<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના હોદ્દેદારો-ઉમેદવારોનો ટુંકો પરિચય

પ્રમુખ પરેશ બી. મારૂ

સૌરાષ્‍ટ્રના ધારાશાષાી તથા રાજયસભાના પુર્વ સાંસદ સ્‍વ. અભયભાઈ ભારધ્‍વાજ તથા જયદેવભાઈ શુકલ સાથે વકીલાતના વ્‍યવસાય નો પ્રારંભ કરનાર અને છેલ્લા ૨૫ વર્ષનો વકીલાતનો બહોળો અનુભવ ધરાવનાર પરેશ મારુ   બાર એશો. ના વિવીધ હોદા ઉપર સેવાઓ આપેલ છે.  છેલ્લા ૧૭ વર્ષ થી સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છમા લોયર્સ સ્‍પોટર્સ ફાઉન્‍ડેશનના નામથી રમાતી ક્રિકેટ ટુર્નામેન્‍ટમા કન્‍વીન્‍યર તરીકે સેવાઓ આપે છે. તથા વોઈસ ઓફ લોયર્સના નેજા હેઠળ સમગ્ર વકીલના સંતાનોને સરસ્‍વતી સન્‍માન સમારોહ યોજી પ્રોત્‍સાહન પુરૂ પાડે છે,   રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળમા લીગલ એડવાઈઝર તરીકેની ૧૯ વર્ષથી સેવાઓ આપે છે.  તેમજ પોતાના મિલનસાર સ્‍વભાવના કારણે સમગ્ર વકીલ આલમમા સીનીયર તથા જુનીયર ધારાશાષાીઓમા ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે, તેમજ વકીલોના પ્રશ્‍ને સતત જાગળત રહી તેનુ નિરાકરણ લાવવા પ્રયત્‍નશીલ રહેલ છે.

ઉપ પ્રમુખ :  સુમીત ડી. વોરા

સીનીયર ધારાશાષાી અભયભાઈ ભારધ્‍વાજ તથા જયદેવભાઈ શુકલના માર્ગદશન હેઠળ સુમિત વોરાએ વકીલાતના વ્‍યવસાયમા  પ્રવેશ કરેલો સીવીલ , ક્રિમીનલ તથા રેવન્‍યુ ક્ષેત્રમા વકીલાતની શરૂઆત કરેલ.  બાર એસોશીએશનમા ત્રણ વખત કારોબારી સભ્‍ય તથા લાઈબ્રેરી સેફેટરીના હોદાઓ ઉપર સફળતા પુર્વક કામગીરી કરી ચુકયા છે,  હાલ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત મા કો-ઓપ્‍ટ મેમ્‍બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે.  ખોડલધામ લીગલ સમીતીમા સક્રિય ભુમીકા નિભાવી કાનુની માર્ગદર્શન આપી રહેલ છે.   સામાજીક અને રાજકીય સંસ્‍થાઓ સંકળાયેલ છે.  સીનીયર તથા જુનીયરમા લોકચાહના ધરાવે છે.

સેક્રેટરીઃ કેતન પી. દવે

વર્ષ-૧૯૯૫ મા વકીલાતના વ્‍યવસાયમા પ્રવેશ કરેલ, તેઓએ ૧૭ વર્ષ સુધી   ધારાશાષાી મહેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સફળ કેતન દવે વકીલાતના વ્‍યવસાયનો પ્રારંભ કર્યો હતો.   કોરોનાની મહામારી માં પણ જોઈન્‍ટ સેક્રેટરી તરીકે વિકટ પરીસ્‍થીતીમા વકીલ આલમમા ખંભે ખંભા મીલાવીને સેવાઓ આપેલ છે, તેઓ મીલનસાર અને હસમુખા સ્‍વભાવના કારણે સીનીયર તથા જુનીયર એડવોકેટ ભાઈ-બહેન મા સારી એવી લોક ચાહના ધરાવે છે.

