<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

રાજકોટમાં રોબોટીક આસીસ્‍ટેડ જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ સર્જરી

સૌરાષ્‍ટ્રમાં જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટની સારવારમાં નવી ક્રાંતિ: સૌરાષ્‍ટ્રની ખ્‍યાતનામ પ્રભુકળપા હોસ્‍પિટલ દ્વારા સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સૌપ્રથમ આ સુવિધા ઉપલબ્‍ધ બનાવતા વિખ્‍યાત ઓર્થોપેડીક સર્જન ડો.કેતન શાહઃ જોઈન્‍ટ રીપ્‍લેસમેન્‍ટ સર્જરી દર્દીઓ માટે વરદાનરૂપ

રાજકોટઃ પત્રકાર પરીષદમાં માહિતી આપતા ડો.કેતન શાહ, તુષાર લુણાગરીયા, ડો.દેવ શાહ અને વિરલ સંઘવી નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૩: રાજકોટની પ્રભુકળપા હોસ્‍પિટલમાં સૌપ્રથમ રોબોટિક અસિસ્‍ટેડ જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી હવે   ઉપલબ્‍ધ બની છે.આ સુવિધા ઉપલબ્‍ધ બનાવવાનું શ્રેય ખ્‍યાતનામ ડો. કેતનભાઇ શાહને ફાળે જાય છે.

રોબોટિક આસિસ્‍ટન્‍ટ જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી અંગે યોજાયેલી પત્રકાર પરીષદમાં ડો. કેતન શાહે જણાવ્‍યું હતું કે આ નવી ટેકનોલોજી દર્દીઓ માટે વરદાનરૂપ છે. અહી સર્જરી દરમિયાન દર્દીઓને કોઈ પેઇન  પણ થતું નથી. અને શ્રેષ્ઠ રિઝલ્‍ટ મળે છે અને દર્દીને એક જ દિવસમાં સંપૂર્ણ સ્‍વસ્‍થ થઈ જાય છે. ડો.કેતન શાહે જણાવ્‍યું હતું કે અમેરિકન બનાવટના આ રોબોટિક મશીન દ્વારા સૌરાષ્‍ટ્રના દર્દીઓની સારવાર હવે શકય બને છે કારણ કે ગુજરાતમાં હાલ માત્ર અમદાવાદ અને હવે રાજકોટ ખાતે આ મશીન થકી સારવાર ઉપલબ્‍ધ બની છે.

૨૦૦૬ માં ડો. કેતન શાહએ જનરલ ઓર્થોપેડિક પ્રેક્‍ટિસને છોડીને એક્‍સક્‍લુઝીવ જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી તરફ તેમનું ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. તે સમયમાં આ પ્રકારનો કોન્‍સેપ્‍ટ સૌરાષ્‍ટ્રમાં પ્રચલિત ન હતો, પરંતુ એવા અસંખ્‍ય દર્દીઓ કે જેવો સાંધાના રોગ અને પીડાથી લાચારી અનુભવતા હતા, તેમને પોતાની સારવાર અર્થે અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરોમાં જવું પડતું હતું. આવા સેન્‍ટરોમાં આ પ્રકારની સારવાર મેળવવી એક સામાન્‍ય નાગરીક માટે અતિશય ખર્ચાળ પણ હતી. પરંતુ પ્રભુકળપા હોસ્‍પિટલમાં  ડો. કેતન શાહ દ્વારા જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ ક્ષેત્રે એક આગવું સ્‍થાન ધરાવતા થયા અને ખાસ કરીને કોઈપણ કારણોસર નિષ્‍ફળ ગયેલ પ્રાથમિક જોઈન્‍ટ રિપ્‍લેસમેંટ સર્જરી માટે ખૂબ જટીલ મનાતી રિવિઝન જોઇન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ સર્જરી માટે તેમની સફળતા નોંધનીય છે. ડો. કેતન શાહ દ્વારા મુશ્‍કેલ સ્‍થિતિઓ જેમ કે બંને ગોઠણના, બંને થાપાના રિપ્‍લેસમેન્‍ટ, અડધો સાંધાના ઓપરેશન એક સાથે કરવા, સંધિવાના દર્દીઓ માટે રિપ્‍લેસમેન્‍ટ કરવું ગોઠણ કે થાપાના ઘસારાની સાથે સંલગ્ન હાડકા ફ્રેક્‍ચર હોય અને તેમાં રિપ્‍લેસમેન્‍ટ ઓપરેશન કરવામાં પોતાની આગળ સર્જીકલ ટેકનિકને હિસાબે ડો. કેતન શાહ અદભુત પરિણામ આપતા રહ્યા.

