<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

પીસીબીની ટીમોના ‘દેશી'ના ધંધાંર્થીઓ પર દરોડાઃ ભઠ્ઠી ચલાવતાં, દારૂ સાથે પાંચ પકડાયા

વૃધ્‍ધા બેબીબેન, રામજી, પ્રેમજી, સંજય અને શૈલેષને દારૂ-આથો-ભઠ્ઠીના સાધનો સાથે પકડી લેવાયા

રાજકોટઃ તા. ૧૮:  પીસીબીએ વિદેશી દારૂના ધંધાર્થીઓ બાદ દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પણ ધોંસ બોલાવી હતી. દારૂની ભઠ્ઠી તથા તૈયાર દારૂના પાંચ કેસ એક જ રાતમાં કર્યા હતાં. કોઠારીયા કોલોની ક્‍વાર્ટર નં. ૧૪ પવનપુત્ર ચોક સોરઠીયાવાડી બગીચા પાસેથી બેબીબેન પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૬૫) નામની વૃધ્‍ધાને રૂા. ૧૦૦૦ના પાંચ લિટર દારૂ સાથે પકડવામાં આવી હતી. કોઠારીયા રોડ સ્‍વાતિ પાર્ક મેઇન રોડ વિવેક રેફ્રીજરેશન સામે રહેતાં રામજી જગુભાઇ વાઘેલા (ઉ.વ.૪૨)ના ઘરમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પકડી લઇ દારૂ, આથો, સાધનો મળી ૧૯૨૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. યુવરાજનગર મફતીયાપરા-૨માંથી પ્રેમજી રવજીભાઇ સાડમીયા (ઉ.વ.૪૫)ને રૂા. ૨૦૦૦ના ૧૦ લિટર દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. યુવરાજનગર-૧માં શૈલેષ મુન્‍નાભાઇ પરમાર (ઉ.વ.૨૧)ને ઘરમાં દારૂની ભઠ્ઠી ચલાવતાં પકડી દારૂ, આથો, સાધનો મળી ૩૭૨૫નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. જ્‍યારે માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટી-૧માં સંજય કરમશીભાઇ ડાભી (ઉ.વ.૩૮)ના ઘરમાં દરોડો પાડી તેને રૂા. ૩૦૦૦ના ૧૫ લિટર દારૂ સાથે પકડી લેવાયો હતો. પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, હેડકોન્‍સ. ઘનુભા, કરણભાઇ, કિરતસિંહ, વિરૂભા, હરદેવસિંહ, કુલદિપસિંહ, રાહુલગીરી, ગિરીરાજસિંહ, યુવરાજસિંહ, વિજયભાઇ, નગીનભાઇ, દેવરાજભાઇ, વાલાભાઇ, હિરેનભાઇ, મનિષાબેને આ કામગીરી કરી હતી.

(3:41 PM IST)