<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

રાજકોટના બિશપ હાઉસ-તમામ ચર્ચમાં પવિત્ર નાતાલના તહેવારની ભાવભેર ઉજવણીઃ હજારો ખ્રિસ્‍તીઓ ઉમટી પડયા

રાજકોટઃ શહેરનાં કાલાવડ રોડ પરના વિખ્‍યાત બિશપ હાઉસ તથા શહેરના તમામ ચર્ચ-દેવળ ખાતે ગઇકાલે રાત્રે રોશની-ડેકોરેશનના ઝગમગાટ વચ્‍ચે પવિત્ર નાતાલ તહેવારની ધામધૂમથી-ભાવસભર-ભવ્‍ય ઉજવણી કરાઇ હતી, રાત્રે ૧રના ટકોરે ભગવાન ઇસુના જન્‍મ દિનને ઉત્‍સાહભેર વધાવાયો હતો, આ પવિત્ર પ્રસંગે હજારો ખિસ્‍તીઓ ઉમટી પડયા હતા, અને એક બીજાને વીશ કરી શુભેચ્‍છા પાઠવી હતી, ફાધર દ્વારા ભગવાન ઇસુના સત્‍ય-પ્રેમ-કરૂણા-અહિંસાના સંદેશનું પઠન કરાયું હતું, કેરોલ સંગીત-પ્રાર્થના-કુરબાના યોજાયા હતા. પવિત્ર જળ છંટકાવ તથા પ્રસાદ અપાયો હતો. મોડી રાત્રે ૧ર વાગ્‍યા બાદ અદૃમ્‍ય ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (

(2:32 PM IST)