જોઈન્‍ટ સેક્રેટરીઃ ગીરીરાજસિંહ સી. જાડેજા

તેઓએ વકીલાતની શરૂઆત ૧૯૯૮ થી રાજકોટના સીનીયર ધારાશાષાી જશવંતસિંહ ભટ્ટી  સાથે ગીરીરાજસિંહ જાડેજાએ ૧૯૯૮ થી વકીલાતના વ્‍યવસાયનો પ્રારંભ કર્યો હતો. રેવન્‍યુ તથા ફોજદારી ક્ષેત્રે વકીલાત કરી રહેલ છે. તેઓ ક્રિમીનલ બાર અને   રેવન્‍યુ બાર એસોશીએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે, આ ઉપરાંત રાજકીય તથા સામાજીક સંસ્‍થાઓના વિવીધ હોદાઓ ઉપર સેવા આપેલ છે, જેઓ ખુબ જ મીલનસાર સ્‍વભાવના કારણે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.

ટ્રેજરરઃ પંકજ આર. દોંગા

સીનીયર ધારાશાષાી કેતન સીંધવા તથા અતુલ પટેલ  સાથે  ૧૬ વર્ષથી પંકજ આર. દોંગા વકીલાતના વ્‍યવસાય નો પ્રારંભ કર્યો હતો.  બાદ સીનીયર ધારાશાષાી એલ.જે. રાઠોડ  સાથે ક્રિમીનલ ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ મેળવેલ,  લીયો લાયન્‍સ રાસોત્‍સવમાં ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવી રહેલ છે.  બાર એશો. મા અગાઉ વિવીધ હોદાઓમા સેવાઓ આપી ચુકયા છે, તેમજ રાજકીય અને સામાજીક ક્ષેત્રે તેઓ બહોળી મિત્ર વર્તુળ ધરાવે છે.

લાઈબ્રેરી સેક્રેટરીઃ કેતન મંડ

સીનીયર ધારાશાષાી આર. એમ. વારોતરીયા  સાથે કેતનવી. મંડ એ ૨૦૦૨ વકીલાતની શરૂઆત કરેલી , હાલ રેવન્‍યુ ક્ષેત્રે વકીલાત કરી રહેલ છે.  રેવન્‍યુ બાર  અને  બાર એસોશીએશનમા વિવીધ હોદાઓ ઉપર સેવાઓ આપેલ છે. આ ઉપરાંત વોઈસ ઓફ લોયર્સ ગળપમા જોઈન્‍ટ સેક્રેટરી તરીકેની ઉમદા કામગીરી કરી રહેલ છે.  રાજકીય તથા સામાજીક સંસ્‍થાઓના વિવીધ હોદાઓ ઉપર સેવા આપેલ છે, જેઓ ખુબ જ મીલનસાર સ્‍વભાવના કારણે ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.

કારોબારી સભ્‍યઃ   પ્રગતિબેન માકડીયા

વર્ષ - ૨૦૧૮ થી કરેલ, મહીલા ધારાશાષાી તરીકે વકીલ વર્તુળમા સારી એવી લોકચાહના ધરાવે છે. તેમજ સાઈબર ક્રાઈમના ગુન્‍હાઓમા પીડીતોને ન્‍યાય અપાવવા વકીલ તરીકે સારી એવી સેવા આપી રહેલ છે. હાલમા રેવન્‍યુ સીવીલ તેમજ ફોજદારી ક્ષેત્રે વકીલાતનો વ્‍યવસાય કરી રહેલ છે તથા સામાજીક તથા રાજકી સંસ્‍થાઓમા વિવીધ હોદાઓ ઉપર સેવાઓ આપી રહેલ છે, જીલ્લા કાનુની સેવા સ મંડળમા પેનલ એડવોકેટ તરીકે સેવાઓ આપી રહયા છે. તેમજ તેમજ યુવા વયમા સીનીયર તથા જુનીયર ભાઈઓ - બહેનોમા લોકચાહના ધરાવે છે.

