News of Monday, 23rd December 2024
સિદસર મહોત્સવમાં ૨૬મીએ ગુરૂવારે ‘ગોવેદ' વિમોચન
ગીરના જંગલમાં બેસીને મનસુખ સુવાગીયાએ આ અણમોલ ગ્રંથની રચના કરીઃ ભારતના ૫૦થી વધુ અને વિશ્વના ૩૦૦ ગોવંશ લુપ્ત થવા જઈ રહ્યા છે

રાજકોટ : જળક્રાંતિ ટ્રસ્ટના પ્રુમખ પ્રણેતા અને લુપ્ત થવા થઈ રહેલા દેશના અનેક ગૌવંશોને લુપ્ત થતા બચાવવા અથાગ પ્રયાસો કરી રહેલા શ્રી મનસુખભાઈ સુવાગીયા (મો.૯૪૨૬૨ ૫૧૩૦૧) લિખિત ‘ગોવેદ'નું સિદસર ખાતે યોજાયેલ ઉમિયા માતાજી મંદિર મહોત્સવમાં તા.૨૬ને ગુરૂવારે વિમોચન થઈ રહ્યાનું ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
શ્રી સુવાગીયાઓ આ ‘ગોવેદ' ગ્રંથ ગીરના જંગલમાં બેસીને લખ્યો છે. આજે અકિલા કાર્યાલયે નિમંત્રણ આપવા આવેલ શ્રી મનસુખભાઈ સુવાગીયાએ કહ્યુ હતું કે, લુપ્ત થતી ગીર - કાંકરેજ ગાયને વિશ્વ સ્તરે પ્રસિદ્ધિ આપી બચાવવાના જળક્રાંતિ ટ્રસ્ટના ઐતિહાસિક સફળ પ્રયાસ પછી હવે ભારતના ૫૦ થી વધુ અમૂલ્ય ગૌવંશ અને વિશ્વના ૩૦૦થી વધુ ગૌવંશ લુપ્ત થવા જઈ રહ્યા છે. ત્યારે વિશ્વ ગોરક્ષાના ધ્યેયથી તેઓ આ ગોવેદ ગ્રંથનું સર્જન કરવા ગીરજંગલમાં ગયા હતા. ગોવેદનું સર્જન ઈશ્વર પ્રેરીત છે. આવા ગોવેદનું અવતરણ - વિમોચન એ ભારતીય સંસ્કૃતિને, સુવર્ણ અવસર હોવાનું શ્રી મનસુખભાઈ સુવાગીયા જણાવેલ છે. મનસુખભાઈની સનાતન ધર્મની ધજા ફરકાવી રહેલા, આધ્યાત્મિકતાની ટોચે પહોંચેલા શ્રી સુરેશભાઈ ચાવડા તસ્વીરમાં નજરે પડે છે.
શ્રી મનસુખભાઈએ જણાવેલી વિગતો નીચે મુજબ છે. હાથીની અંબાડી ઊપર બળદગાડામાં ઐતિહાસિક ‘ગોવેદ યાત્રા'.
ગોવેદ સર્જન દ્વારા ગીર-કાંકરેજ, ગોક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાનો વિશ્વ ગોરક્ષા સંકલ્પ.
ર૦મી સદીના અંતે ગીર-કાંકરેજ અને ભારતીય ગોવંશો લુપ્ત થવા આવ્યા, તેનાથી સરકાર પણ અજાણ હતી. લોકો-ગોસેવકો, ધર્મ-ચારકો ગીર-કાંકરેજ અને ભારતીય ગૌવંશના નામ-જાતિગુણોથી પણ અજાણ હતાં. એવા વિકટકાળે જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ હજારો ગામોમાં ફરીને ગીર-કાંકરેજ-ભારતીય દેશી ગોવંશની ગાયની સ્થિતિ-લુપ્તતાનો અભ્યાસ કર્યો.
દેશી ગોવંશનું જર્સી/એથ એક. જાનવરો સાથે વર્ણસંકર, ટ્રેક્ટર, રાસાયણિક ખાતરો અને અમૂલ વિગેરે દૂધની ડેરીઓમાં ગાય- ભેંસ-જસીંના દૂધ ભેગા કરીને માત્ર ડેરીના દૂધ-ઘી તરીકે વેચાણથી દેશી ગોવંશ વિનારાના સાચા કારણો દેશ સમક્ષ મુકયાં. માત્ર પાંચ હજાર ગીર અને ૨૦ હજાર જ કાંકરેજ ગાય બચી છે એ ચિત્ર દેશ સમક્ષ મુકયું.
