<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

શહેરમાં રાજમાર્ગો પર વધુ રર નવી સી.એન.જી. બસો દોડશે

સીટી બસ-બીઆરટીએસ અંતર્ગત ૧૯૯ બસ ૭૩ રૂટ પર કાર્યરત : ટ્રાફિક વાહનનો મહતમ લાભ લેવા અનુરોધ

રાજકોટ, તા. ર૧ : મહાનગરપાલિકા દ્વારા શહેરી બસ સેવામાં સી.એન.જી.ફયુઅલ આધારિત નવી ૨૨ બસ સેવા તા.૧૪/૧૨/૨૦૨૪ શનિવારથી શરૂ કરવામાં આવી. સિટી બસ સેવાનો મહત્તમ લાભ લેવા  પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનરનો અનુરોધ કરેલ છે.  

આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, નરેન્‍દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, તુષાર સુમેરા,  લીલુબેન જાદવ, મનિષભાઈ રાડીયાએ જણાવે છે કે, શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત ૫૦,૦૦૦ થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહેલ છે. સિટી બસ સેવામાં સિનિયર સિટિઝનને ફ્રી મુસાફરીની જાહેરાતના નિર્ણયથી અંદાજીત દૈનિક ૭,૦૦૦ થી વધુ સિનિયર સિટિઝન દ્વારા પણ લાભ લેવામાં આવે છે.

જેમાં નવા રૂટ ઉમેરવામાં આવેલ છે. ૧)  રૂટ નં-૭૮ (ઉમા પી.ટી.સી. કોલેજ થી ગ્રીનલેન્‍ડ ચોકડી) - ૪ બસ, ૨)  રૂટ નં-૭૯ (આજી ડેમ થી પરાપીપળીયા ગામ ક્રોસીંગ) - ૪ બસ,  ૩) રૂટ નં-૮૬ (ગોંડલ ચોકડી થી મારવાડી કોલેજ) - ૪ બસ,  ૪) રૂટ નં-બી ૨ (માધાપર ચોક થી ગોંડલ ચોક) - ૪ બસ સહિતના ૪ નવા રૂટ ઉમેરવામાં આવેલ છે.

આ ઉપરાંત વધારે ટ્રાફિક વાળા કુલ ૦૩ રૂટ માં લોકોની સુવિધા વધારવા માટે પ્રતિ રૂટ-૨ લેખે કુલ વધારાની ૬ નવી બસોનો વધારો કરવામાં આવેલ છે. એટલે કે આ રૂટ પર હવે પછી ૦૨(બે) બસ ને બદલે ૦૪ બસ કાર્યરત થશે.  ૧) રૂટ નં-૫ (રૈયા ગામ(શિલ્‍પન ઓનેક્ષ) થી ત્રંબા ગામ)   ૨) રૂટ નં-૧૩ (કોઠારીયા ચોકડી થી સંતોષીનગર(લાલબહાદુર ટાઉનશીપ), ૩) રૂટ નં-૪૬ (ત્રિકોણબાગ થી અર્પીત એન્‍જી. કોલેજ (હડાળા ગામ). ઉક્‍ત બસનો ઉમેરો થતા સિટી બસ તથા બીઆરટીએસ સેવા અંતર્ગત હાલમાં કુલ-૧૯૯ બસ દ્વારા કુલ-૭૩ રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ શહેરમાં સિટી બસ સેવાના હયાત રૂટ તેમજ નવા રૂટ ચાલુ કરવા બાબતે રૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્‍સી GIZ  સાથે ભારત સરકારના આવાસ, કેન્‍દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), જર્મન ફેડરલ મિનિસ્‍ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્‍ડ કરાયેલ સસ્‍ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્‍વોલીટી, ‘ક્‍લાઇમેટ એક્‍શન અને એક્‍સેસિવીલીટી (SUM-ACA)' સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્‍ટની અમલવારી માટેનો ટેકનિકલ સહયોગ વિનામુલ્‍યે આપવામાં આવી રહેલ છે.

(3:42 PM IST)