News of Wednesday, 18th December 2024
રાજકોટના વિખ્યાત સિમંધર ટોયઝ ઉપર સતત બીજા દિવસે GSTની તપાસનો ધમધમાટ. : જુઓ વિડિયો
રમકડા ઉપર ૧ર% ટેકસ છેઃ કુલ ૭ સ્થળે દરોડા પડાયા

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ જીએસટીના ડીવીઝન-૧૦ ના અધિકારીઓ ગઇકાલ બપોરથી રાજકોટના વિખ્યાત સિમંધર ટોયઝના કુલ ૬ થી ૭ સ્થળે ટેક્ષ ચોરી મામલે ત્રાટકયા હતા, યાજ્ઞિક રોડ ઉપર મુખ્ય શૌરૂમ, તથા સાધુવાસવાણી રોડ, એક-મોટુ ગોડાઉન સહિત કુલ ૬ થી ૭ સ્થળે આખી રાત તપાસ ચાલી હતી, લાઇનમાં આજે સવારથી સતત બીજા દિવસે તપાસ ચાલી રખાઇ છે, સંભવત સાંજ સુધીમાં તપાસ પૂર્ણ થવાની શકયતા અધીકારી વર્તુળો દાખવી રહયા છે. રમકડા ઉપર ૧ર ટકા જીએસટી છે. સાંજ સુધીમાં કરચોરીના આંકડા અંગે વિગતો ખુલશે.
(3:44 PM IST)