કારોબારી સભ્‍યઃ  પરેશ એલ. પાદરીયા

છેલ્લા ૧૮ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલ છે. રેવન્‍યુ ક્ષેત્રમા અનીલભાઈ ગજેરા, મહેશભાઈ મનાણીના માર્ગદર્શન હેઠળ બહોળો અનુભવ ધરાવે છે. તેમજ રાજકોટના મદદનીશ સરકારી વકીલશ્રી દિલીપભાઈ મહેતા સાથે સીવીલ તથા ફોજદારી પ્રેકટીસ કરેલ છે, તેમજ રાજકીય વિવીધ હોદાઓ ઉપર તેમજ સામાજીક સંસ્‍થાઓ સાથે વિવીધ સેવાઓ આપી રહેલ છે.

કારોબારી સભ્‍યઃ કિશન બી. વાલ્‍વા

છેલ્લા ૧૭ વર્ષથી વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલ છે, તેઓ સીવીલ તથા ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે, તેઓએ વકીલાતની શરૂઆત સીનીયર એડવોકેટ એ. બી. ઠકકર સાહેબ સાથે શરૂઆત કરેલ તેઓ વકીલ આલમ તથા જ્ઞાતિ લેવલે સનીષ્ઠ કાર્યકર તરીકે પોતાની આગવી છાપ ધરાવે છે.

કારોબારી સભ્‍યઃ અશ્વીનભાઈ રામાણી

છેલ્લા ૨૨ વર્ષ થી રાજકોટ શહેરમા રેવન્‍યુ તથા સીવીલ ક્ષેત્રમાં વકીલાત કરી રહેલ છે. તેઓએ વકીલાતનું પ્રથમ પગથીયુ રાજકોટના સીનીયર ધારાશાષાી ધર્મેશ યુ. વકીલના માર્ગદર્શન હેઠળ કરેલ. હાલ રેવન્‍યુ ક્ષેત્રમા ખુબ જ મોટુ નામ ધરાવે છે તથા રાજકીય અને ટ્ટ સામાજીક ક્ષેત્રમા વિવીધ હોદાઓ ઉપર કાર્યરત છે. રેવન્‍યુ ક્ષેત્રના વકીલો સાથે પારીવારીક સબંધો ધરાવે છે અને ખુબ જ મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે.

કારોબારી સભ્‍યઃ રવિ એમ. વાધેલા

વકીલાતના વ્‍યવસાયની શરૂઆત વર્ષ - ૨૦૧૩મા સીનીયર ધારાશાષાી એચ. એમ. ડાભી તથા એલ.જે. રાઠોડ સાહેબ સાથે કરેલ અને ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે, વોઈસ ઓફ લોયર્સ તથા લોયર્સ સ્‍પોર્ટસ ફાઉન્‍ડેશન નામની સંસ્‍થા સાથે તન, મન, ધનથી સક્રિય રીતે જોડાયેલ છે. તેઓ જ્ઞાતિ લેવલે અખિલ ભારતીય કોળી સમાજ સંસ્‍થાના લીગલ સેલના પ્રમુખ તરીકે સક્રિય ભુમીકા નિભાવી રહેલ છે. તથા કોર્ટ સંકુલમા બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેમજ તાજેતરમા કેન્‍દ્ર સરકાર ધ્‍વારા નોટરી પબ્‍લીક તરીકે પસંદગી પામેલ છે.

કારોબારી સભ્‍યઃ સંજય એમ. ડાંગર.

વકીલાતના વ્‍યવસાયની શરૂઆત વર્ષ - ૨૦૧૩મા સીનીયર ધારાશાષાી અશોકભાઈ ઠકકર સાથે કરેલ અને ફોજદારી ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ જ્ઞાતિ લેવલે આહીર લીગલ સેલ જીલ્લા ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી રહયા છે. તેમજ અનેક ચકચારી કેસોમા વકીલ તરીકે સેવાઓ આપેલ, તેઓ સ્‍પોટર્સ એકટીવીટીમા સક્રિય ભુમિકા નિભાવી રહયા છે. પોતાના મળદુ અને મિલનસાર સ્‍વભાવના કારણે વકીલોમાં લોકપ્રિયતા ધરાવે છે. તાજેતરમાં કેન્‍દ્ર સરકાર ધ્‍વારા નોટરી પબ્‍લીક તરીકે પસંદગી પામેલ છે.