ટેકનોલોજીના આગ્રહી અને દુનિયાની સાથે હંમેશા અપડેટેડ રહેવા ડો. કેતન શાહ હાલમાં વિશ્વનું સૌથી એડવાન્‍સ અને સર્વોચ્‍ચ રોબોટ લઈને આવ્‍યા છે. આ પ્રકારની ટેકનોલોજી માનવજાત માટે આશીર્વાદ સ્‍વરૂપ છે. જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ ક્ષેત્રે આ રોબોટ જે અમેરિકાની ખ્‍યાતનામ કંપની સ્‍ટ્રાઇકર તરફથી વિકસાવેલ છે અને આજની તારીખનું મોસ્‍ટ એડવાન્‍સ છે. તેનું નામ મેકો છે. મેકો સ્‍માર્ટ રોબોટ છે. મેકો સ્‍માર્ટ રોબોટ ના સહયોગથી થતા જ રિપ્‍લેસમેંટ ઓપરેશનના મુખ્‍ય ફાયદા ચોકસાઈ, એકયુરેસી, પ્રોસીઝર, લોહીનૐ નહીવત બગાડ, ખુબ ઓછી હાડકાનું ઓછું કપાવું સ્‍નાયુઓ લિગામેન્‍ટની બિલકુલ ઈજા ન થવી, દર્દીઓ માટે કસ્‍ટમાઈઝડ ટ્રેલરમેડ સારવાર  ઉપલબ્‍ધ હોવી, ઝડપી રિકવરી, પીડા રહિત ફિઝીયોથેરાપી અને રિહેબિલિટેશન જેવા મુદ્દાઓ કહી શકાય, પ્રભુકળપા હોસ્‍પિટલને સૌરાષ્‍ટ્રની પ્રથમ અને એકમાત્ર હોસ્‍પિટલ છે કે જ્‍યાં આ પ્રકારની રોબોટિક જોઈન્‍ટ પ્‍લેસમેન્‍ટ સર્જરીની સુવિધા ઉપલબ્‍ધ બની છે.

ડો. કેતન શાહએ આવનારા ૨૦ વર્ષમાં જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટ ના દર્દીઓની સંખ્‍યામાં ઘણો વધારો થવાની વાત પણ કરી હતી તેમણે જણાવ્‍યું હતું કે આગામી વર્ષોમાં પાંચ વ્‍યક્‍તિએ એક વ્‍યક્‍તિને આ સમસ્‍યાનો સામનો કરવો પડી શકે તેમ છે તેના માટે જીવનશૈલી બેઠાડું જીવન ખોરાકની પસંદગી તેમજ કસરતનો અભાવ મુખ્‍ય કારણ હોવાનું પણ જણાવ્‍યું હતું. તુલી ઓર્થોપિક્‍સના તુષાર લુણાગરિયા એ પણ જોઈન્‍ટ રિપ્‍લેસમેન્‍ટની ટેકનીકલ બાબતો ઉપર પ્રકાશ ફેંકયો હતો અને આ મશીન સૌરાષ્‍ટ્રમાં હવે રાજકોટ ખાતે પ્રભુકળપા હોસ્‍પિટલમાં ઉપલબ્‍ધ બનતા સારવારમાં વધારે એકયુરસી મેળવી શકાશે. મેકો સ્‍માર્ટ રોબોટિક પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવવા માટે પ્રભુકળપા હોસ્‍પિટલ કસ્‍તુરબા રોડ, જ્‍યુબેલી ગાર્ડન પાસે સિનિયર સિટીઝન પાર્ક સામે સંપર્ક કરી શકાય છે.આ પત્રકાર પરિષદમાં ડો. કેતન શાહ ઉપરાંત પ્રભુકળપા હોસ્‍પિટલના ડો. દેવ શાહ, તુલી ઓર્થોસિસના તુષાર લુણાગરિયા તેમજ સ્‍ટ્રાઇકર ઇન્‍ડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરલ સંઘવી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:23 PM IST)