News of Wednesday, 18th December 2024
લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપના વિસ્તારમાં ડ્રેનેજના કારણે ગંદા
પાણીનું વિતરણઃ લોકો ત્રાહીમામ

રાજકોટ તા.૧૮: શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં આવેલ લાલબહાદુર શાષાી ટાઉનશીપના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભુર્ગભ ગટર છલકાય રહી છે. ત્યારે આસપાસની ટાઉનશીપમાં જેના કારણે ગંદા પાણી વિતરણની સમસ્યા ઉકેલવા જાગૃત નાગરીક રમેશભાઇએ માંગ કરી છે.
આ અંગે રમેશભાઇએ અકિલા કાર્યાલય ખાતે જણાવ્યું હતું કે, આ વિસ્તારની મેઇન ડ્રેનેજની લાઇન છેલ્લા ઘણા સમયથી છલકાય રહી છે. આ સમસ્યા હલ કરવા મનપામાં ફરિયાદ કરવા છતા પરિસ્થિતી જૈસે થે જોવા મળી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભુર્ગભ ગટરના કારણે આસપાસના વિસ્તારોમાં ગંદા અને દુર્ગંધયુકત પાણી વિતરણ થઇ રહયું છે. લોકોમાં રોગચાળાનો ભય ફેલાઇ રહયો છે. આ સમસ્યા તાત્કાલીક ઉકેલવા માંગ કરવામાં આવી હતી
(3:53 PM IST)










