<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ક્રિસ્‍ટલ સ્‍કૂલ દ્વારા શુક્રવારથી ત્રણ દિવસ ‘‘ક્રિસ્‍ટલ સ્‍કિલ એકસ્‍પો'' : નિઃશુલ્‍ક પ્રવેશ

સાયન્‍સ, મેથ્‍સ, સર્કસ, પપેટ શો સહીતના સ્‍ટોલ ઉભા કરાશે

રાજકોટ તા.૧૮ વિદ્યાર્થીઓ શિક્ષણથી સાથે વ્‍યવસાયીક જ્ઞાન હાંસલ કરે તેવા આશયથી ક્રિસ્‍ટલ સ્‍કૂલ દ્વારા તા. ૨૦ થી ૨૨ ત્રણ દિવસીય ‘‘ક્રિસ્‍ટલ સ્‍કિલ એકસ્‍પો'' નું આયોજન કરાયું છે.‘અકિલા'  ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ  હતુ કે જામનગર રોડ ઘંટેશ્‍વર પાર્ક પાસેક્રિસ્‍ટલ સ્‍કૂલના આંગણે શાળાના ચેરમેન ડો. રણજીતસિંહ ડોડીયા અને મેનેજીંગ ટ્રસ્‍ટી પ્રો. કેતનભાઇ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ થયેલ આ આયોજનમાં કે.જી. થી લઇને ધો.૧૨ સુધીના ૧૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.તા. ૨૦,૨૧,૨૨ ત્રિદિવસીય આ એકસ્‍પોમાં વિદ્યાર્થીઓ મેથ્‍સ, સાયન્‍સના પ્રોજેક્‍ટ રજૂ કરશે. જેમાં માર્કેટ બજાર સહિત અલગ અલગ સ્‍ટોલ ઉભા કરાશે. રોબોટીક્‍સ એન્‍ડ એ-આઇ,એકટીવીટી ઝોન, વોટર એનીમલ શો, ઇનોવેટીવ ફેશન શો, ટ્રેડીશનલ પપેટ શો, સર્કસ, ફોરીલેન્‍ડ સ્‍કીલ ઝોન, પેઇન્‍ટીંગ ઝોન, મેથ્‍સ ઝોન, સાયન્‍સ ઝોન, લેંગ્‍વેજ ઝોન, હેલ્‍થ ઝોન, લાઇવ પરફોર્મન્‍સ, કિડ્‍સ ઝોન એન્‍ડ ફૂડ ઝોન ગેમ ઝોન યુનિવર્સ થીમ, માર્કેટ થીમ, ફલાવર વેલી, સાંસ્‍કૃતિક ઝોન સહીતના સ્‍ટોલ જોવા મળશે.

મુલાકાતનો સમય બપોરે ૩ થી ૭ નો છે. જેમાં રસ ધરાવતા કોઇપણ શાળાના વિદ્યાર્થીઓ - વાલીઓને વિનામૂલ્‍યે પ્રવેશ અપાશે. વધૂને વધૂ લોકોએ લાભ લેવા અનુરોધ  કરાયો છે.તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા સંગીતાબેન ડોડીયા મેડમ, કેતનભાઇ પ્રજાપતિ અને વિદ્યાર્થીઓ હેમાંશી કાનાબાર, શ્રેયા વાલોદ્રા, જલ્‍પા સંચાનિયા, પ્રિયા નારનીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:54 PM IST)