROM 1 LTR. POUCH): સ્થળ- સત્વા માર્કેટિંગ, શોપ નં.૦૩, રૈયા સમશાન સામે, વેજાગામ રોડ, રૈયા, રાજકોટ. MILKY MIST MALAI PANEER CUBES (FROM 200 GM PKD.): સ્થળ- સત્વા માર્કેટિંગ, શોપ નં.૦૩, રૈયા સમશાન સામે, વેજાગામ રોડ, રૈયા, રાજકોટ. MILKY MIST PROCESSED (FROM 1 KG. PKD.): સ્થળ- સત્વા માર્કેટિંગ, શોપ નં.૦૩, રૈયા સમશાન સામે, વેજાગામ રોડ, રૈયા, રાજકોટ. MILKY MIST COOKING BUTTER UNSALTED PASTREULISED (FROM 500 GM. PKD.): સ્થળ- સત્વા માર્કેટિંગ, શોપ નં.૦૩, રૈયા સમશાન સામે, વેજાગામ રોડ, રૈયા, રાજકોટ. PARAS DESI GHEE (FROM 1LTR.): સ્થળ- gaze on ventures llp, બ્લીનકીટ ડાર્ક સ્ટોર, સર્વે ૧૨૦, પ્લોટ નં.૨, ગોલ પાર્ક, જય ભીમ સર્કલ પાસે, નાના માવા, રાજકોટ. AABAD COW GHEE (FROM 1 LTR. PACK): સ્થળ- gaze on ventures llp, બ્લીનકીટ ડાર્ક સ્ટોર, સર્વે ૧૨૦, પ્લોટ નં.૨, ગોલ પાર્ક, જય ભીમ સર્કલ પાસે, નાના માવા, સહિત ૬ નમુના લેવામાં આવ્યા છે
(5:00 PM IST)










