<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

જીએસટી રીટર્નની સ્‍ક્રુટીની, વિભાગીય ઓડિટ, રીટ પિટિશન, જામીનની જોગવાઇ, આરસીએમની જોગવાઇ અંગે વિસ્‍તૃત માહિતી

રાજકોટમાં જીએસટી ઉપર બે દિવસીય નેશનલ કોન્‍ફરન્‍સ યોજાઇ ગઇ

રાજકોટ : રાજકોટ બ્રાન્‍ચ ઓફ ડબલ્‍યુ આઇ આર સી ઓફ અને આઇસીએઆઇ ઇન્‍ડાયરેકટ ટેકસીઝ કમીટી દ્વારા આયોજન કરાયેલ ૨ દિવસીય નેશનલ કોન્‍ફરન્‍સ ઓન જીએસટી રાજકોટ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ. આ નેશનલ કોન્‍ફરન્‍સ ગુજરાત અને ભારતના અન્‍ય વિસ્‍તારોમાંથી અનેક સીએઓની વિશાળ હાજરી સાથે એક યાદગાર પ્રસંગ બની રહેલ.

જણાવ્‍યા મુજબ સંસ્‍થાના ચેરમેન શ્રી મિતુલ મહેતાના કોન્‍ફરન્‍સના પ્રથમ દિવસે, ઉદ્ધાટન સેશનમાં શ્રી હિતેશ જલુ (સંયુક્‍ત કમિશનર- એસજીએસટી પ્રેરક દ્વારા ભાષણ આપવામાં આવ્‍યું.

પ્રથમ ટેક્‍નિકલ સેશનમાં એડવોકેટ જે.કે.મિતલ (દિલ્લી) દ્વારા રિર્ટનની અને જીએસટી વિભાગીય ઓડિટ પર ઉંડાણપુર્વક માર્ગદર્શન આપવામાં આવ્‍યું, જ્‍યારે બીજા ટેક્‍નિકલ સેશનમાં એડવોકેટ ભરત રાયચંદાની (મુંબઇ) દ્વારા રિટ પિટિશન અને જામીનની જોગવાઇઓ અંગે વિશિષ્‍ટ માહીતી આપવામાં આવી. ત્રીજા ટેક્‍નિકલ સેશનમાં સીએ વી.એસ.સુધીર(હૈદરાબાદ) દ્વારા જીએસટી હેઠળ આરએમસી જોગવાઇઓ અંગે વક્‍તવ્‍ય આપવામાં આવ્‍યું.

બીજા દિવસે, એડવોકેટ અવિનાશ પોદાર (સુરત) દ્વારા જીએસટી હેઠળ રિસેન્‍ટ વિવાદો અને મહત્‍વપૂર્ણ ચુકાદાઓ પર પ્રકાશ પાડવામાં આવ્‍યો, જ્‍યારે સીએ બિમલ જૈન (દિલ્લી) દ્વારા જીએસટી એમ્‍નેસ્‍ટી સ્‍કીમ અને સફારી રીટર્ન્‍સ ચુકાદાનું વિશ્‍લેષણ ઉપરાંત ફેક ક્રેડીટના બચાવ વિશે માર્ગદર્શન અપાયું.

આ નેશનલ કોન્‍ફરન્‍સનું સફળ આયોજન સીએ મિતુલ મહેતા (ચેરમેન, રાજકોટ બ્રાન્‍ચ), સીએ શ્રી રાજ મારવાણીયા (સેક્રેટરી), સીએ શ્રી ભાવિન દોશી (ડબલ્‍યુઆઇસીએએસએ ચેરમેન), સીએ શરદ અનડા (પૂર્વ ચેરમેન)ના મહત્‍વપૂર્ણ યોગદાનથી શક્‍ય થયું હોવાનું પણ જણાવાયું છે.

આ કોન્‍ફરન્‍સે ભાગ લેનારા પ્રતિનિધિઓને વ્‍યાવસાયિક જ્ઞાનમાં વધારો, નેટવર્કિંગના અવસર અને ટેક્‍નિકલ વિસ્‍તારોમાં નવી ઉંચાઇઓ પર પહોંચવામાં મદદ કરી છે.

(2:38 PM IST)