<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

પરસાણાનગરમાં બિહારી પરિણીતા ક્રિષ્‍નાકુમારીનો ફાંસો ખાઇ આપઘાત

બે ત્રણ દિવસ પહેલા કોઇ સાથે ફોનમાં વાત કરતી હોઇ પતિએ ઠપકો આપ્‍યો હતોઃ બે દિકરીએ માતા ગુમાવતાં અરેરાટીઃ પતિ કામેથી ઘરે આવ્‍યો ત્‍યારે પત્‍નિ પલંગ પર બેભાન પડી હતી અને ગળામાં ચુંદડી લપેટાયેલી હતી : પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૫: જામનગર રોડ પરસાણાનગરની પરિણીતાએ ચુંદડીથી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેણી ફોનમાં બે ત્રણ દિવસ પહેલા કોઇ સાથે વાત કરતી હતી ત્‍યારે પતિએ ઠપકો આપ્‍યો હોઇ તે કારણે આ પગલુ ભર્યાની શક્‍યતા જણાવાઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ પરસાણાનગર-૧માં રહેતી ક્રિષ્‍નાકુમારી રામકુમાર પાસવાન (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ સવારે ચુંદડીથી ફાંસો ખાઇ લેતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનારના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પતિ ફાસ્‍ટ ફૂડના અલગ અલગ સ્‍ટોલ પર છુટક મજૂરી કરે છે. મુળ બિહારના વતની રામકુમારે કહ્યું હતું કે અમે એક દોઢ મહિના પહેલા જ અહિ રહેવા આવ્‍યા છીએ. મારી પત્‍નિ બે ત્રણ દિવસ પહેલા કોઇ સાથે ફોનમાં વાત કરતી હોઇ મેં ઠપકો આપ્‍યો હતો. આજે સવારે હું કામે જવા નીકળ્‍યો હતો અને અગિયારેક વાગ્‍યે ઘરે આવ્‍યો ત્‍યારે પત્‍નિ પલંગ પર બેભાન હાલતમાં મળી હતી અને તેના ગળા ફરતે ચુંદડી વીંટાળેલી હતી. ઠપકાને કારણે કદાચ તેણે ગળાફાંસો ખાઇ લીધો હશે. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:03 PM IST)