<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

પૂ.બંસરીજી મ.સ.ની ૭૬મી વર્ધમાન તપ આયંબિલ ઓળીના પારણા

પૂ.ધિરગુરૂદેવની નિશ્રા

રાજકોટઃ તા. ૨૧: શ્રી ઇન્‍દ્રસ્‍પ્રસ્‍થનગર સ્‍થા. જૈન સંઘના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવ અને સાધ્‍વીજી પૂ. નયનાજી મ.સ.નો મંગલ પ્રવેશ તા. ૨૫ ને બુધવારે સવારે  ૭-૩૦ કલાકે રૂપાબેન માંડણભાઇ માલધારીના નિવાસેથી (૧૦, ઇન્‍દ્રપ્રસ્‍થનગર, આદિત્‍ય બંગલો) વિહાર  યાત્રા અને પંચવટી સોસાયટી , રાજપથના પટાંગણે રમીલાબેન હરકીશન દાસ બેનાણી પરિવાર પ્રેરિત સ્‍વાગત કાર્યક્રમ અને નવકારથી યોજાશે.

જૈન ધર્મમાં વર્ધમાન આયંબિલ તપ ઓળીનું ખુબજ મહત્‍વ છે. ૧૪ વર્ષ ૩ મહિના અને ૨૦ દિવસમાં તપ પૂર્ણ થાય છે. કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આવા  મહાનતપના આરાધક પ્રવર્તિની પૂ. વનિતાબાઇ મ.સ.ના સુશિષ્‍યા પૂ. બંસરીજી મ.સ.ની ૭૬ મી આયંબીલ ઓળીના પારણા રાજપથ ખાતે રાખેલ છે.

સ્‍વાગત સમારોહ અમેરીકાના મહેશભાઇ વાધરની અધ્‍યક્ષતામાં યોજાશે. ગોૈમાતા જીવ રક્ષા યોજના અંતર્ગત જીવદયાનો લાભ પ્રફુલભાઇ તલસાણીયા અને નીલેશભાઇ પાટડીવાળાએ લીધેલા ગોૈમાતા પ્રતીક મેહુલભાઇ ધોળકીયાના હસ્‍તે અર્પણ કરાયેલ 

(3:54 PM IST)