<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

મોબાઇલમાં અશ્‍લિલ વિડીયો વિવાદીત કોલ રેકોર્ડીંગ માટે દંડની જોગવાઇ જરૂરીઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૨૦: જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન  ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે આજે મોબાઇલ જીવન જરૂરીયાતની વસ્‍તુ છે જેની અવગણના થઇ શકે તેમ નથી. નાના બાળકોથી વૃધ્‍ધ સુધીના તેમજ અભણ અને શિક્ષિત માણસો માટે સમાચારનું માધ્‍યમ બની ગયું છે. નાના બાળકોને ખાવાનું કે રમકડું આપો તો રોવાનું  બંધ  નહી કરે પરંતુ મોબાઇલ આપો તો છાનું રહી જાય છે. આજના મોટાભાગના કામકાજ મોબાઇલ મારફત થવા મીડીયામાં અભદ્ર ભાષાના વીડીયો પશુ પક્ષીના વિવાદીત  કોલ રેકોડીંગમાં મનમાં આવે તેવા નિંદનીય શબ્‍દો બોલવા  સરકારના નિર્ણયો બાબતે ખોટી માહિતી આપતી તેમજ બીનજરૂરી ખોટા સમાચાર, આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરીને મીડીયામાં ચાલુ રાખવામાં આવે છે એ કેટલું વ્‍યાજબી છે.  માનવ જીવનમાંથી ખાનદાની, પ્રમાણિકતા  અને નીતીમતા તથા સંસ્‍કૃતિનો લોપ થતો જાય છે. આવા સંજોગોમાં મોબાઇલ માં સમાચાર કે માહિતી આપવાના બંધ કરવા માટે શકય હોય તો સરકારે કાયદાકીય રીતે દંડ કે સજાની જોગવાઇ કરવા માટે વિચારણા કરવી જોઇએ એવું સ્‍પષ્‍ટપણે મારૂ  માનવું છે. આ બાબતે કાંઇક અમલવારી થાય એવી સૌ કોઇની અપેક્ષા હોય એ સ્‍વભાવિક છે. તેમ ભીખાભાઇ બાંભણીયાએ અંતમાં જણાવ્‍યું છે.

(4:26 PM IST)