News of Saturday, 21st December 2024
રાજકોટમાં ટોચના પોલીસ અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન કાબિલેદાદ રહ્યું
ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ રેન્જ)માં યશસ્વી ફરજ બજાવનાર એસપીથી માંડી કોન્સ્ટેબલ સુધીના અધિકારી સ્ટાફનું વિકાસ સહાય દ્વારા બહુમાનઃ આઇજી અશોક કુમાર યાદવે તક ઝડપી લીધી... પોલીસ સ્ટાફ રાજીરાજી... પ્રતિતાત્મક સંદેશ આપતો momento આકર્ષણનું કેન્દ્ર બન્યોઃ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓની જહેમત રંગ લાવી

રાજકોટ તા.૨૧: ગત કાલે રાજકોટમાં મુખ્ય પોલિસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યના મહાનગરોનાં પોલીસ કમીશ્નર અને રેન્જ વડાઓ, પોલીસ ભવનના વરિષ્ઠ અધિકારીઓની મહત્વની કોન્ફરન્સ યોજવામાં આવેલ. વિકાસ સહાય દ્વારા આંકડાકીય માહિતી આપી ગુનાખોરી ઘટી હોવાનું જણાવેલ.
આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન સહિતના આયોજનમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા , ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ , સજ્જનસિહ પરમાર, જગદીશ બાંગરવા સહિતની ટીમે કાબિલે દાદ આયોજન અને વ્યવસ્થા ગોઠવી હતી.
રાજકોટ શહેર પોલીસ સાથે રાજકોટ રેન્જ જેવા વિશાળ કાર્યક્ષેત્ર કે જેમાં રાજકોટ જિલ્લા, જામનગર શહેર જિલ્લા, દ્વારકા જિલ્લો, મોરબી જિલ્લો અને સુરેન્દ્રગર જિલ્લાનો સમાવેશ થાય છે તેનું પણ નોટ રીડિંગ હતું. આ બાબત ધ્યાને રાખી રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ દ્વારા તક ઝડપી પોતાના હાથ પગ જેવા સ્ટાફનું બહુમાન કરવાનો નિર્ણય કરી અદભુત રીતે ૧૦૦ જેટલા સ્ટાફ કે જેમાં એસપીથી પોલિસમૈન સુધીના સ્ટાફનું મુખ્ય પોલીસ વડા હસ્તે સન્માન કરતા સ્ટાફમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
રાજકોટ રેન્જ આઇજી દ્વારા મુખ્ય પોલીસવડાના સન્માન માટે અદભુત મોમેન્ટો જાતે રસ દાખવી ત્યાર કરેલ, આ મોમેન્ટોમા અશોક ચક્ર, રાષ્ટ્રીય ફ્લેગ,સાથે શોર્ય પ્રતીક જેવી પ્રતીકાત્મક સંદેશ આપતી કલાકળતિ આઇપીએસ અધિકારીઓ અને પોલીસ બેડામાં વાયરલ થયેલ છે.
(1:59 PM IST)










