<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

માધાપર ચોકડીએ બીજી તરફનો સર્વીસ રોડ તાકીદે શરૂ કરોઃ સ્‍થાનીકોની માંગ

આ ઓવરબ્રીજ નિર્માણથી લઇને આજ સુધી પાંચ વર્ષમાં એક જ રોડ પર ટ્રાફીકની અવર-જવરઃ નાના-મોટા અકસ્‍માતોની અનેક ઘટના

રાજકોટ તા.૨૩: શહેરમાં ટ્રાફીક સમસ્‍યા હળવી કરવા મનપા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં બ્રીજ બનાવવા, સર્કલ નાના કરવા સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્‍યારે છેવાડા માધાપર ચોકડી વિસ્‍તારમાં ઓવરબ્રીજ નિર્માણથી લઇને આજ સુધીની પાંચ વર્ષમાં એક તરફનો જ સર્વીસ રોડ ચાલુ હોય સ્‍થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તેમ વિસ્‍તારવાસીઓ અને શહેરીજનોમાં લોકમુખે ચર્ચાઇ રહયું છે.

માધાપર ચોકડી ફ્‌લાય ઓવરબ્રિજની કામગીરી શરૂ થતાં સાથે રહેલ સર્વીસ રોડ આશરે ૫ વર્ષથી બંધ છે. માધાપર ચોકડીનો ફ્‌લાય ઓવર બ્રિજનું કામ ચાલુ થયું ત્‍યારબાદ સમય મર્યાદા કરતાં વધુ સમયે કામગીરી પૂરી થઈ હતી. ત્‍યારબાદ સર્વીસ રોડ પર આવતા ગાંધી સોસાયટીની જમીનની સરકારી તંત્ર દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવાનું રહી જતા  એ પણ લાંબા સમય સુધી ચાલી અને હવે જમીન સંપાદન પછી પણ ઘણા સમયથી તંત્ર દ્વારા આજદિવસ સુધી સર્વીસ રોડનું કામ પૂરું થયું નથી..

છેલ્લા ૫ વર્ષથી એક સાઈડ સર્વીસ રોડનો ઉપયોગ બને બાજુ આવતા વાહનો કરતા હોઈ આ કારણે સતત ટ્રાફિક પ્રશ્ન અને અનેક નાના મોટા એક્‍સિડન્‍ટ થયેલા. અહીં સ્‍પીડ બ્રેકર બનાવ્‍યાને ૧ વર્ષ પણ થયું છે. ત્‍યારે તંત્ર સર્વીસ રોડનું કામ ઝડપી પૂરું કરે એવી વિસ્‍તારના લોકોએ માંગણી વ્‍યકત કરી છે.

(4:45 PM IST)