<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

ઇન્‍ટરનેશનલ કોન્‍ફર.ન્‍સ ઓન બેસિક એન્‍ડ એપ્‍લાઇડ ફીઝીયોલોજીનું સૌરાષ્‍ટ્રમાં સફળ આયોજન સંપન્‍ન થયુ

દ્વારકા ખાતે વિશ્વકક્ષાની આંતરરાષ્‍ટ્રીય તબીબી કોન્‍ફરન્‍સ યોજાઇ ગઇ મગજના ઓપરેશન દરમિયાન કઇ રીતે મગજના નાજુક ભાગોને નુકશાનથી બચાવી શકાય? ડો.નિશાંત સંપટે વિગતે સમજ આપી ૪પ ઓરીજીનલ સંશોધન પત્રો સેમીનારમાં રજુ થયા યુવા વયે અનેક લોકોના હાર્ટ એટેકથી મૃત્‍યુ કેમ થાય છેઃ ધ્રુવકુમાર સિંહ જાડેજાએ વિસ્‍તૃત છણાવટ કરી

રાજકોટઃ સૌરાષ્ટ્ર માં પ્રથમ એવી વિશ્વ કક્ષાની આંતર રાષ્ટ્રીય તબીબી કોન્‍ફરન્‍સ દ્વારકા ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં માનનીયવન, પર્યાવરણ, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા મુખ્‍ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ઉદદ્યાટન સમારોહ માં ડો. જયેન્‍દ્ર સિંહ જાડેજા, એચઓડી સાલ મેડીકલ કોલેજ, , ડો. સંજય કુમાર સિક્કીમ મણીપાલ, , ડો. નીતા મહેતા એચઓડી, બી જે મેડિકલ કોલેજ, ડો. આર. ડી જાની જામનગર, ડો. યોગેશ કાચા એચઓડી જીએમસી, ડુંગરપુર, ડો. રાધેશ્‍યામ ત્રિવેદી સુપ્રિ .પીડીયુ મેડિકલ કોલેજ, રાજકોટ , ડો. સુશીલ કુમાર, ડીન, પોરબંદર મેડીકલ કોલેજ વીગેરે હાજર રહ્યા હતા.

આ કોન્‍ફરન્‍સ માં પ્રથમ દીવસે પ્રસિધ્‍ધ વૈજ્ઞાનિક ડો. રિચાર્ડ મિલીસ નું હ્યુમન બ્રેઈન ઊપરના મહત્‍વના સંશોધન ‘કવોન્‍ટીટેટીવ ઇઇજી'વિષે વકતવ્‍ય યોજાયું હતું. તેમજ બીજા ૨૭ ઓરીજીનલ શંસોધન પત્રો રજૂ થયા હતા. તેમજ તબીબી ક્ષેત્રે શંસોધનો કઈ રીતે કરવા? તેંની પધ્‍ધતિઓ શું શું છે? એ વિષે ‘‘ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ પબ્‍લિક હેલ્‍થ'' આઇઆઇપીએચ ના વૈજ્ઞાનિક ડો. અપૂર્વ કુમાર પંડ્‍યાનું નિષ્‍ણાંત વકતવ્‍ય યોજાયું હતું.

કોન્‍ફરન્‍સ ના બીજા દિવસે ચેન્નાઈ ખાતે પ્રસિદ્ધ સિમ્‍સ હોસ્‍પિલમાં મગજ ના ઓપરેશન દરમ્‍યાન અતિ આધુનિક ‘‘ઇન્‍ટ્રા ઓપેરેટિવ ન્‍યુરો ફિઝીઓલોજી મોનીટરીંગ''  કરતાં ડો. નિશાંત સંપત નું મહત્‍વ નું વૈજ્ઞાનિક વકતવ્‍ય યોજાયું હતું.  જેમાં આ અતિ આધુનિક પદ્ધતિ દ્વારા મગજના ઓપરેશન દરમ્‍યાન કઈ રીતે મગજના નાજુક ભાગોને નુકસાનથી બચાવી શકાય છે? એની વિગત વાર છણાવટ કરવામાં આવી હતી. જેના દ્રારા ભાગ લેનાર તમામ ફિઝીયોલોજીના નિષ્‍ણાત તબીબોને આધુનિક જ્ઞાન વિષેની જાણકારી મળી હતી.

