<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો:લસણના ભાવમાં વધારો

જાણો રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ

રાજકોટ :શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને શિયાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બઝેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.

આજે રાજકોટ યાર્ડના લીંબુના ભાવ 300થી 700, બટેટા 400થી 700, ડુંગળી સુકી 90થી 330, સુરણ 800થી 1000, કોબીજ 100થી 180, ગુવાર 1100થી 1500, વાલોળ 300થી 550, કારેલા 550થી 900, તુરીયા 1150થી 1500, વટાણા 950થી 1200, લસણ લીલું 1400થી 3200 અને મકાઇ લીલી 220થી 350 જોવા મળ્યો છે.


 

(8:56 PM IST)