મનસુખભાઈ સુવાગીયાએ ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે સૂત્ર આપ્યું. (૧) દેશી ગાય આપણા આંગણે, (૨) જાતવાન નંદીથી ગોસંવર્ધન, (૩) માતાના ગર્ભથી જીવનપર્યંત ગાયના દૂધ-ઘી-છાસનો આહાર, (૪) ગોબર-ગોમૂત્રથી ગાય આધારિત -ાકળતિક કળષિ (૫) જળસમસ્યા મુક્ત ગામ (૬) નંદી સિવાયના વાછરડાનું ખસીકરણ અને (૭) જર્સી/એચ. એફ. જાનવરને દેશવટો. સૂત્રો દ્વારા ગાયથી માનવ-કળષિ-રાષ્ટ્ર કલ્યાણની સાત સિદ્ધાંતની નવી યોજના જગતને આપી તેમજ દેશી ગોવંશનો અભ્યાસ કરીને ગીર ગાય ગ્રંથ, કાંકરેજ ગાય ગ્રંથ, ગાય આધારિત પ્રાકળતિક કળષિ અને ગોસત્ત્વ ગ્રંથો લખ્યાં. રાજ્યના ૫૦૦૦ ગામોની યાત્રા કરીને ગોરક્ષાના સાત સિદ્ધાંતોનો સંકલ્પ લેવડાવ્યો. અને આ ગ્રંથોની ગુજરાતી-હીન્દી ૮ લાખ નકલનું વિતરણ કર્યું.
પરિવર્તન : મફત કે બે-પાંચ હજારમાં મળતી ગીર-કાંકરેજ ગાયનું ૧ થી ૧૧ લાખ રૂા. અને નંદીનું બે થી ૩૦ લાખ રૂા. મૂલ્ય થયું. ઉપેક્ષિત દૂધનું ૧૦૦ રૂા. લીટર અને ઘીનું બે હજાર રૂા. કિલો મૂલ્ય થયું. ગીર-કાંકરેજ ગાયની સંખ્યા ૨૫ હજારથી વધીને પાંચ લાખ રૂા. થઈ. આ પરિવર્તનને વિદ્વાનોએ ગોક્રાંતિ નામ આપ્યું. મનસુખભાઇ સુવાગીયા આ સફળતાથી ગોક્રાંતિના પ્રણેતા તરીકે લોકહૃદયમાં સ્થાન પામ્યા.
ગીર-કાંકરેજ ગોરક્ષાની ઐતિહાસિક સફળતા પછી મનસુખભાઈએ ભારતના લુપ્ત થતાં ૫૬ અને વિશ્વના ૩૦૦થી વધુ ગોવંશની સુરક્ષાના ધ્યેયથી ગોવેદ મહાગ્રંથ લેખનનો સંકલ્પ કર્યો. જેના માટે ગીર જંગલના ખજૂરીનેસમાં લાખુમા અને નનાભાઈ વણઝારાના આંગણે નિવાસ કરીને ગોવેદ લેખન માટે જંગલમાં ઝુંપડી બનાવી. ૧૧૧ દિવસ ખજૂરીનેસમાં વસીને વિશ્વ પ્રેરક ગોવેદ મહાગ્રંથની રચના કરી.
મનસુખભાઈએ પોતાના ૨૦ વર્ષના ગોરક્ષા કાર્યમાં એક લીટીની નોંધ કરી નહોતી, ઈશ્વર પ્રેરિત આત્મજ્ઞાન અને ૨૦ વર્ષના ગોતપની અંતઃસ્ફુરણા થઈ. ગાયનું ભૌતિક અને સૂક્ષ્મ સ્વરૂપ, ગોવંશની ઉપયોગીતા, ગોવંશ વિનાશના કારણો અને પુનઃ પૂર્ણ જાતવાન-દૂધાળ ગોવંશ નિર્માણની ૧૬ કામધેનુ સૂત્ર યોજનાનું ગોવેદમાં આ લેખન કર્યું. ઉપરાંત ભારતના ૫૬ ગોવંશના દિવ્યગુણ, ગોવંશની પ્રાકળતિક ચિકિત્સા, ગોપાલન વિજ્ઞાન અને ગોવંશને પોષક ઘાસ-વળક્ષો-વનસ્પતિઓનું આલેખન કર્યું.
ઘોધાવદરના નિરંજનભાઈ રાજ્યગુરુએ મનસુખભાઈ લિખિત ગોગ્રંથને ભારતીય સંસ્કળતિનો પાંચમો વેદ ‘ગોવેદ' નામ આપ્યું. અરૂણભાઈ દવે-લોકભારતી, ડૉ. પાંચાભાઈ દમણિયા-ઉના, કળષિ વૈજ્ઞાનિક બાબુભાઈ ગોલકિયા, વિદ્વાન સાહિત્યકાર રવજીભાઈ રોકડ અને સાંસદ પુરુષોતમભાઈ રૂપાલાએ બે વખત ગોવેદનું વાંચન કરીને તેને વેદકાળનો વિશ્વ પ્રેરક ગોવિજ્ઞાન ગ્રંથ તરીકે બિરદાવ્યો છે.
ગોવેદને ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં છપાવીને વિશ્વના ૨૦૦ દેશની સરકાર, વિદ્યાપીઠો, ધર્મસ્થાનો, વૈજ્ઞાનિકોને મોકલાશે, ગોવેદ જ્ઞાનથી વિશ્વ ગોવંશરક્ષાનું જળક્રાંતિ ટ્રસ્ટનું ધ્યેય છે. હોવાનું શ્રી મનસુખભાઈ સુવાગીયા (પ્રમુખ - જળક્રાંતિ ટ્રસ્ટ)એ જણાવ્યુ છે.
(3:37 PM IST)










