<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

મોરારીનગરમાં કૌશલભાઇ માધાણીના મકાનમાં રોકડ-દાગીના મળી રૂા. ૭૦ હજારની ચોરી

તસ્‍કરો પિતાના ધંધાના રૂા. ૬પ હજાર રોકડ સ્‍હિતની મત્તા ઉઠાવી ગયા

રાજકોટ, તા. રપઃ હરીધવા રોડ પર મોરારીનગરમાં રહેતા યુવાનના મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા દાગીના મળી રૂા. ૮૦ હજારની માલ મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરારીનગર શેરી નં. ૬ માં રહેતો કૌશલ મહેશભાઇ માધાણી  (ઉ.વ. ર૯) એ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં પોતે કુવાડવા રોડ મેંગો માર્કેટમાં આવેલ બાલાજી ફ્રુટ નામની ફ્રુટની દુકાનમાં મેતાજી તરીકે નોકરી કરે છે. બે દિવસ પહેલા પોતે અને માતા વર્ષાબેન બન્ને ઘરને તાળુમારીને ઢેબર રોડ પર ખોડીયાર માતાના મંદિરે દર્શન કરી ત્‍યાંથી લક્ષ્મીનગર શાકમાર્કેટમાં પિતા વેપાર કરતા હોઇ ત્‍યાં માતાને મુકીને પત્‍ની પિયરે હોઇ, તેથી પોતે યુનિવર્સીટી રોડ પર પુષ્‍કરધામ સોસાયટીમાં સાસરે ગયો હતો. ત્‍યારે પિતાનો ફોન આવતા તેણે કહયુ કે ‘આપણા ઘરના  મેઇન દરવાજાનું તાળુ સાઇડમાં છે અને નકુચો તુટેલો છે અને અંદર કબાટ ખુલ્લો છે અને સામાન વેરવીખેર છે' તેમ વાત કરતા પોતે પત્‍ની સાથે ત્‍યાંથી નીકળી ઘરે આવ્‍યા ત્‍યારે ઘરમાં સામાન વેરવીખેર જોતા પોતે તપાસ કરતા કબાટમાં રાખેલા પિતાના ધંધાના રૂા. ૬પ૦૦૦ રોકડા અને ચાંદીની ચીજવસ્‍તુઓ જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ સીસીટીવી કેમેરા જોતા તેમાં એક શખ્‍સ નજરે પડયો હતો આ અંગે  પોતે ભકિતનગર પોલીસમાં જાણ કરતા પોલીસે પોતાની ફરીયાદ દાખલ કરી હેડ કોન્‍સ. પી.એન. ગોહિલે તપાસ હાથ ધરી છે.(

(3:05 PM IST)