<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

તા. ર૯ના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો પ૯મો પદવીદાન સમારોહ

કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી-શિક્ષણ મંત્રી ઋષીકેશ પટેલ સહિતની ઉપસ્‍થિતિઃ ૧૩ વિદ્યાશાખાના ૧૦૯ છાત્રોને ૧ર૩ ગોલ્‍ડ મેડલ એનાયતઃ જામનગર મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને ૪ સુવર્ણચંદ્રક એનાયત : થશેઃ પદવીદાનનું લાઇવ પ્રસારણઃ કાર્યકારી કુલપતિ ડો. કમલસિંહ ડોડીયાના નેતૃત્‍વમાં આયોજન

રાજકોટ તા. ર૩: સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો પ૯મો પદવીદાન સમારંભ આગામી તા. ર૯ને રવિવારના સવારે ૧૧ કલાકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલશ્રી અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષસ્‍થાને, શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલની વિેશષ ઉપસ્‍થિતિમાં યોજાશે. કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિદ્યાશાખાના ૪૦૦૧પ દિક્ષાર્થીઓને પદવીઓ તથા ૧ર૩ ગોલ્‍ડમેડલ તથા ર૧૮ પ્રાઇઝ એનાયત કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પ૯ મા પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિદ્યાશાખાના ૧૦૯ વિદ્યાર્થીઓને કુલ ૧ર૩ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે જેમાં દાતાશ્રીઓ તરફથી કુલ પ૩ ગોલ્‍ડમેડલ અને સૌરાષ્‍ટ્ર યુ઼નિવર્સિટી તરફથી કુલ ૭૦ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે. દાતાશ્રીઓ તરફથી કુલ ૧૦૮ પ્રાઇમ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ ૧૧૦ પ્રાઇઝ મળીને ર૧૮ પ્રાઇઝ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. પદવીદાન સમારોહમાં ગોલ્‍ડમેડલ મેળવનાર કુલ ૧ર૩ દિક્ષાર્થીઓમાં ૩૯ વિદ્યાર્થીઓ તથા ૮૪ વિદ્યાર્થીનીઓ મળીને કુલ ૧ર૩ ગોલ્‍ડમેડલ એનાયત કરવામાં આવશે.

જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૦૪ ગોલ્‍ડમેડલ અને ૦૩ પ્રાઇઝ, જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ.માં ૦૩ ગોલ્‍ડમેડલ અને ૦૭ પ્રાઇઝ, શ્રીમતી પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્‍યાસ દેવાંગીને એલ.એલ.બી.માં ૦૩ ગોલ્‍ડમેડલ અને ૦૬ પ્રાઇઝ, મોંઘીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થીની ડાભી ભૂમિકાબેન બી.એ. ગુજરાતીમાં ૦૩ ગોલ્‍ડમેડલ તથા ૦ર પ્રાઇઝ એનાયત થશે.

પદવીદાન સમારોહના ગરીમાપૂર્ણ આયોજન માટે કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયાના અધ્‍યક્ષસ્‍થાને કોલેજોના આચાર્યશ્રીઓ, ભવનોના અધ્‍યક્ષશ્રીઓ તથા યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ સાથે મીટી઼ગ આયોજન કરવામાં આવશે. પદવીદાન સમારોહના આયોજન સંદર્ભે કુલપતિશ્રી સૌને માર્ગદર્શિત કરશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૯મા પદવીદાન સમારોહની ભવ્‍ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૯મા પદવીદાન સમારોહની ભવ્‍ય સફળતા માટે જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ પ૯મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા નીચે મુજબ છે.

વિદ્યાશાખાઃ વિનયન વિદ્યાશાખા પદવીઓની સંખ્‍યાઃ ૧૧૮૭૯, શિક્ષણ વિદ્યાશાખા-૪૦૩૮, વિજ્ઞાન વિદ્યાશાખા-૬ર૯૬, ઇજનેરી વિદ્યાશાખા-૦૪, કાયદા વિદ્યાશાખા-૧૮૮પ, તબીબી વિદ્યાશાખા-૧ર૩ર, વાણિજય વિદ્યાશાખા-૧૧૪૭૮, ગ્રામવિદ્યા વિદ્યાશાખા-૧૩પ, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા-ર૦૯, હોમીયોપેથી વિદ્યાશાખા-૬૧પ, બિઝનેસ મેનેજમેન્‍ટ વિદ્યાશાખા-ર૦૬૧, આર્કીટેકચર વિદ્યાશાખા-૬૮, પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા-ર૩, ફાર્મસી વિદ્યાશાખા-૯ર કુલ ૪૦૦૧પ પદવી એનાયત થશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૯મા ગરીમાપૂર્ણ પદવીદાન સમારંભમાં પદવી મેળવનાર તથા તમામ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધકર્તાઓએ પદવીદાન સમારંભના લાઇવ પ્રસારણનો લાભ લેવા અનુરોધ છે.

ગરીમાપૂર્ણ પ૯માં પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયા તથા કુલસચિવ ડો. રમેશભાઇ પરમારના માર્ગદશર્શ્રન હેઠળ પરીક્ષા નિયામક ડો. મનીષભાઇ શાહ, ઓ.એસ.ડી. નીલેષભાઇ સોની, પરીક્ષા ડીગ્રી વિભાગ તથા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવારના સૌ કાર્યરત છે.

(3:36 PM IST)