<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

કડક અમલવારી કે અન્‍ય કારણોસર બે વર્ષમાં મનપામાં ૩૯૦૦ અરજી મંજુર

ઇમ્‍પેકટ ફી કાયદાની મુદત વધુ ૬ માસ લંબાવાઇ ૧૦ હજાર પૈકી પ૩૧૦ અરજી પેન્‍ડીંગ : ૯૪૩ અરજી નામંજુર : આ કાયદો ર૦રર ની અલમાં પાંચમી વખત મુદત વધારાઇ

 રાજકોટ તા. ૧૭: બાંધકામોને વેગ આપવા તેમજ કમ્‍પ્‍લીશન સર્ટી મળી ગયા બાદ વધારાના બાંધકામ રેગ્‍યુલરાઈઝ કરવા માટે સરકારે ઈમ્‍પેક્‍ટ ફી કાયદો તા. ૧ ઓકટોબર ર૦રર થી અમલમાં મુકયો છે. જેની મુદત શનિવારે પૂર્ણ થતાં સરકારે ફરી વખત મુદત છ માસ માટે લંબાવી છે. પરંતુ આકરા નિયમોની અમલવારી થઈ શકતી ન હોય છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૦૧૪૬ અરજી પૈકી ૩૮૯૩ અરજીનો જ નિકાલ થઈ શકયો છે.

સરકારે તા. ૧-૧૦-૨૦૨૨થી ગેરકાયદેસર બાંધકામો રેગ્‍યુલરાઈઝ કરવા માટે ઈમ્‍પેક્‍ટ ફી કાયદો અમલમાં મુકયો હતો. જેમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્‍યો છે. આજ સુધીમાં રાજકીય મહાનગર પાલિકાની ઓનલાઈન ૩૮૪ અને ઓફલાઈન ૭૦૬૨ સહિત ૧૦,૧૪૬ અરજીઓ આવી છે. જે પૈકી ફક્‍ત ૩૮૯૩ અરજી મંજુર કરવામાં આવી  છે. જ્‍યારે ઓનલાઈન ૫૬૭ અને ઓફલાઈન ૩૭૬ સહિત ૯૪૩ અરજી રિજેક્‍ટ કરાઈ છે. તેમજ હાલમાં  ૫૩૧૦ અરજી પેન્‍ડિંગ હોવાનું મનપાના ટાઉન પ્‍લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

અંત રાજ્‍ય સરકારે ઈમ્‍પેકટ ફીનો કાયદો અમલી બનાવ્‍યો છે તેમ છતાં આ કાયદાને પ્રતિસાદ મળી શકયો નથી. આવા સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા ઈમ્‍પેક્‍ટ ફી ભરવાની મુદ્દતમાં વધુ છ મહિનાની મુદત લંબાવવામાં આવી છે. રાજ્‍ય સરકારે સતત પાંચમીવાર ઇમ્‍પેકટ ફીની મુદતમાં વધારો કર્યો છે. રાજ્‍યમાં બિનઅધિકળત ગેરકાયદેસર બાંધકામો ફી. ભરીને કાયદેસર કરવા માટેની ઈમ્‍પેક્‍ટ ફી ભરવાની મુદ્દત વધુ ૬ મહિના માટે લંબાવાઈ છે. ઈમ્‍પેક્‍ટ ફી ભરવાની મુદ્દતમાં સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્‍યો છે. ચોથી વખત અપાયેલી ૬ મહિનાની મુદત ૧૬મી ડિસેમ્‍બર એટલે કે ગઇકાલે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ ૧૭મી ડિસેમ્‍બરથી મંગળવારથી આગામી છ મહિના સુધી મુદ્દતમાં વધારો કરવામાં આવ્‍યો છે. આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત પાંચમી વખત મદત વધારાઈ છે.

(4:11 PM IST)