તા. ૧૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૯ ગુરૂવાર
News of Wednesday, 18th December 2024
ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન દ્વારા રવિવારે રાજકોટમાં ‘‘ગુદડી કા લાલ'' શિર્ષક હેઠળ સપ્તમ સન્માન સમારોહ

રાજકોટ તા.૧૮: શ્રી લાલબાપુની (ગાયત્રી આશ્રમ ગધેથળ) અસીમ કૃપાથી ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સપ્તમ કાર્યક્રમ ‘‘ગુદડી કા લાલ''નું તા.રર ના રવિવારના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરાયું છે. ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા જણાવેલ કે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલીત માત્રને માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૮ માં ભણતા (રપ૦) ક્ષત્રિય ગિરાસદાર પરિવારના દીકરા-દિકરીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ‘‘ગુદડી કા લાલ'' (ગુદડી કા લાલ એટલે ચિંથરે વીંટેલ રતન)નું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં મહેમાનોમાંશ્રી દિગ્વજય સિંહ જાડેજા (કલેકટરશ્રી ગીર-સોમનાથ) નરેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયર રાજકોટ મહાનગર પાલીકા), રાજદિપસિંહ જાડેજા (ઉપાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ), હરપાલસિંહ ચુડાસમા(પ્રમુખ ગુજરાત યુથ કોંગ્રેસ), મયુરધ્વજસિંહ જાડેજા (અગ્રણી બીલ્ડર જેએમજે ગૃપ રાજકોટ), હારિતસિંહ ગોહીલ(ઉમીયા સ્ટીલ), કુલદિપસિંહ સોલંકી(રીજનલ મેનેજર જીઆઇડીસી સુરત), ધર્મરાજસિંહ વાઘેલા (સુપ્રીટેન્ડન્ટ અભીલેખાગાર ગુજરાત સરકાર), તૃપ્તીબા રાઓલ(સંકલન સમિતી, મહીલા પ્રમુખ ગુજરાત), ડો.રેખાબા જાડેજા (હેડ ઓફ હોમ સાયન્સ ડીપાર્ટમેન્ટ, સૌ.યુનિ.) વગેરે મહાનુભાવો વ્યવસ્થિત રહી ગુદડી કા લાલને પ્રોત્સાહીત કરશે.
તમામ ગિરાસદાસ પરીવારના દીકરા- દીકરીઓને દાતાશ્રીઓના સહયોગથી સ્કુલ બેગ, ૧૦ ફુલસ્કેપ નોટબુક, લંચ બોકસ, વોટર બોટલ, પેન્સીલ, શાર્પનર, વગેરે આપી પ્રોત્સાહીત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ એ ને બી ગ્રેડ મેળવ્યો હોય તેઓને સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપી વિશીષ્ટ સન્માન કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્ષત્રિય રાજ ફાઉન્ડેશન-રાજકોટ કાર્યવાહક સમિતીના સભ્યો સર્વશ્રી અજયસિંહ કે.ગોહિલ(રામણકા), જયદિપસિંહ એન.ગોહિલ(માંડવા), પુષ્પરાજસિંહ એસ.ગોહિલ(લંગાળા), મયુરસિંહ રાણા (નારીચણા), લકકીરાજસિંહ ડી.જાડેજા (ચાંદલી), પંકજસિંહ કે.સરવૈયા(કેશવાળા) નરપતસિંહ એસ.જાડેજા(રાજપર), રાજદિપસિંહ જાડેજા(મોડપર), નવલસિંહ બી. જાડેજા(આણંદપર), દિલીપસિંહ જાડેજા(મેટીયા), ભગીરથસિંહ આર.ઝાલા (બલાળા), મયુરસિંહ રાણા(કારેલા), જયદિપસિંહ જાડેજા(પાળ), કૃષ્ણકુમારસિંહ જાડેજા(ભરૂડી), દિગ્વીજયસિંહ જાડેજા(વાવડી), રામચંદ્રસિંહ એ.જાડેજા(ખાખડાબેલા), કિર્તીરાજસિંહ જાડેજા(વાધરવા), મહિરાજસિંહ પી.ઝાલા(રતનપર), દેવવ્રતસિંહ જે.જાડેજા(ખીજદળ), મહેન્દ્રસિંહ બી.જાડેજા(ચાંદલી), નીલદિપ સિંહ ઝાલા(ખંભલાવ), રવિરાજસિંહ ડી.ચુડાસમા(વાગડ), જીતુભા બી.ચુડાસમા (નિલાખા), માલદેવસિંહ ડી.વાઘેલા (બાંધિયા), મંગલદીપસિંહ રાણા (નારીચાણા), દિવ્યરાજસિંહ રાઠોડ (લોલારા), અજયસિંહ જાડેજા(બોરૂ), વિરેન્દ્રસિંહ ચુડાસમા (નિલાખા), વિજયસિંહ જાડેજા(માછરડા), હરદિપસિંહ પી.રાયજાદા (રૂપાવટી) જહેમત ઉઠાવી રહયાં છે. તસ્વીરમાં ‘‘અકિલા''ખાતે વિગતો વર્ણવતા ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનના આગેવાનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:23 PM IST)










