<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

હિટ એન્‍ડ રનના ૧૯ અકસ્‍માતમાં મૃતકના વારસદારોને ૩૮ લાખનું વળતર ચૂકવાયુ

ગંભીર અકસ્‍માતના ૭ કેસમાં ૩.પ૦ લાખનું વળતર અપાયુઃ શહેર ટ્રાફિક શાખાએ ભોગ બનનારનો સંપર્ક કરી કેન્‍દ્ર સરકારની યોજનાનો લાભ અપાવ્‍યો

રાજકોટ, તા.૨૧: કેન્‍દ્ર સરકારની યોજના અંતર્ગત ‘હિટ એન્‍ડ રન'ના ૧૯ અકસ્‍માતમાં મૃતકના વારસદારોને રૂા.૩.પ૦ લાખનું વળતર અપાવી શહેર ટ્રાફિક પોલીસે કેન્‍દ્ર સરકારની યોજનાનો લાભ અપાવ્‍યો હતો.

મળતી વિગત મુજબ કેન્‍દ્ર સરકારની યોજના કોમ્‍પસેશન વીકટીમ્‍સ ઓફ હિટ એન્‍ડ રન મોટર એકસીડન્‍ટ સ્‍કીમ-૨૦૨૨ અંતર્ગત હિટ એન્‍ડ રન અકસ્‍માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર માટે આ સ્‍કીમનો લાભ અપાવવા માટે પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સૂચનાથી ટ્રાફીકના ડીસીપી પુજા યાદવ તથા પીઆઈ જે.બી. ગઢવીએ શહેરમાં અલગ અલગ વિસ્‍તારમાં બનેલ હિટ એન્‍ડ રનના કુલ ર૬ કેસોમાં મૃતકના વારસદારોનો સંપર્ક કરી આ સ્‍કીમ અંતર્ગત માહિતગાર કરી ટ્રાફીક શાખાની ઓફીસે બોલાવી ફોર્મ ભરાવડાવી અલગ-અલગ મામતદારની કચેરી ખાતે મોકલવામાં આવ્‍યા હતા. બાદ કલેકટર કચેરી ખાતે મોકલવામાં આવ્‍યા, બાદ ચકાસણી કરાયા બાદ મૃતકોના વારસદારોને વળતર ચૂકવવા માટેનો નિર્ણય કરવામાં આવતા ટ્રાફીક સાખા દ્વારા મૃતકોના વારસદારોનો સંપર્ક કરી તેઓને વહેલી તકે વળતરની રકમ મળી રહે, તે માટે તમામ કચેરીના સંકલનમાં રહીને કુલ ૧૯ માર્ગ અકસ્‍માતમાં મૃતકોના વારસદારોને રૂા.૩૮ લાખ તેમજ ગંભીર અકસ્‍માતનાં ૭ કેસમાં રૂા.૩.પ૦ લાખ એમ કુલ વારસદારોને વળતર પેટે રૂા.૪૧.પ૦ લાખ વારસદારોના બેંક એકાઉન્‍ટમાં જમા કરાવવામાં આવ્‍યા હતા.

તેમજ માર્ગ અકસ્‍માતના કેસોમાં બાકી રહેલ ભોગ બનનારના વારસદારોને વહેલી તકે વળતર મળી રહે તે માટેની કાર્યવાહી ટ્રાફીક શાખા દ્વારા કરવામાં આવી રહી છે.

 

(4:08 PM IST)