News of Wednesday, 25th December 2024
અટલજીએ પોતાનું જીવન દેશ માટે સમર્પિત કરી દીધું હતું
વાજપેયીજીએ અસ્થિરતાના કપરા કાળમાં દેશનું સુકાન સંભાળીને વિકાસલક્ષી રાષ્ટ્રવાદી વિચારધારાને આગળ ધપાવી હતી, જન્મદિને ભાવવંદનાઃ રાજુભાઇ ઘ્રુવ

રાજકોટઃદેશની એકતા ,અખંડિતતા અને સંસદીય લોકશાહી ના ઉપાસક,ભારતમાતા ના પનોતા પુત્ર શ્રી અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે . શત શત નમન કરતા ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે કે શ્રી અટલજી એટલે ભારતીય રાજનીતિમાં એક મુઠ્ઠી ઊંચેરૂ, અજાતશત્રુ વ્યક્તિત્વ. કવિ હૃદયના પણ દેશહિતમાં નિર્ણયોમાં હંમેશા અટલ રહેનારા એવા અટલજી. આજે અટલ બિહારી વાજપેયીજી સદેહે આપણી વચ્ચે હાજર નથી પણ તેમના વિચારો અને સમગ્ર જીવનની દરેક ઘટનાઓ ખુલ્લા પુસ્તકની માફક આપણી સામે આદર્શ બનીને એક મશાલની જેમ ઝળહળે છે. અટલજીએ પાયાના પથ્થર બનીને જનસંઘથી ભાજપ સુધીની વિચાર વિજય યાત્રાને આગળ ધપાવી જેના પરિણામસ્વરૂપે તેમના રાજનૈતિક આદર્શોને ચરિતાર્થ કરવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એ યાત્રાને સફળતાપૂર્વક આગળ ધપાવી તેમના સંકલ્પો તથા અધૂરા કાર્યો પુરા કરવા લોકકલ્યાણ અને વિકાસ ની વણથંભી યાત્રા ને આગળ વધારી રહ્યા છે. આવા વિરાટ વ્યક્તિત્વના જીવનની કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓનું આચમન આજે ઙ્કેરણારૂપ બની રહેશે.
રાજુભાઈ ધ્રુવે અટલજીના રાજકીય જીવનની વાત કરતા કહ્યું છે કે, છ દાયકા કરતા પણ વધારે સમય સુધી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં તેમના ઉપર કોઈ આક્ષેપ મુકવાની વાત તો દૂર ખાલી આંગળી ચીંધવી પણ અશકય છે. પોતાના પક્ષ માટે તો ઠીક વિપક્ષ માટે પણ ઙ્કેરણાદાયી રાજપુરુષ તરીકે જાણીતા અને માનીતા અટલજીનું રાજકીય જીવન હંમેશા સિદ્ધાંતવાદી, વિચારશીલ અને એકનિષ્ઠ રહ્યું છે. સામાન્ય રીતે લોકોની વિચારધારા સમયને આધીન હોય છે એટલે કે વ્યક્તિ જ્યારે વિપક્ષમાં હોય ત્યારે જે વાતનો વિરોધ કરતા હોય અને સત્તામાં આવે ત્યારે એ બાબતે ચૂપ થઇ અલગ વલણ લેતા હોય છે. અટલજી આમાં અપવાદ રહ્યા. તેમના રાજકીય વિચારોનું વહેણ કયારેય બદલાયું નહી, પણ ઉલ્ટુ તેમણે પોતાનું સમગ્ર જીવન પોતાની સાંસ્કળતિક રાષ્ટ્રવાદી વિચારધારા માટે અને દેશના દરેક સામાન્ય માણસ -છેવાડાના માણસ માટે સમર્પિત કરી દીધું હતું.
અટલજી એવા સમયે સત્તામાં આવ્યા હતા જયારે વરસોથી દેશના રાજકારણમાં કોંગ્રેસનું પ્રભુત્વ હતું અને કોંગ્રેસ સિવાય આ દેશ ઉપર કોઈ શાસન કરી જ ન શકે તેવી માનસિકતા હતી.આવા સમયે અટલજી રાષ્ટ્રવાદની વિચારધારાનું કવચ બનીને લોકો સમક્ષ આવ્યા અને લોકો એ તેમને આવકારી હ્રદયસિંહાસને બેસાડ્યા હતા.
અટલજીના રાજકીય જીવનમાં આવેલા ઉતારચડાવની વાત થાય છે ત્યારે તેઓ વડાપ્રધાનપદે હતા ત્યારે આવેલા નાટયાત્મક વળાંકો કેમ ભૂલી શકાય? દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી આ પ્રકારના બનાવો ભૂતકાળ બની ગયા છે. એટલે જે મતદારો છેલ્લા એકાદ દાયકાથી જ મતદાન કરતા થયા હોય અથવા રાજકીય ઘટનાઓ સમજતા થયા હોય તેમને આ વાત બહુ વિચિત્ર લાગશે. પણ ૧૬ મે ૧૯૯૬ના રોજ અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા તેના તેરમા દિવસે જ વિચારધારા ને વળગી રહેવા ને કારણે તેનો કાર્યકાળ ખૂબ ટૂંકા સમય માં સમાપ્ત થઇ ગયો હતો. ત્યારબાદ ૧૯૯૮માં ફરી એક વખત તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા અને તેર મહિના સુધી વડાપ્રધાન તરીકે રહ્યા.
અટલજી માટે સત્તા કયારેય રાજનીતિનું કેન્દ્ર નથી રહી. તેમના માટે વિચારધારા જ સર્વોપરી હતી. નસેનસમાં દોડતો રાષ્ટ્રપ્રેમ અને દરેક લોકો પ્રત્યે સમાન આદરની વિચારધારા તેમના રોમેરોમમાં વણાઈ ગઈ હતી. તેમના જીવનનો એક જ ધ્યેય હતો અને એ હતો દેશની પ્રગતિ. આ સમયગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ સતત વધતો જતો હતો આની સાથે સાથે એક છૂપો પડકાર પણ વધારેને વધારે વિકટ બની રહ્યો હતો કે દેશના ખૂણેખૂણે ફેલાયેલા દરેક કાર્યકરને એક જ વિચારધારા સાથે જોડી રાખવા. જો આવું ન થાય તો વટવળક્ષની જેમ ફેલાયેલો પક્ષ દેશહિતમાં કામ કરવાને બદલે એક સંકુચિત પ્રાદેશિકવાદ ના સંકુચિત ચોકઠાંમાં બંધાઈ જાય. આવું ન થાય એ માટે અટલજીએ શ્રી લાલકળષ્ણ અડવાણીજી ની સાથે દેશપ્રેમ અને વિચારધારાનો ભેખ ધર્યો અને સમર્પિત કાર્યકરોની એક એવી પેઢી ઉભી કરી કે જે આવતા બેચાર દાયકા સુધી દેશનું નેતળત્વ કરીને દેશને સાચી દિશામાં આગળ વધારી શકે.
૧૯૯૯માં અટલજી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે સંજોગો અલગ હતા અને એકલા ભારતીય જનતા પાર્ટીને બદલે આખા દેશમાં ફેલાયેલા નાના મોટા ચોવીસ જેટલા પક્ષને સાથે રાખીને આગળ વધવાનો સમય આવ્યો. ત્યારે પણ માત્ર સત્તાના સાથીદાર નહિ પણ સેવાના ભાગીદાર બનાવીને ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની રચના કરી અને દેશમાં પ્રથમ વખત આ પ્રકારની સરકારનું સુકાન સંભાળ્યું હતું તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:49 PM IST)










