<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

દૂધસાગર રોડ પર ૬ાા લાખની બાકી પ્રશ્‍ને ફલેટનો કબજો લેતા મામલતદારઃ કબજા સમયે ઘર્ષણ સર્જાયુ

રાજકોટ નાગરીક સહકારી બેંકને ફલેટને સીલ મારી કબજો સોંપતા સર્કલ ઓફીસર

રાજકોટ તા. ૧૯: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ પૂર્વ વિભાગના મામલતદારશ્રી ચાવડા અને સર્કલ ઓફીસર શ્રી સત્‍યમ શેરસીયાએ બેન્‍ક સિકયુરાઇઝેશન એકટ હેઠળ આજે વધુ એક કાર્યવાહી કરી ૬ાા લાખની વસૂલાત અંગે ફલેટનો કબજો લઇ-ફલેટને સીલ મારી રાજકોટ નાગરીક સહકારી બેંકને આ ફલેટનો કબજો સોંપી દીધો હતો.

આ મિલકત સંદર્ભે નાયબ મામલતદાર શ્રી પુરોહીતે તા. રર-૧૧-ર૦ર૪ના રોજ પાર્ટીને નોટીસ ફટકારી હતી, આમ છતાં નાણા નહીં ભરતા આખરે કબજો લેવાયો હતો.

કબજો લેવા સમયે જેમની બાકી હતી તે મંજુર આલમ રહેમતુલ્લાન શેખસિદીકીના પૂત્રો તથા સામાજિક કાર્યકર નજમાબેન દ્વારા ચાલુ વિડયો શુટીંગ દરમ્‍યાન બેંકના અધિકૃત અધિકારી અને મામલતદાર ઓફીસના સ્‍ટાફ સાથે ઘર્ષણ-અપશબ્‍દો કહેતા લોકોનું ટોળું એકઠું થયું હતું, આમ છતાં સર્કલ ઓફીસર દ્વારા કબજો લઇ બેંકના અધિકૃત અધીકારીને સોંપી દેવાયો હતો તેમ મામલતદાર શ્રી ચાવડાએ ઉમેર્યું હતું.

રાજકોટ નાગરિક સહકારી બેંક લી. દ્વારા મંજુરઆલમ રહેમતુલ્લાન શેખસીદીકીની  રાજકોટ શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલ રીધ્‍ધી સિદ્ધિ હા. સો. શેરી નં.-૪ મા સીટી સર્વે વોર્ડ નંબર ૧૨, ટીપી સ્‍કીમ નંબર ૭ એફપી નંબર ૮૭,૯૧ તથા ૯૪, રેવન્‍યુ સર્વે નં.૧૬૭ તથા ૧૬૮ પૈકીના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ ૩૦૯ એમ.આઈ.જી. ડેરી લેન્‍ડ સ્‍કીમ હેઠળ બનાવવામાં આવેલ ફ્‌લેટસ પૈકી ફ્‌લેટ નંબર એમ-૧૦૪૧ જેનું ક્ષેત્રફળ ચો.મી.૪૮-૨૯ જેના બીલ્‍ટઅપ એરીયા ચો.મી. ૩૧.૮૯  ઉપર આવેલ મકાનનો કબજો તારીખઃ-૧૭/૧૨/૨૦૨૪ ના રોજ  ઘી સિકયુરાઈઝેન એક્‍ટ હેઠળ મિલકત નો કબ્‍જો લઈ બેંકના અધિકળત અધિકારીને કબજો સોપવામાં આવ્‍યો હતો.

(3:56 PM IST)