News of Monday, 23rd December 2024
અમિતભાઇ શાહ રાજીનામું આપે...બુધવારે ‘જન આક્રોશ રેલી'
ડો.આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી રેલીનો પ્રારંભ, કલેકટરને આવેદન અપાશે, બાદ એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરવા પોલીસ કમિશ્નરને પણ અપાશે નિવેદન

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા થયેલી ડો.આંબેડકરજીની અવમાનના અન્વયે સમસ્ત અનુ.જાતિ, અનુ.જન જાતિ રાજકોટ દ્વારા આગામી બુધવારે જન આક્રોશ રેલીનું આયોજન થયું છે. જે હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરી રેલીનો પ્રારંભ થશે. જે કલેકટર કચેરીએ પહોંચી કલેકટરશ્રીને આવેદન આપવામાં આવશે. ત્યારબાદ અમિત શાહ સામે એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરવા અંગે પોલીસ કમિશ્નરશ્રીને આવેદન આપવામાં આવશે.
ગત તા.૧૭/૧ર/ર૦ર૪ બુધવારે ચાલુ સદને (રાજય સભા)મનુસ્મૃતિના સમર્થક અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમીત શાહ દ્વારા આંબેડકર...આંબેડકર... આંબેડકર....આંબેડકર.....આંબેડકર.... આંબેડકરની જગ્યાએ ભગવાનનું નામ લેવામાં આવે તો સાત જન્મો સુધી સ્વર્ગ મળે. આવી ગૈર સંવિધાનીક, ષડયંત્ર પુર્વકની ટીખલ અને અવમાનના કરનાર અમિત શાહ રાજીનામુ આપે, માફી માંગે, એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(વી)હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે એ માંગો સાથે આગામી તા.રપ/૧ર બુધવારે (૯૭મા મનુસ્મૃતિ દહન દિન) સવારે ૧૦ થી ર દરમ્યાન સમસ્ત અનુસુચિત જાતી-અનુ.જાજાતિ સમુદાય રાજકોટ શહેર જીલ્લા દ્વારા વિશ્વરત્ન, બોધિસત ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ડો.આંબેડકર ચોક, સીવીલ હોસ્પિટલ પાસે, રાજકોટ થી રેલી સ્વરૂપે નીકળીને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયજી અને પ્રધાનમંત્રીશ્રીને અમિત શાહના રાજીનામા, માફી અને ગુન્હો દાખલ કરવા અંગેની આક્રોશ પુર્ણ માંગ સાથેનું આવેદનપત્ર જીલ્લા કલેકટરશ્રીને સુપ્રત કરવામાં આવશે.
ત્યારબાદ કમિશ્નર ઓફ પોલીસશ્રી, રાજકોટ શહેરને અમિત શાહ ઉપર એટ્રોસીટી એકટ મુજબ ગુન્હો દાખલ કરવા અંગેનું આવેદન આપવામાં આવશે અને ત્યાંજ ‘જન આક્રોશ રેલી'નુ઼ સમાપન થશે. અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સમુદાયના રાજકીય આગેવાનો, સામાજીક સંગઠનોના લીડરો ને પોતાના વિશાળ સમર્થકો સાથે ઉકતદિને અને સમયે ડો.આંબેડકરઅને જય ભીમ મતલબ ઇન્સાફ અને સ્વાભિમાન તેમજ બુનીયાદી અધિકાર આંદોલનને વધુ બુલંદી આપવા અને સંઘભાવનાને બળવતર બનાવવા ઉપસ્થિત રહેવા અપીલ કરાઇ છે. તસ્વીરમાં ડી.ડી.સોલંકી(યુવા ભીમ સેના)મો.૯૦૯૯પ ૦૯૬૬૧, ચમનભાઇ સવસાણી (બસપા), દિનેશભાઇ પડાયા (બસપા), વિનયસાગર અનિત્ય (બામસેફ), ચંદ્રગુપ્ત મોર્ય (ભારતીય બૌધ્ધ મહાસભા), રવજીભાઇ પારીયા (યુવા ભીમ સેના), વિક્રમભાઇ વોરા (સમતા સૈનીક દલ), ભાવેશભાઇ નૈયા (ભીમ આર્મી) નજરે પડે છે.
(4:52 PM IST)










