<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

અગ્નિકાંડના કેસમાં ટી.પી.ઓ. સાગઠીયા સહિત ત્રણ આરોપીઓની બિન-તહોમત છોડી મુકવા અરજી

ટી.પી.ઓ. સાગઠીયા ઉપરાંત જયદીપ ચૌધરી-મકવાણા એ કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડીસ્‍ચાર્જ અરજી કરીઃ કુલ ર૭ વ્‍યકિતનો ભોગ લેનાર ટી.આર.પી. અગ્નિકાંડના કેસમાં નવો વળાંક લઇ આવવા પ્રયાસ? વધુ આરોપીઓની અરજી થયાની પણ સંભાવનાઃ ૩જી જાન્‍યુઆરી કોર્ટ સુનાવણી કરશે

રાજકોટ તા. ૧૯: ગુજરાતને હચમચાવી દેનાર ટી.આર.પી. અગ્નિકાંડ કેસમા ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ.  મકવાણા તથા જયદીપ ચૌધરીએ બીન તહોમત છોડી મુકવાની અદાલતમા અરજી કરી છે. જેની સુનાવણી તા. ૩જી જાન્‍યુઆરી થનાર છે.

પુરા ગુજરાતને હચમચાવી દેનાર અને સ્‍વજનોના હદય દ્રાવક કરૂણ રૂદનથી દેશની જનતાને આંસુ લાવી દેનાર ઘટના કે જેમા છાપાના સમાચારના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે રજા ના દિવસે સુઓમોટો રીટ દાખલ કરી બીજે જ દિવસે પોલીસ કમીશ્‍નર તથા મ્‍યુનીસીપાલ કમીશ્‍નર સહિત તંત્રોને આડે હાથે લઈ સાડા ચાર કલાક જેનુ હીયરીંગ ચાલેલ હોય તેવી રાજકોટ મુકામે ની ટી.આર.પી. અગ્નીકાંડ ની ઘટનામા ૨૭ ના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ ૧૫ આરોપીઓ સામે ચાલી રહેલ કેસમા ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મકવાણાનાઓએ તેઓ સામે કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાથી બીન તહોમત (ડીસ્‍ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરવામા આવેલ છે.

કેસની હકીકત જોઈએ તો ટી.આર.પી. ગેમ ઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર (૧) ધવલ ભરતભાઈ ઠકકર તથા રેસ વે એન્‍ટરપ્રાઈઝ ના ભાગીદારો (૨) અશોકસીહ જગદીશસીહ જાડેજા (૩) કીરીટસીહ જગદીશસીહ જાડેજા (૪) પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ (૫) યુવરાજસીહ હરીસીહ સોલંકી (૬) રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે ૫૦ મીટર પહોળુ અને ૬૦ મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનનુ માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવી તેમા આગ લાગવાની ઘટના બને તો પહોચીવળી આગ રોકી મનુષ્‍ય જીવનને બચાવી શકાય તેવા કોઈ અસરકારક ફાયર ના સાધનો રાખ્‍યા વગર કે અગ્નીસમન વિભાગની એન.ઓ.સી. કે પ્રમાણપત્ર મેળવ્‍યા વગર જોખમી જગ્‍યામા ગેમ ઝોન ચલાવી તેમા આગ લાગવાનો બનાવ બને તો ગંભીર ઈજાથી લઈ માનવ મળત્‍યુ થવાની સતપ્રતિસત સંભાવના હોવાની જાણકારી હોવા છતા ગેમ ઝોન ચાલુ રાખી ૨૭ માનવો ના મળત્‍યુ નીપજાવી મહાવ્‍યથાઓ સાથે આ ગેમ ઝોન માથી નાશી ભાગી નીકળેલ ન હોય તો તેઓના પણ મળત્‍યુ સંભવ હતા તેવા જોખમમા નાખી ગુનો કર્યા અન્‍વયે રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનના સર્વેલન્‍સ પી.એસ.આઈ. પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.

ટી.આર.પી. અગ્નીકાંડ કેસની આજરોજ ૧૫ આરોપીઓની સેસન્‍સ અદાલતમા કેસ કમીટ થયા બાદ ની આજરોજની ૧૧ મી મુદત હોય જેમા સરકાર પક્ષેના સ્‍પે. પી.પી., એડી. સ્‍પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો રાજકોટ ના મહે. એડી. સેસન્‍સ જજ સાહેબની કોર્ટમા ખુલતી અદાલતે હાજર રહેલ અને ૪૬૭ દસ્‍તાવેજો સ્‍વરૂપી પુરાવો રજુ કરેલ જે દસ્‍તાવેજોમા એફ.આઈ.આર., પી.એમ.રીપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકોના સ્‍ટેટમેન્‍ટ, ઓડીટ રીપોર્ટ, હસ્‍તાક્ષર નિષ્‍ણાંતના અભીપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડીટેઈલો, ઈજા પામનારાઓના મેડીકલ સર્ટીફીકેટો વિગેરે દસ્‍તાવેજી પુરાવો નામદાર અદાલતમા રજુ કરવામા આવેલ અને પ્રોસીકયુશન તરફે થી ડ્રાફટ ચાર્જ રજુ કરવામા આવેલ જે ડ્રાફટ ચાર્જ અન્‍વયે સુનવણી માટે મુદત હોય દરમીયાન ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મકવાણાનાઓએ તેઓ સામે કેસ ચાર્જકેમ થાય તે પહેલા તહોમતમાથી બીન તહોમત (ડીસ્‍ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરવામા આવતા અને ટી.પી.ઓ. સાગઠીયાએ પોતાની નહી પરંતુ મ્‍યુનીસીપલ કમીશ્‍નર ઉપર જવાબદારી ઢોળતા કેસમા નવો વળાંક આવેલ છે.

ઉપરોકત બંને આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનુ તહોમત પડકારી કેસ ચાર્જફેમ થાય તે પહેલા ડીસ્‍ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશીષ કરે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી તેની સામે સરકાર તરફે થી કેસ ડે ટુ ડે ચલાવવા અરજી આપવામા આવેલ છે તેની તથા ડીસ્‍ચાર્જ અરજીઓ સબંધે આજરોજ અદાલતમાં દલીલો થવાની સંભાવના રહેલ છે. જેઓ આવી અરજી જેઓ કરવા માંગતા હોય તેઓને તા. ર૬ ડીસેમ્‍બર સુધીનો સમય અપાયો છે.

ઉપરોકત કામમાં ભોગ બનનાર પ્રદિપસીહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, સ્‍પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્‍પે.પી.પી. નીતેશ કથીરીયા તથા અન્‍ય એક ભોગ બનનાર વતી  એન.આર.જાડેજા નાઓએ હાજર રહી કાર્યવાહી કરેલ હતી.

(4:33 PM IST)