News of Wednesday, 18th December 2024
બાર એસો.ની ચૂંટણીમાં બકુલ રાજાણીની ‘એકટીવ' પેનલને સીનીયર-જુનિયર વકીલોનું સમર્થન
એકટીવ પેનલના સમર્થનમાં સવારે કોર્ટ નજીક વકીલોની મીટીંગ સાથે સ્નેહમિલન-અલ્પાહારના કાર્યક્રમો યોજાયાઃ વકીલોમાં લોકપ્રિય બકુલ રાજાણીની પેનલ દ્વારા પ્રચાર કાર્યનો ધમધમાટ

રાજકોટ : આજે સવારે બકુલ રાજાણીની એકટીવ પેનલ દ્વારા કોર્ટ નજીક વકીલોનું સ્નેહમિલન-મીટીંગ અલ્પાહાર સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતાં: અને ‘મારૂ બકુલ કાકાની પેનલને સમર્થન' તેવા નારા સાથે વિજયીભવઃ થવાનું રાજાણીને વકીલોએ સમર્થન આપેલ હતું. (પ-રર)
રાજકોટ, તા., ૧૮: રાજકોટ બાર એસો.ની ચુંટણીને જબરૂ સમર્થન મળી રહયું છે. બકુલ કાકાના હુલામણા નામથી ઓળખાતા દરેક વકીલો કહી રહયા છેકે હું બકુલકાકાની સાથે આ સ્લોગને વકીલ સમાજમાં ખુબ ધુમ મચાવી છે. બકુલ રાજાણીની એકટીવ પેનલને સીનીયર જુનીયર વકીલોનું જબરૂ સમર્થન મળી રહયું છે.
આજે સવારે કોર્ટ નજીક બકુલ રાજાણીની એકટીવ પેનલ દ્વારા સવારે મીટીંગ સાથે વકીલોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં અલ્પાહાર સાથે આયોજન કરવામાં આવેલ હોય એકટીવ પેનલના સમર્થનમાં મોટી સંખ્યામાં વકીલો સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજર રહયા હતા. અને હું બકુલ કાકાની એકટીવ પેનલ સાથે તેવા વકીલોએ નારા લગાવ્યા હતા.સોશ્યલ મીડીયામાં બકુલ રાજાણીની એકટીવ પેનલને મારૂ સમર્થન તેવું ગૃપ બનાવી મુકેલ હોય રાજાણીની એકટીવ પેનલને વકીલોનુ જબરૂ સમર્થન મળી રહયાનું પેનલના હોદેદારો અને ઉમેદવારોએ જણાવ્યુ઼ હતું.
બાર એસો.ની વર્તમાન બોર્ડના પ્રમુખપદે પણ બકુલ રાજાણી હાલમાં સેવા આપી રહયા છે. વકીલોમાં ખુબજ લોકપ્રિય એવા બકુલબાઇ બાર એસો.ની ચુંટણી ઘણી વખત ચુંટાયેલ છે. ગયા વર્ષેતો ભાજપ લીગલ સેલ. દ્વારા પોતાના તમામ ઉમેદવારો જીત્યા હતાં. પરંતુ પ્રમુખપદના તેમના હરીફ ઉમેદવારને હરાવીને સમગ્ર પેનલના પ્રમુખના હોદા ઉપર જ મોટુ ગાબડુ પાડીને તેઓ જીતી ગયા હતાં.
આજે સવારે કોર્ટ નજીક યોજાયેલ એકટીવ પેનલના સમર્થનમાં સ્નેહમિલન, અલ્પાહારના કાર્યક્રમમાં વકીલોએ પેનલના ઉમેદવારોને સમર્થન આપી વિજયી ભવઃના સુત્રો પોકાર્યા હતા અને ત્યારબાદ જુદા જુદા વકીલ મંડળો અને તેમના હોદેદારો-ઉમેદવારો તેમજ સીનીયર-જુનિયર વકીલોનો રૂબરૂ સંપર્ક કરીને પ્રચાર કાર્ય કરતાં રાજકોટના વકીલોએ મોટી સંખ્યામાં બકુલ રાજાણીની એકટીવ પેનલને સમર્થન આપ્યું હતું. બકુલ રાજાણીની પેનલમાં પ્રમુખપદે પોતે તેમજ ઉપપ્રમુખપદે નિરવ પંડયા, સેક્રેટરીમાં વિનેશ છાયા, ટ્રેઝરરમાં રાજેશ ચાવડા, કારોબારીમાં હર્ષાબેન પંડયા, રમેશચંદ્ર આદ્રોજા, ધારેશ દોશી, ધર્મેન્દ્ર ઝરીયા, અનિલ પરસાણા, વિરેન્દ્રસિૅહ ઝાલા, હસમુખ બારોટ, દિપેશ પાટડીયા તથા ભાવનાબેન વાઘેલા ચુંટણી લડી રહયા છે.(૬.૧૩)
(3:32 PM IST)










