તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Sunday, 22nd December 2024
રાજકોટમાં ટ્રાફીક પોલીસની ડ્રાઇવઃ ર૩૩ વાહનો ડીટેઇન

રાજકોટઃ રાજકોટ પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ ઝા સાહેબ ની સૂચના થી, એડિશનલ સી પી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ ના માર્ગદર્શન નીચે ડીસીપી પુજા યાદવ, ઇન્ચાર્જ ઝોન 1અને ઝોન 2 શ્રી જગદીશ બાંગરવા સાહેબ ની રાહબરી હેઠળ ગઈ કાલે તારીખ 21/12/24 ના રોજ ખાસ કરીને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ, રીક્ષા, તથા ફોર વહીલર્સ વિરુદ્ધ ટ્રાફિક ડ્રાઈવ આપવામાં આવી હતી જેમાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા 91 મોટરસાયકલસ, 2 ટ્રેક્ટર, 22 રીક્ષા મળી 115 વાહનો ડિટેન કર્યા હતા.
ઝોન 1 વિસ્તાર ના પોલીસ અધિકારી ઓ દ્વારા 56 મોટરસાયકલ્સ, 2 કાર તથા 1 રીક્ષા મળી કુલ 59 વાહનો ડિટેન કર્યા.
ઝોન 2 વિસ્તારના અધિકારી ઓ દ્વારા 59 મોટર સાયકલ્સ ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આમ કુલ, 206 ટુ વહીલર્સ, 2 કાર, 2 ટ્રેક્ટર્સ, અને 23 રીક્ષા મળી 233 વાહનો ડિટેન *કર્યા..
આ કામગીરી માં ટ્રાફિક, ઝોન 1 ને ઝોન 2 ના તમામ પોલીસ અધિકારી શ્રી ઓએ ભાગ લીધો હતો..*

(1:55 PM IST)










