<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

રાજકોટ પોલીસે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પકડેલા ૮૩ લાખના માદક દ્રવ્‍યોનો નિકાલ

૧૨૬ ગુના પૈકી ૭૧ ગુનામાં ઝડપી લેવાયેલો ગાંજો, મફેડ્રોન, ચરસ, અફીણ, મોરફીન, પોશ ડોડા અને કેનેબીઝના તત્‍વોવાળી તરંગ વિજ્‍યાવટી સહિતના મુદ્દામાલનું કોર્ટ સમક્ષ ફરીથી વજન કરી ભચાઉ નજીક ફેક્‍ટરીની ભઠ્ઠીમાં ઓગાળી નખાયોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી. બી. બસીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા સહિતની ડ્રગ્‍સ ડિસ્‍પોઝલ કમિટીની હાજરી

રાજકોટઃ શહેર પોલીસની મહત્‍વની બ્રાંચો અને જુદા જુદા પોલીસ સ્‍ટેશન દ્વારા છેલ્લા અઢીથી ત્રણ વર્ષ દરમિયાન ૧૨૬ ગુનામાં ઝડપી લેવાયેલા નશીલા દ્રવ્‍યો પૈકી ૭૨ ગુનાના આશરે ૮૩ લાખની કિંમતના મુદ્દામાાલનો કચ્‍છના ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામમાં આવેલી સરકાર નિર્દેશીત સોૈરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રોજેક્‍ટ પ્રા.લિ.ની ભઠ્ઠીમાં ડ્રગ્‍સ ડિસ્‍પોઝલ કમિટીના સભ્‍યોની હાજરીમાં નાશ કરવામાં આવ્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા દ્વારા છેલ્લા વર્ષોમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ જપ્‍ત થયેલા મુદ્દામાલનો નિકાલ કરવા માટે ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા અને એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા સહિતની ડિસ્‍પોઝીબલ કમિટીની રચના કરવામાં આવી હતી. ગાંજો, મેફેડ્રોન, ચરસ, અફીણ, મોરફીન, પોશ ડોડા અને કેનેબીઝના ઘટકવાળા દ્રવ્‍યોનો નાશ કરતા પહેલા કોર્ટના ન્‍યાયાધીશ સમક્ષ કાયદાની પ્રક્રિયાને અનુસરી વજન કરાવવાનું રહે છે અને ત્‍યારબાદ તેને કમિટીના અધિકારીઓની હાજરીમાં જ નિકાલ કરવાનો રહે છે. આ પ્રક્રિયાને અનુસરી અધિકારીઓએ આ જથ્‍થાનો નાશ કર્યો હતો. અન્‍ય ગુનાઓ પેન્‍ડીંગ હોવાથી બાકીનો મુદ્દામાલ હજુ પોલીસ કસ્‍ટડીમાં રહેશે. જે માદક પદાર્થનો નાશ કરાયો તેમાં ૫૫,૯૪,૬૭૦નો ગાંજો, ગાંજાના લીલા છોડ ૧૧૦૬૦, મેફેડ્રોન ૧૩,૩૭,૮૫૦નું, ચરસ રૂા. ૭૦૫૦૦નો, અફીણના લીલા છોડ રૂા. ૫૩૧૨૫ના, મોરફીન રૂા. ૯,૧૬,૮૫૦નું, પોશ ડોડા રૂા. ૫૩૪૩૬ના અને કેનાબીઝના ઘટકવાળી પડીકીઓ રૂા. ૨,૬૩,૪૦૦ની મળી કુલ રૂા. ૮૩,૦૦,૮૯૧નો મુદ્દામાલ નાશ કરાયો હતો.

(4:29 PM IST)