<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ઝાકીર હુસૈન ભારતીય સંગીતને વૈશ્વિક ક્ષિતિજે મૂકનાર મહામાનવ હતા

હિરાણી કોલેજ યોજીત સમારોહમાં વિશ્વવિખ્‍યાત ઉસ્‍તાદ ઝાકીર હુસેનને શ્રધ્‍ધાંજલી અપાઇ

રાજકોટઃ ‘‘ભારતીય શાષાીય સંગીતમાં જયારે પણ તબલાનો અવાજ ગુંજશે ત્‍યારે એ અવાજ પાછળ ઉસ્‍તાદ ઝાકીર હુસેનનું નામ અવશ્‍ય યાદ આવશે. તેઓ માત્ર તબલાના વિદ્વાન નહોતા પરંતુ ખરા અર્થ એક ભારતીય સંગીતકાર, શિષ્‍યોના માર્ગદર્શક અને ભારતીય સંગીતને વૈશ્વિક ક્ષિતિજ પર મૂકનાર મહાન હસ્‍તી હતાં'' તેમ સદગત ઝાકીર હુસેનને શ્રધ્‍ધાંજલી આપતા ડો.વિવેક હિરાણીએ જણાવ્‍યું હતું.

શ્રી હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્‍ડ પરફોર્મિગ આર્ટસ પરિવાર દ્વારા ઉસ્‍તાદ ઝાકીર હુશેનને શ્રધ્‍ધાંજલી અર્પવા માટે કોલેજના મધ્‍યસ્‍થ ખંડ ખાતે ખાસ સમારોહ યોજાયો હતો. આ સમારોહ કોલેજના મેનેજીંગ ટ્રસ્‍ટી ડો.વિવેક હિરાણી, કોલેજના પ્રિન્‍સીપાલ ડો.ભારતીબેન રાઠોડ, કોલેજના ટ્રસ્‍ટી ડો.તર્જરી હિરાણી, કોલેજના પત્રકારત્‍વ વિભાગના વડા ડો. કાતિ ઠેસીયા તેમજ અન્‍ય મહેમાનો ઉપસ્‍થિત રહયાં હતાં.

ડો.વિવેક હિરાણીએ કહયું હતું કે, ઉસ્‍તાદ ઝાકીર હુસેને માત્ર ભારત સુધી પોતાનું સંગીત મર્યાદીત રાખવાને બદલે વિશ્વભરમાં ભારતીય શાષાીય સંગીતનો પરચમ લહેરાવ્‍યો હતો. તબલાવાદનનો અનુભવ માત્ર પધ્‍ધતિશીલ શાષાીય સંગીતમાં સીમીત રાખવાને બદલે તેમણે પોપ, જેઝ અને ફયુઝન સંગીતમાં પણ અદભુત પ્રદાન કર્યુ હતું.

ડો.ભારતીબેન રાઠોડે નિર્દેષ કર્યો હતો કે, ઉસ્‍તાદ ઝાકીર હુસેન હવે આ જગતમાંથી વિદાય લઇ ચૂકયાં છે, પણ તાલ સાથે તેઓ સદાય જીવિત રહેશે. સમગ્ર સંગીત જગત માટે તેમણે જે યોગદાર આપ્‍યું છે તે કયારેય ભુલાશે નહીં.

પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા પ્રતિષ્‍ઠિત પુરસ્‍કારોથી શોભાયમાન ઉસ્‍તાદ ઝાકીર હુસેને પોતાના જીવનકાળ દરમિયાન ગ્રેમી એવોર્ડ સહિત અનેક આંતરરાષ્‍ટ્રીય સન્‍માનો મેળવ્‍યા હતાં. પંજાબ ઘરાનાના આ તબલા સમ્રાટને શ્રધ્‍ધાંજલી અર્પતા આ સમારોહમાં કોલેજના તબલા વિભાગના વિદ્યાર્થીઓ હાર્દિક મચ્‍છોયા, રોહન વડુકુળ, સરતાજ હસન હાજી, શ્‍યામ ધામેચા, ધિમંત ચૌહાણ, નૈનેશ પુંભડીયા અને ધર્મેશ પરમાર વગેરેએ પંજાબ ઘરાનાની બંદિશો તથા ઉસ્‍તાદ ઝાકીર હુસેન રચિત બંદિશોનું વાદન કરીને તાલાંજલી આપી હતી જે તસ્‍વીરમાં દર્શાય છે.આ પ્રસંગે કોલેજના ગાયન, તબલા, કથક તથા પત્રકારત્‍વના જૂના અને વર્તમાન વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહીને, બે મિનીટનું મૌન રાખીને ઉસ્‍તાદ ઝાકીર હુસેનને શ્રધ્‍ધાંજલી અર્પી હતી.

સમગ્ર સમારોહનું સંચાલન ડો.જુલીબેન અનડકટે કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગાયન વિભાગના પ્રાધ્‍યાપાક ડો.જય સેવક અને ડો. કુમાર પંડયાએ જહેમત ઉઠાવી હતી.

(3:16 PM IST)