<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

નવા વર્ષને આવકારવા હોટલ સરોવર પોર્ટીકો સજ્જ

પારિવારીક માહોલમાં આયોજનઃ સંગીતમય વાતાવરણમાં સ્‍વાદ પ્રેમીઓ કાઠીયાવાડી, પંજાબી, ચાઇનીઝ સહિત અવનવી વાનગીઓની મજા માણશેઃ ખાસ શેફ બોલાવવામાં આવ્‍યા

રાજકોટઃ ૩૧ ડિસેમ્‍બર એટલે જુના વર્ષને ભાવભરી વિદાય અને નવા વર્ષનો ઉત્‍સાહ  ધામધુમથી આવકારવાનો તહેવાર......! જુના વર્ષ ની ખાટી-મીઠી યાદોને સ્‍મરણમાં રાખી નવા વર્ષને ઉત્‍સાહ ઉમંગથી વધારવાનો તહેવાર આવી રહ્યો છે અને રાજકોટવાસીઓ નવા વર્ષને રંગે ચંગે - ધામધુમથી આવકારવા તૈયાર છે અને રાજકોટવાસીઓ ના ઉત્‍સાહ માં ચાર ચાંદ લગાવવા લીમડા ચોક સ્‍થિત રાજકોટની સરોવર હોટલ સંપૂર્ણપણે તૈયાર હોવાનું જણાવાયું છે.

૨૦૨૪ વર્ષના પુરા થવા જઇ રહેલા દિવસોમાં શહેરમાં મોજ મસ્‍તીનો ઉજાસ છવાયો છે અને થર્ટી ફસ્‍ટની રંગારંગ ઉજવણી સાથે ૨૦૨૫ના નવા વર્ષને આવકારવા લોકો થનગની રહ્યા છે. ત્‍યારે લીમડા ચોક ખાતે હોટલ સરોવર પોર્ટિકો માં ડિનરનું આયોજન પારિવારિક માહોલમાં ઘણા વર્ષો થી કરવામાં આવી રહ્યું છે તેમ લાયઝન ઓફિસર બિપીનભાઇ પોપટ જણાવે છે.

ફુડ રસિયાઓ માટે ખાસ શેફ બોલાવવામાં આવ્‍યા છે. સ્‍વાદ પ્રેમીઓને ઉત્‍કૃષ્‍ટ, સ્‍વદિષ્‍ટ કાઠિયાવાડ, પંજાબી, ચાઇનીઝ સહિત અવનવી વાનગીઓ પિરસવામાં આવશે. નવું વર્ષ ૨૦૨૫ને આવકારવા હોટલમાં ખાસ પ્રકાર નું ડેકોરેશન અને સંગીતમય વાતાવરણ રાજકોટવાસીઓ ને એક ખાસ માહોલ આપવા સુસજ્જ હશે.

પારિવારિક માહોલમાં આયોજીત આ કાર્યક્રમમાં આવનાર મહેમાનોને ઉપરાંત મહેમાનોને વાનગીઓનો પણ સ્‍વાદ માણવા ૩૧ ડિસેમ્‍બરના ભવ્‍ય રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં હોટેલ ના મેનેજર અભિષેકભાઇ પાંડે, જસ્‍મિનભાઇ વગેરે સહયોગ આપી રહ્યા છે. તેમ હોટલ સરોવર પોર્ટિકોના લાયઝન ઓફિસર બિપીનભાઇ પોપટે જણાવેલ. વધુ માહિતી માટે મો.૭૯૯૦૭૨૬૧૧૭  ઉપર સંપર્ક કરી શકાય છે.

(2:35 PM IST)