તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 23rd December 2024
રાજકોટ લેબર બાર એસો.ની ચૂંટણીમાં સુનીલ વાઢેરની હેટ્રીક : ત્રીજી વખત પ્રમુખપદે બિનહરીફ વરણી કરાઇ
ઉપપ્રમુખ વી.કે. ટીંબડીયા, મંત્રી જે.જે. પાઠક કારોબારીમાં પાંચ સભ્યોની વરણી

રાજકોટ, તા. ર૩ : રાજકોટ લેબર બારની ચુંટણીમાં સુનીલભાઈ વાઢેર ત્રીજી વખત લેબર બારમાં બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાયા.
રાજકોટ તા.૨૦.૧૨.૨૦૨૪ ના રોજ રાજકોટ લેબર બારની સને ૨૦૨૫ ના વર્ષના પ્રમુખ તરીકેની ચુંટણી તા.૨૦.૧૨.૨૦૨૪ના રોજ યોજવામાં આવેલ હતી.
જેમાં રાજકોટ લેબર બારની સામાન્ય સભામાં સુનિલભાઈ વાઢેરને પ્રમુખ તરીકે ચુંટવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે.
એડવોકેટ સુનીલભાઈ વાઢેર છેલ્લા બે વર્ષથી પ્રમુખ તરીકે લેબર બારના પ્રમુખ તરીકે અગાઉ કાર્યરત હતા અને હાલના વર્ષમાં પણ તેઓ ફરી પ્રમુખ તરીકેની જવાબદારી સુપ્રત કરવાનું બાર એસોસીએશનના જનરલ બોર્ડમાં સર્વાનુમતે નક્કી કરેલ, અને સુનિલભાઈ વાઢેરને સતત ત્રણ વર્ષથી બિનહરીફ પ્રમુખ તરીકે ચુંટાયેલ છે.
રાજકોટ લેબર બારની સામાન્ય સભામાં વી.ડી.મહેતા, એડવોકેટે ચુંટણી કમિશ્નર તરીકેની ફરજ બજાવેલ તથા સામાન્ય સભાનું સંચાલન જયેશભાઈ યાદવ, એડવોકટ દ્વારા કરવામાં આવેલ હતુ. હસમુખભાઈ તળપદાએ વાર્ષિક હિસાબો રજૂ કરેલ અને ત્યાર બાદ જનરલ બોર્ડે હિસાબોની બહાલી આપેલ હતી.
રાજકોટ લેબર બાર એસોસીએશનના વર્ષ-૨૦૨૫ના હોદેદારોમાં સુનીલભાઈ પી.વાઢેર (પ્રમુખ), વિજયભાઈ કે. ટીંબડીયા (ઉપ પ્રમુખ-૧), શૈલેષભાઈ એન. વ્યાસ (ઉપ પ્રમુખ-૨), જયેશભાઈ જે. યાદવ (મંત્રી), ધ્રુવ કુમાર સી.જોષી (સહમંત્રી), હસમુખભાઈ પી.તરપદા (ખજાનચી), નીખીલભાઈ પી. ભટ્ટી (લાયબ્રેરીયન) તરીકે વરણી કરવામાં આવેલ છે. તેમજ લેબર બાર એસોસીએશનના કારોબારી સભ્યો તરીકે હર્ષદભાઈ એલ. બારૈયા, ધવલભાઈ એમ.તન્ના, સંજયભાઈ કે.નાયક તથા નીતીનભાઈ એલ.સખરાણી કારોબારી સભ્યો તરીકે નીમવામાં આવેલ છે.(૯.રર)
(3:48 PM IST)










