<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

લંડન સ્‍થિત નાગ્રેચા પરિવારના મોભી વિનુભાઇ નાગ્રેચાનું અવસાન : સાણથલીમાં શ્રધ્‍ધાંજલિ સભા

રાજકોટઃ હાઈસ્‍કુલ ખાતે ગામની તમામ શાળાના બાળકોને નાગ્રેચા પરિવારે ભોજન કરાવ્‍યું : રાત્રે ભજન સંધ્‍યા સાથે નાગ્રેચા પરિવારના મોભી સ્‍વઃ વિનુભાઈ નાગ્રેચાને ગામલોકો અને આગેવાનો દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઈઃ રાજ્‍યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ : તાજેતરમાં મૂળ સાણથલી ગામના વતની અને હાલ લંડન સ્‍થિત અને  શાળાને હંમેશા મદદ કરનાર અને કાયમી દાતા એવા સ્‍વઃ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચાનુ અવસાન થતા ગ્રામજનો દ્વારા જસદણ તા.ના સાણથલી ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, દાતાઓનું વિશેષ સન્‍માન તથા શૈક્ષણિક માર્ગદર્શન જેવા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળિયા, ગોવાના ધારાસભ્‍ય રાજેશભાઈ ફળદેસાઈ,પુર્વ સરપંચ ઘનજીભાઈ ભુવા,ચંપકભાઈ ઠક્કર ,જીલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી,બીપીનભાઈ જસાણી સહીત અનેક લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

જસદણ તાલુકાના સાણથલી ગામે GPS ગ્રામ પંચાયત હાઈસ્‍કુલ કે પછી ગામમાં જ્‍યારે પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય ત્‍યારે મદદ માટે મૂળ સાણથલી ગામના વતની(હાલ લંડન)સ્‍વઃ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા અને હસુભાઈ બચુભાઈ નાગ્રેચાનું નામ હંમેશા અગ્રેસર હોય છે.

સાણથલી માટે મદદરૂપ થવા સ્‍વ.વિનુભાઇ અને શ્રી હસુભાઇ નાગ્રેચા હંમેશા અગે્રસર રહ્યા છે. થોડા સમય પહેલા સ્‍વઃવિનુભાઈનું અવસાન થયું હતું.

સ્‍વઃ વિનુભાઈ બચુભાઈ નાગ્રેચાના અવસાનના સમાચાર સાંભળી જીપીએસ ગ્રામ પંચાયત હાઈસ્‍કુલનાં આચાર્ય અને શિક્ષકોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યુ. આ વાત માટે આખો પરિવાર વિદેશથી ખાસ વતન આવેલ.

સ્‍વઃ વિનુભાઈ નાગ્રેચાના  સાથે નાગ્રેચા પરિવારમાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.  સાથે  દાતાઓનું વિશેષ સન્‍માન તથા શૈક્ષણિક માર્ગદર્શન જેવા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.

 નાગ્રેચા પરિવાર દ્વારા ગામની તમામ શાળાના બાળકોને બપોરે જમાડ્‍યા હતા. રાત્રે ભજન સંધ્‍યા સાથે નાગ્રેચા પરિવારના મોભી સ્‍વ.વિનુભાઈ બચુભાઈ નાગ્રેચાને ગામલોકો અને આગેવાનો દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

ભજન સંધ્‍યામાં  સ્‍વ. વિનુભાઈ નાગ્રેચા અને હસુભાઈ નાગ્રેચાની નિઃસ્‍વાર્થ લોક સેવા માટે બિરદાવ્‍યા હતા. નાગ્રેચા પરિવાર પણ ભાવુક થઇ ગયેલ.

(4:50 PM IST)