<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

મનપાનું હસનવાડી-સહકાર સોસાયટી વિસ્‍તારમાં ડિમોલીશનઃ કાચા-પાકા મકાનો-દુકાનોનો કડુસલો

ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા અનામત પ્‍લોટ-ખાનગી પ્‍લોટમાંથી ગેરકાયદેસર દબાણો હટાવી ૬.૯ર કરોડથી વધુની જગ્‍યા ખુલ્લી કરાઇ

રાજકોટ, તા. ર૧: મનપાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી અનામત પ્‍લોટમાંથી ગેરકાયદે દબાણો દુર કરવા કવાયત હાથ ધરી છે. બે દિવસ પહેલા જ સામાકાંઠા વિસ્‍તારમાંથી ૬૦ જેટલા ઝુપડા હટાવી ૯૭ કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાયા બાદ આજે ફરી સેન્‍ટ્રલ ઝોનમાંથી કાચા-પાકા મકાનો, દુકાનો, કેબીન હટાવી ૬ કરોડથી વધુની જમીનનો કબ્‍જો મેળવ્‍યો છે.

મનપાની સત્તાવાર યાદી મુજબ મ્‍યુનિસિપલ કમિશ્નરતુષાર સુમેરાના આદેશ અનુસાર તથા એડી.સીટી એન્‍જીનીયર એ.એ. રાવલના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સેન્‍ટ્રલ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૧૪ તથા ૧૭ માં અનામત પ્‍લોટ નં. ર૩૧ તથા પ૧ માં થયેલ અંદાજીત ૧ર જેટલા ગેરકાયદેસર કાચા-પાકા મકાન/ દુકાનનું દબાણ દુર કરવા તથા ટી.પી. રોડ ખુલ્લો કરવામ ાટે ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

જેમાં વોર્ડ નં. ૧૪ માં અનામત પ્‍લોટ નં. ર૩૧ (ખુલ્લી જગ્‍યા ફાયર સ્‍ટેશન હેતુ તથા ૯ મીટર ટી.પી. રોડ) માં કાચા-પાકા મકાનોનું દબાણ દુર કરી પ૦૦-૦૦ ચો.મી.ની રૂા. ૩.૭પ કરોડની જગ્‍યા ખુલ્લી કરાઇ હતી. વોર્ડ નં. ૧૭ માં અનામત પ્‍લોટ નં. પ૧ (ગાર્ડન હેતુ) માં કાચા-પાકા મકાન/દુકાનોનું દબાણ દુર કરતા ૩૦૦.૦૦ ચો.મી. જમીન જે અંદાજીત રૂા. ૩ કરોડ જેટલી છે તેનો કબ્‍જો લેવામાં આવેલ હતો.

ઉપરાંત વોર્ડ નં. ૧૭ માં આવેલ હસનવાડી મેઇન રોડ ઉપર આવેલ ખાનગી પ્‍લોટમાં ગેરકાયદેસર આવેલ પતરાની કેબીન દુર કરી ૩૮.૦૦ ચો.મી. જગ્‍યા તથા વોર્ડ નં. ૧૭ માં આવેલ સહકાર સોસાયટી મેનઇ રોડ/ કોઠારીયા મેઇન રોડ કોર્નર પર આવેલ અનામત પ્‍લોટ નં. રપ૩ (હાઉસીંગ ફોર એસ.ઇ.ડબલ્‍યુ.એસ હેતુ)  માં કાચા મકાનનું દબાણ દુર કરતા ૩પ.૦૦ ચો.મી. જમીન રૂા. ૧૭.પ૦ લાખ તંત્રએ હસ્‍તગત કરી હતી.  આમ કુલ ૮૭૩.૦૦ ચો.મી. ની રૂા. ૬,૯ર,પ૦,૦૦૦/- ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડિમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા (સેન્‍ટ્રલ ઝોન) ના તમામ સ્‍ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ

 

(4:02 PM IST)