તાજેતરમાં પ્રમાણમાં યુવા વયે અનેક લોકોના હ્રદય રોગ ના હુમલાઓ થી મૃત્‍યુ કેમ થઈ રહ્યા છે? તેનાં કારણો અને ઉપાયો વિષે ખુબ જ મહત્‍વ નું માર્ગદર્શન અમદાવાદ ના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્‍ટ ડો. ધૃવ કુમાર સિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્‍યું હતું. જેમાં કોઈને કોરોના માટે હોસ્‍પિટલ માં દાખલ કરવામાં આવ્‍યા હતા તો ૭ ગણું વધારે જોખમ હોવાનું  જણાવ્‍યું હતું. કોરોના ની વેકસીન લીધી હોય તો એકાએક હ્રદય રોગ ના હુમલા નું વધૂ જોખમ છે કે કેમ? એવા પ્રશ્ર્ન નો જવાબ આપતા ડો ધ્રુવ કુમાર સિંહ જાડેજા એ જણાવ્‍યું હતું કે અમેરિકા માં થયેલ સંશોધન મૂજબ એમઆરએનએ આધારિત મોડર્ના તેમજ પીફાઇઝર કંપનીઓ ની વેક્‍સિન લીધી હોય તો હૃદય રોગ હુમલા નું જોખમ સામાન્‍ય કરતાં વધું રહે છે. જોકે આપણા દેશમાં આવી વેક્‍સિન આપાયેલ નથી. આપણા દેશમાં અપાયેલ વેકસીનમાં કોઇ વધારાનું જોખમ હતું કે નહિ? તેનો કોઇ ડેટા સામે આવેલ નથી.

સમયસર હૃદય ની યોગ્‍ય તપાસ કરાવી લેવી અને હૃદય રોગ ના હુમલા થી બચાવ ના ઉપાયો સમયસર કરવા, નિયમિત, હેલ્‍ધી લાઈફ સ્‍ટાઇલ રાખવી તેમજ યોગ્‍ય દવાઓ સમયસર અને નિયમિત લેવી, તાત્‍કાલિક સારવાર માટે તમામ નાગરીકો ને સીપીઆર ની તાલીમ આપવી, એ એકાએક હૃદય રોગ ના હુમલા થી બચાવ ના ઉપાયો છે.

ડો. કિશન કુદૂર નું આધુનીક શૈક્ષણિક પધ્‍ધતિઓ વિષે વકતવ્‍ય યોજાયું હતું. બીજા દિવસે કુલ ૧૮ ંઓરીજીનલ સંશોધન પત્રો રજૂ થયા હતા.

બંને દીવસ ના રજૂ થયેલ કુલ ૪૫ શંસોધન પત્રોમાંથી કુલ ૧૨ જેટલા શાસોધન પત્રો ને ‘‘નિષ્‍ણાત જજીસ પેનલ'' દ્વારા પસંદ કરીને ઇનામો આપવામાં આવ્‍યા હતા.

છેલ્લે ‘‘સોસાયટી ઓફ બેઝિક એન્‍ડ એપ્‍લાયડ ફિજીયોલોજી'' ના પ્રમૂખ શ્રી દ્વારા દ્વારા ગૂજરાત, રાજસ્‍થાન અને નોર્થ ઈસ્‍ટ ભારત ની શાખાઓ ની સ્‍થાપના ની જાહેરાત આવી હતી. જેમાં ગુજરાત શાખાના પ્રમૂખશ્રી તરીકે બી જે મેડિકલ કોલેજ ના પ્રોફેસર ડો. નીતા મહેતા ના નામની જાહેરાત કરી હતી. તેમજ નોર્થ ઈસ્‍ટ ઈન્‍ડિયા ના મુખ્‍ય સંયોજક તરીકે ગંગટોક ખાતેની સિક્કિમ મણીપાલ યુનિ  ના પ્રોફેસર ડો. સંજય કુમાર ની જાહેરાત કરી હતી. રાજસ્‍થાન શાખાના સંયોજક તરીકે ડો. અમિતાભ દુબે, અને ડો.શશીકાંત અગ્રવાલ ની જાહેરાત કરવામાં આવી હતી.

આ કોન્‍ફરન્‍સ માં  ના ટૂંકા વૈજ્ઞાનિક વકતવ્‍યો ડો. સંજય કુમાર સિક્કિમ મણીપાલ યુનિ, ડો. સત્રૂપા દાસ,  ડો. નેહા પરિહાર (એમ્‍સ, દિલ્‍હી) અને ડો. સિમંતીની રાઓ ( સાલ મેડિકલ કોલેજ, અમદાવાદ) દ્વારા રજૂ કરવામાં આવેલ હતા.

આ કોન્‍ફરન્‍સ ના અયોજન માં ચેર પરસન ડો જયેન્‍દ્રસિંહ જાડેજા, (એચઓડી,સાલ મેડિકલ કોલેજ) વાઇસ ચેરપર્સન ડો. નીતા મહેતા, (એચઓડી, બી જે મેડિકલ કોલેજ), ડો. સંજય કુમાર સિક્કિમ મણીપાલ યુનિ.,ડો. રાજુલા ત્‍યાગી, સાલ મેડિકલ કોલેજ, ડો. સિમંતિની રાઓ, સાલ મેડિકલ કોલેજ,ડો.રોશની સુથાર,સાલ મેડિકલ કોલેજ, ડો.મિલાપ સોલંકી,  સાલ મેડિકલ કોલેજ,  મહત્‍વ નો ભાગ ભજવ્‍યો હતો. 

 પથુભા જાડેજા એ કોઓર્ડીનેટર તરીકે સેવાઓ આપી હતી .  જામ ખંભાળીયા ના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. અમીત નકુમ ગુજરાત મેડીકલ કાઉન્‍સિલ ના ઓબ્‍ઝર્વર તરીકે હાજર રહ્યા હતા

(4:02 PM IST)