કારોબારી સભ્‍યઃ મુનીશ કે. સોનપાલ

વકિલાતના વ્‍યવસાયની શરૂઆત વર્ષ - ૨૦૧૦ થી તેઓના પીતાશ્રી સીનીયર ધારાશાષાી શ્રી કિરણભાઈ સોનપાલ સાથે વકીલાતની શરૂઆત કરેલ અને હાલમા ફોજદારી અને સીવીલ ક્ષેત્રમા વકીલાતનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ લોહાણા સમાજના અગ્રણી છે તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્‍થાઓમાં જોડાયેલ છે તેમજ તેઓનો સમગ્ર પરીવાર વકિલાતના ક્ષેત્ર સાથે જોડાયેલ છે. તેઓ કેન્‍દ્ર સરકાર ધ્‍વારા નોટરી પબ્‍લીક તરીકે નિમણુંક પામેલ છે અને નોટરી એસોસીએશનનુ સમર્થન મળેલ છે.

કારોબારી સભ્‍યઃ તુષાર દવે

છેલ્લા ૨૯ વર્ષથી વકિલાતના વ્‍યવસાયમાં કાર્યરત છે. તેઓએ વકિલાતની શરૂઆત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સુપ્રસિધ્‍ધ ધારાશાષાી અભયભાઈ ભારદ્વાજ સાથે વકિલાતની શરૂઆત કરેલ અને તેઓએ સીવીલ, ફોજદારી તથા રેવન્‍યુ ક્ષેત્રે નામના મેળવેલ છે. તેમજ તેઓ બ્રહમસમાજમાં આગવી નામના ધરાવે છે. તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્‍થાઓમાં જોડાયેલ છે.

કારોબારી સભ્‍યઃ અતુલ જોષી

વકિલાતના વ્‍યવસાયની શરૂઆત વર્ષ - ૨૦૦૦ થી કરેલ તેઓ છેલ્લા ૨૪ વર્ષથી વકિલાતના ક્ષેત્રમાં કામગીરી કરી રહેલ છે તેઓએ વકિલાતની શરૂઆત જીલ્લા સરકારી વિવકલ મનુભાઈ એમ. શાહ સાથે કરેલ તેઓ રેવન્‍યુ, ફોજદારી, સીવીલ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે તેઓ છેલ્લા ૭ વર્ષથી જીલ્લા અધીક સરકારી વકિલ તરીકે સેવા આપી રહેલ છે તેઓએ સીવીલ તથા ક્રિમીનલ કેસોમાં સરકાર તરફે સફળ ચુકાદાઓ લાવેલ છે. અને તેઓનો મળતાવડો સ્‍વભાવ હોય તેઓ બ્રહમસમાજમાં આગવી ઓળખ ધરાવે છે. તેમજ જ્ઞાતિ લેવલે વિવિધ સંસ્‍થાઓમાં જોડાયેલ છે. તેઓ કેન્‍દ્ર સરકાર  દ્વારા નોટરી પબ્‍લીક તરીકે નિમણુંક પામેલ છે.સમરસ પેનલના સમર્થનમાં સરદાર પટેલ કોમ્‍યુટર હોલમાં યોજાઈ ગયેલ મોટી સંખ્‍યામાં પટેલોની મીટીંગ અને એક અવાજે તમામે તમામ ઉમેદવારને ચૂંટી કાઢવા નો કોલ આપેલો હતોઆ તબક્કે રાજકોટના જાગળત ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલારા એ સમરસ પેનલના સમર્થનમાં મત દેવા અપીલ કરેલ તેમજ સરકારે કરેલા કામો ની વાત કરેલ અને પોતે ૭૦ વર્ષથી ઉપરના ભાઈ બહેનો માટે કેમ્‍પ કરવાના હોય અને આયુષ્‍યમાન કાર્ડ તમામને કાઢી આપવાના હોય તમામે લાભ લેવા વિનંતી કરેલ અને ખાસ સમરસ પેનલ ના સમાચાર માં ૪૫૦ થી ૫૦૦ વકીલોને નિહાળી અને વકીલો પણ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શકે છે તે માટે આનંદની લાગણી બતાવેલ હતી.

(2:56 PM IST)