<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

અયપ્‍પા મંદિર ખાતે ધ્‍વજારોહણ, ભવ્‍ય આતશબાજી, ફૂલોનો વરસાદઃ ધાર્મિક કાર્ય શરૂ

પ્રારંભે સફાઈ કર્મચારી બહેનનું તંત્રીશ્રી દ્વારા બહુમાનઃ નવગ્રહ મંદિરનું ભવ્‍ય આકર્ષણ નવગ્રહણની વિશેષ પૂજા

જયેશભાઈ સંઘાણીનું બહુમાન : કર્મચારી બહેનનું સન્‍માન

રાજકોટ : ભગવાન શિવ અને વિષ્‍ણુના પુત્ર  અયપ્‍પા ભગવાન રાજકોટ પરસાણા નગર ખાતે અયપ્‍પા મંદિર ખાતે ભવ્‍ય મહોત્‍સવ શરૂ થઈ ગયો છે ત્‍યારે કેરળથી આવેલા તંત્રીશ્રી એટલે કે પૂજારીના હેડ વર્ષમાં એક જ વાર મંદિરમાં પૂજા કરે છે. તેઓ હાલ કેરલથી તેમની આખી ટીમ આવેલી છે. જેઓ દરરોજ પોતે જ વિધિ કરાવવાના છે, તંત્રીશ્રીને તેઓ પિતાજી ગણે છે. તંત્રીશ્રી મનીષ પટતીરાપાડની ટીમ પહોંચી ગઈ છે. અને તમામ વિધિ ભક્‍તિભાવથી પોતે જ કરાવે છે જ્‍યારે દરરોજ મંદિરમાં પૂજા કરે તે પૂજારીને માતા માને છે.

શુદ્ધિકરણની શરૂઆતમાં અયપ્‍પા મંદિરમાં વર્ષોથી સાફ-સફાઈની તેમજ ઈતર કામો સેવા આપતા પૂપ્રતીબેનનું કેરલથી આવેલા તંત્રીશ્રી દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું. તંત્રીશ્રી દ્વારા બહુમાન થતા બેન બહુ જ રાજી થયા હતા ઉપસ્‍થિત સૌએ પણ આ હર્ષથી વધાવી લીધું હતું.

આજરોજ કેરળમાં બહુ જ શ્રદ્ધાથી કોઈપણ કાર્ય શરૂ કરે તે પહેલા આપણે ત્‍યાં ધ્‍વજ સ્‍તંભ કહીએ છીએ. ધ્‍વજા ચડાવીએ છીએ તેમ ત્‍યાં કોડી મરમ એટલે ધ્‍વજ સ્‍તંભ કહેવામાં આવે છે ત્‍યાં મંદિરમાં કોઈપણ કાર્ય શરૂ કરે તે પહેલા કોડી મરમ એટલે ધ્‍વજ ચડાવી કોઈપણ કાર્ય શરૂ કરવામાં આવે છે ને ભગવાનને આહવા કરી રક્ષા માગવામાં આવે છે વધુમાં વધુ ત્રણ દિવસ અથવા પાંચ દિવસ મહોત્‍સવ કાર્યક્રમ ચાલતો હોય છે. ધજા પાલકની રક્ષા માટે અને સૌરાષ્‍ટ્રમાં રાજકોટ ખાતે એક જ મંદિરમાં વર્ષોથી આ કોડી એટલે ધ્‍વજ અને મરમ એટલે સ્‍તંભ આમ તેની ધ્‍વજારોહણ બાદ ભવ્‍ય ફુલ વરસાદ અને ભવ્‍ય આતશબાજી થઈ હતી .. રાજકોટના કેરળના નિવાસીઓ ભાઈઓ તથા બહેનો તેઓના કેરળના પોશાક પરિધાન કરી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા અને ભવ્‍ય આકર્ષણ જમાવ્‍યું હતું.

જાણીતા સેવાભાવી કોઈપણ સેવાના કામ હોય પ્રચાર પ્રસારના કાર્યો હોય, ત્‍યારે મદદ થતા સહકાર ભારતીના મહામંત્રીશ્રી જયેશભાઈ સંઘાણીનું તંત્રીશ્રીએ અયપ્‍પા મંદિર ખાતે શાલ ઓઢાડીને ભવ્‍ય સન્‍માન કરવામાં આવેલ હતું. દરરોજ રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમનું પણ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હોય છે જેમાં રાજકોટની ધર્મ પ્રેમી જનતાઓ ભાગ લેતા હોય છે આજરોજ રેલ્‍વે સુંદરકાંડ મંડળ ગોપાલભાઈ શર્મા જેઓ રાજકોટમાં વિનામૂલ્‍ય સુંદરકાંડના પાઠ ભવ્‍ય રીતે કરાવે છે અત્‍યાર સુધીમાં ૫૮૨ સુંદરકાંડના પાઠ કરેલ છે છે.

નવગ્રહના મંદિરમાં ભવ્‍ય રીતે પૂજન અર્ચનાનું કામ શરૂ આ મંદિરમાં નવ ગ્રહનું ભવ્‍ય મંદિર આવેલું છે આજરોજ આ નવગ્રહને ભવ્‍ય રીતે પૂજા અર્ચના કરવામાં આવેલ હતી. રાજકોટ કે તેમજ સૌરાષ્‍ટ્રમાં બહુ ઓછી જગ્‍યાએ મંદિર હોય છે દર મહિને નવગ્રહની પૂજા કરવામાં આવે છે અને જેને ગ્રહોનો દોષ હોય તેમને તેમને રક્ષા માટે પૂજા કરાવવામાં ખાસ આવે છે.

અયપ્‍પા મંદિર પરસાણા નગર ખાતે વાર્ષિક મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે અયપ્‍પા સેવા સમિતિ પ્રમુખ શ્રી ડો. સીજી આર. પીલ્લઈ, મંત્રી ગોપાલ કિષ્‍નનપિલ્લઈ, ઉપપ્રમુખ રાજેશભાઈ પિલ્લઈ, ખજાનચી બી.ટી. નાયર, પ્રકાશભાઈ ટીડી, કનનભાઈ, અનાર પિલ્લઈ,  રાધા કળષ્‍ણન, વિજેન્‍દ્રભાઈ પણીકર, અનિલભાઈ શિયાર વગેરે વાયુ તથા બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:00 PM IST)