News of Thursday, 19th December 2024
વોર્ડ નં. ૭-૮-૧૪ ના ૧પ જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા ધારાસભ્ય ટીલાળા કલેકટર પાસે દોડી આવ્યા
પ્રહલાદ પ્લોટ-સોનીબજાર-કરણપરા-જયરાજપ્લોટ-લક્ષ્મીનગર-લક્ષ્મીવાડી-દિવાનપરા-ગુંદાવાડી વિગેરેનો સમાવેશ : રજૂઆતોમાં લતાવાસીઓ સામેલ : લઘુમતી શખ્સો મંદિરો-હવેલી-દેરાસર પાસે મકાનો લઇ-નોનવેજની રેંકડીયો રાખતા હોવાની રાવ

રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા અને ત્રણ વોર્ડ ના રહેવાસીઓ-વેપારીઓએ અશાંતધારો લાગુ કરવા અંગે કલેકટરને આજે ફરીયાદો કરી હતી. (૯.રપ)
રાજકોટ, તા. ૧૯ : ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા થોડા દિવસ પહેલા જ અશાંતધારાનો ભંગ થઈ રહ્યાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને શંકાસ્પદોની પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના આગેવાનો ૧પ થી વધુ વિસ્તારો અંગે કલેકટર પ્રભવ જોશીને રજૂઆત કરવા માટે પહોંચતા ખળભળાટ મચી ગયો છે. આગેવાનોએ વધુ ત્રણ બોર્ડ જેમાં વોર્ડ નંબર ૭,૦૮,૧૪ના પ્રહલાદ પ્લોટ, કરણ પરા, વર્ધમાન નગર, સોની બજાર, જયરાજ પ્લોટ, લક્ષ્મીવાડી, લક્ષ્મી નગર, દિવાનપરા, ગુંદાવાડી, રાધાનગર, નંદકિશોર, કળષ્ણનગર, અનુપમા નગર, રાજનગર સહિતના વિસ્તાર અશાંતધારો લાગુ છે. લાગુ કરવા કલેકટરને રજૂઆત કરી અને આવેદન પત્ર પાઠવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી અશાંતધારા અંગે રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી. મારા દ્વારા પણ છેલ્લા છ મહિનાથી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રહી છે. આજે વોર્ડ નંબર ૭,૦૮,૧૪ વિસ્તારો આગેવાનો સાથે કલેકટરને રજૂઆત કરી છે. આગામી દિવસોમાં કલેકટર દ્વારા હવે રાજ્ય સરકારને આ ફાઇલ મોકલવામાં આવશે.
વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મુસ્લિમ શખ્સો દ્વારા સ્વામિનારાયણ મંદિર હવેલી દેરાસર જેવા અન્ય કેટલાય મંદિરો નજીક આવા લોકો મકાન લઈને અને અલગ અલગ બિનઅધિકળત પ્રવળત્તિઓ કરવામાં આવી આવી રહી છે. જ્યાં તે પોતાના ઘરની બાજુમાં જ નોનવેજ ને લારીઓ, ઈંડાની લારીઓ અને રોડ ઉપર તેમનો કચરો પણ ફેક છે. તેની પણ રજુઆતો કરી છે.
દરમિયાન કલેકટર તંત્રના અંદરના અને ટોચના અધીકારીઓમાંથી મળતી વિગતો મુજબ કલેકટર તંત્ર એક ડઝન વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા અંગે સરકારમાં દરખાસ્ત કરવા જઇ રહ્યું છે, આ અંગે ફાઇલો તૈયાર થઇ રહી છે, કયા વિસ્તારો તે અંગે હાઇલેવલ અધીકારીઓએ મૌન સેવી લીધું હતું. (
(3:15 PM IST)










