<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

બાર અને વકીલો માટે કાર્ય કરવું તેજ અમારો મુખ્‍ય ઉદેશ છેઃ દિલીપભાઇ જોષી

‘‘બાર અને બેંચ'' માટે સુમેળ સાધી વકીલો માટે જરૂરી સુવિધા ઉભી કરવા અને રાજકોટને ટ્રીબ્‍યુનલ બેંચો અપાવવા અમારી ટીમ કાર્ય કરશેઃ બાર એસો.ના નવા ભવન માટેના કાર્યને પ્રથમ અગ્રતા અપાશેઃ દર બે વર્ષે ચુંટણી થાય તેવા પ્રયત્‍નો કરાશેઃ દિલીપભાઇ જોષીની ‘કાર્યદક્ષ પેનલ'ની ‘‘અકિલા'' સાથે વાતચીત

રાજકોટઃ બાર એસો.ની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ‘‘કાર્યદક્ષ'' પેનલના હોદેદારો અને કારોબારી સભ્‍યોએ આજે ‘‘અકિલા''ની પ્રેસ મુલાકાત લીધી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં ‘‘અકિલા''ના મોભી કિરીટભાઇ ગણાત્રા પત્રકાર નયનભાઇ વ્‍યાસ સાથે પેનલના હોદેદારો અને કારોબારી પદના ઉમેદવારો નજરે પડે છે. (તસ્‍વીરોઃ સંદિપ બગથરીયા)(૨.૧૩)

રાજકોટ તા.૧૮: રાજકોટ બાર એસો.ની આગામી તા.૨૦ ડીસેમ્‍બરે નવા કોર્ટ બિલ્‍ડીંગ ખાતે ચુંટણી યોજાઇ રહી છે. ત્‍યારે આજે દિલીપભાઇ જોષીની કાર્યદક્ષ પેનલના હોદેદારો- કારોબારી પદના ઉમેદવારોએ ‘‘અકિલા'' પ્રેસની મુલાકાત લીધી હતી.

‘‘અકિલા'' સાથેની વાતચીતમાં પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીએ જણાવેલ હતું કે, અમારી ટીમ સ્‍વયંભુ રીતે બની છે. અને માત્ર રાજકોટ બાર એસો.ના હિત માટે કામ કરવાનું અમારૂ લક્ષ્ય હોય. ‘‘કાર્યદક્ષ'' પેનલના નામે ટીમ ઉભી કરવામાં આવી છે.

વધુમાં શ્રી જોષીએ જણાવેલ કે, અમારો ખાસ હેતુ ‘‘બાર અને બેંચ'' વચ્‍ચે સમન્‍વય સાંધવાનો છે. રાજકોટ બાર સોૈરાષ્‍ટ્રનું સોૈથી મોટામા મોટુ બાર છે. ત્‍યારે રાજકોટના વકીલોની કાબેલીયત અને કાનુની નોલેજની સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ ચર્ચા થાય છે. ત્‍યારે જયુડીશ્‍યલ ઓફીસરો સાથે સુમેળભર્યું વાતાવરણ જળવાઇ રહે તેવા હેતુથી અમારી ટીમ ચુંટણી લડી રહી છે.

વધુમાં દિલીપભાઇ જોષીએ જણાવેલ કે, અગાઉ રાજકોટમાં જુદી જુદી રર ટ્રીબ્‍યુનલો હતી તે ફકત રાજકોટ ખાતે કાર્યરત થાય તેવા પ્રયત્‍નો આગામી ટીમ કરશે. બાર એસો.ની ચુંટણી દર વર્ષે યોજાઇ જેની એક વર્ષ ખુબજ જલ્‍દી પસાર થઇ જાતુ હોય બાર કે વકીલોના હિતમાં યોગ્‍ય કામગીરી થઇ શકતી નથી તેથી બાર. એસો.ની ચુંટણી દર બે વર્ષે યોજાઇ તો દરેક ચુંટણી હોય સારી રીતે કામગીરી કરી શકે તેથી બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતનું પણ આ અંગે યોગ્‍ય માર્ગદર્શન માંગીને જાણ કરવામાં આવશે.

‘અકિલા' સાથેની વાતચીતમાં પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીએ અંતમાં જણાવેલ કે, નવા કોર્ટ બિલ્‍ડીંગમાં, પાણી, પાર્કીગ, બાર અસો.ના રૂમ, કેન્‍ટીન સહીતની કેટલીક અસુવિધા અંગે પણ ડીસ્‍ટ્રીકટ જજને રજુઆત કરવામાં આવશે. રાજકોટ બાર એસો. ના તથા ભવન માટે સરકારે રૂપિયા સાડાત્રણ કરોડ ફાળવેલ હોય બાર ના નવા ભવન માટે પણ તાત્‍કાલીક પુરૂ કરવા માટે જે તે તંત્રને રજુઆત કરી વકીલોને ભવિષ્‍યમાં એક હજારથી વધુ વકીલો બેસી શકે તેવા નવા ભવન અંગે સરકારમાં રજુઆત કરવામાં આવશે.

બાર એસો.ની ચુંટણી લડી રહેલા ‘કાર્યદક્ષ' પેનલના હોદેદારોમાં પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષી ઉપપ્રમુખ પદના ઉમેદવાર મયંકભાઇ પંડયા, સેક્રટરી પદના સંદિપભાઇ વેકરીયા, જો. સેક્રેટરીપદના ઉમેદવાર જીતેન્‍દ્ર એચ. પારેખ, ટેઝરર પદના કૈલાષ જાની, અને લાયબ્રેરી સેક્રેટરી પદના ઉમેદવાર રવિભાઇ ધ્રુવ ઉપરાંત મહિલા અનામતમાંથી રૂપલબેન થડેશ્વર અને કારોબારી સભ્‍યો માટે ઉમેદવારી નોંધાવનાર ભાવીક આંબલીયા, અનિલ ડાકા, હિરેન ડોબરીયા, હુશેન હેરજા,  સંજય કવાડ, મહેશ ર્પુવેશ, કિશન રાજાણી, નિલ શુકલા, ચિત્રાંક વ્‍યાસ વગેરે ‘અકિલા' સાથેની મુલાકાત દરમ્‍યાન હાજર રહયા હતા.

આગામી તા. ર૦ મીએ યોજાનાર બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઇ જોષીએ તેઓની ટીમને વકીલો જંગી બહુમતીથી ચુંટી શકશે તેઓ આશાવાદ વ્‍યકત કર્યો હતો

(3:51 PM IST)