<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

સોરઠીયા પ્રજાપતિ પાણખાણીયા પરિવારનું રવિવારે સ્‍નેહમિલન : દાંડીયારાસ - સમૂહભોજન

રાજકો ટ તા.૧૮ સોરઠિયા પ્રજાપતિ સમસ્‍ત પાણખાણીયા પરિવાર દ્વારા એક સ્‍નેહ મિલનનું આયોજન કરાયું છે.

‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતુ કે  સોરઠિયા પ્રજાપતિ સમસ્‍ત પાણખાણીયા પરિવાર - રાજકોટ, દ્વારા પાણખાણીયા પરિવાર જેનો એક બીજાની પરિચિત બને પરસ્‍પર સંબધો વધુ સુવાસિત અને ગાઢ બને એક-બીજા ને ઉપયોગી બને તથા પરિવાર વચ્‍ચે વધુ સ્‍નેહ અને એકતા વધે તે આશયથી સોરઠિયા પ્રજાપતિ સમસ્‍ત પાણખાણીયા પરિવાર - રજકોટ, દ્વારા તા.૨૨ ને રવિવારે ‘‘શ્રી સોરઠિયા પ્રજાપતિની વાડી યુનીટ નં ૧, ગાંધીગ્રામ, રાજકોટ'' ખાતે સ્‍નેહમિલન યોજેલ છે. સ્‍નેહમિલન અનુરૂપ પરિવાર માટે સાંજે ૪ થી ૬ દાંડિયા રાસ નો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ત્‍યાર બાદ સાથે સંપૂર્ણ પરિવાર  સાથે ભોજનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

સમસ્‍ત પાણખાણીયા પરિવાર - રાજકોટ, દ્વારા રાજકોટ, શાપર વેરાવળ, મેટોડા, તેમજ રાજકોટની આજુ બાજુના વસતા તમામ પાણખાણીયા પરિવારને સ્‍નેહમિલનમાં ઉપસ્‍થિત રહેલા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રમેશભાઇ પાણખાણીયા(મો.નં ૯૯૦૪૯ ૫૮૦૩૨) રાજુભાઇ પાણખાણીયા, વિજયભાઇ પાણખાણીયા, કોનીલાલ પાણખાણીયા, પ્રકાશભાઇ પાણખાણીયા નજરે પડે છે

(2:18 PM IST)