<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ચાર ભાષાઓમાં બનેલ ફિલ્‍મ ‘‘કાશી રાઘવ'' ૩ જાન્‍યુઆરીએ થશે રિલીઝઃ દિક્ષા જોશી ‘પ્રોસ્‍ટિટયૂટ'ના અલગ અવતારમાં

શ્રુહદ ગોસ્‍વામી અને બાળ કલાકાર પીહૂશ્રી ગઢવી મહત્‍વની ભૂમિકામાં: કાશી તેની ગુમ થઇ ગયેલ દીકરીને શોધે છે અને પછી શું થાય છે તે આ ફિલ્‍મ નિહાળ્‍યા બાદ જ ખબર પડશેઃ લોરી સોગં ‘નીંદરૂ' લોન્‍ચ

રાજકોટઃ ૩ જાન્‍યુઆરી ર૦રપ થઇ રહેલ ફિલ્‍મ ‘કાશી રાઘવ'' ઘનપાલ ફિલ્‍મ બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડયુસ કરાયેલ છે. ધ્રુવ ગોસ્‍વામી આ ફિલ્‍મના લેખક તથા દિગ્‍દર્શક છે તાજેતરમાં જ ફિલ્‍મનું ટ્રેલર લોન્‍ચ કરાયું હતું . જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્‍યો હતો. ફિલ્‍મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે  મુખ્‍ય ભૂમિકાઓમાં છે. તેમની સાથે શ્રૃહદ ગોસ્‍વામી અને બાળ કલાકાર પીહૂશ્રી ગઢવી અત્‍યંત મહત્‍વની ભૂમિકામાં નજરે પડશે ફિલ્‍મના પ્રમોસન અર્થે દિક્ષા જોશી, જયેશ મોરે શ્રૃહદ ગોસ્‍વામી તથા ફિલ્‍મના લેખક દિર્ગ્‍દશક ‘‘અકિલા'' ની મુલાકાતે આવ્‍યા હતા અને ફિલ્‍મ અંગે રસપ્રદ વાતો શેર કરી હતી.

ફિલ્‍મ ટેગલાઇન છે-‘ કમર જ ઉગારે ને કરમ જ ડુબાડે જેનો કાઠલો ઝાલે, પછી કોઇનો આવે એની વારે''જે આપણને ઘણું બધુ સમજાઇ જાય છે કે આ ફિલ્‍મ ‘‘કર્મ'' પર આધારિત છે. ઘણૉ સબંધોની મૂંઝવણ અને લાગણીઓનો ઉમંગ દર્શાવે છે. ટ્રેલર પરથી સ્‍પષ્‍ટ થાય છે કે આ એક સિનેમેટિક ફિલ્‍મ છે જેમાં, દીક્ષા ‘‘પ્રોસ્‍ટિટૂટ'' ના અલગ જ અવતારમાં જોવા મળશે. આવું કદાચ કોઇપણ ગુજરાતી ફિલ્‍મમાં પ્રથમવાર બતાવવામાં આવ્‍યું છે. કાશી (દીક્ષા જોશી)  તેની ગુમ થઇ ગયેલ દીકરીને શોધે છે. અને પછી શું થાય છે તે તો ફિલ્‍મ જોયા બાદ જ ખબર પડશે. કાશી રાઘવ‘‘હિન્‍દી ફિલ્‍મોને પણ ટકકર આપશે તે તો નકકી જ છે. ભારત ઠકકર, કલ્‍પના ગગડેકર, સૌરભધ સારશ્વત, પ્રીતી દાસ, વિશાલ ઠકકર, દેવાંશ પટેલ, જીગર બાગરીયા, હિરલ ડાંગર અને ગૌરાંગ જેડી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્‍માં જોવા મળશે.

ફિલ્‍મનું મ્‍યુઝિક પણ અવ્‍વ્‍લ કક્ષાનું છે. વત્‍સલ અને કવને આ ફિલ્‍મમાં સંગીત આપ્‍યું છે. અગાઉ રેખા ભારદ્વાજનાં અવાજમાં સ્‍વરબદ્ધ કરાયેલ લોરી સોન્‍ગ ‘‘નીંદરૂ'' લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું અને અત્‍યંત પ્રખ્‍યાત જુબિન નૌટિયાલના અવાજમાં ગવાયેલ ગંગા સોન્‍ગ પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. આ બંને સિંગર્સે પ્રથમવાર કોઇ ગુજરાતી ફિલ્‍મમાં પોતાનો અવાજ આપ્‍યો છે તે ખરેખર ગર્વની વાત કહેવાય.

ફિલ્‍મ કાશી વિશ્વનાથ, વારાસણી , કોલકાત્તા,ગુજરાત,મુંબઇ વગેરે પૃથ્‍ઠભૂમિ બતાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાતી અને બાંગ્‍લા એમ બે ભાષાઓનો સંગમ પણ આ ફિલ્‍મમાં જોવા મળશે. આવું કદાચ કોઇ રિજનલ ફિલ્‍મમાં પ્રથમવાર દર્શાવવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મ જતન પંડયા, જહાન્‍વી ચોપરા અને ધ્રુવ ગોસ્‍વામી દ્વારા સહ-લિખિત છે.

કલાકારોએ કહયું હતું કે આ ફિલ્‍મમાં ગુજરાતી, હિન્‍દી, મરાઠી અને બંગાળી એમ ચાર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્‍યો છે. ફિલ્‍મનું શૂટીંગ કોલકત્તા, વારણસી, અમદાવાદ  સહિતના શહેરોમાં થયું છે.  ૭૦ થી વધુ કલાકારોની ટીમ આ ફિલ્‍મમાં અભિનયના ઓજસ પાથરી રહી છે.

(4:40 PM IST)