<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

નવા ૧૫૦ રીંગ રોડ પર બૂલેટ પર બેસી પેટ્રોલથી ‘૨૧' લખી ભડકો કર્યો !

વધુ એક વિડીયો વાયરલ થયોઃ બૂલેટસવાર શખ્‍સ કોણ?

રાજકોટઃ શહેરના નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક બૂલેટસવાર શખ્‍સ બૂલેટ લઇને આવતો અને બાદમાં રોડ વચ્‍ચે બૂલેટની ઘોડી ચડાવી માથે બેસી પેટ્રોલથી રોડ પર ‘૨૧' લખી ભડકો કરતો દેખાય છે. પોતાનો એકવીસમો જન્‍મદિવસ ઉજવ્‍યો કે પછી અન્‍ય કંઇ હતું? તે અંગે ચર્ચા જાગી છે. વાયરલ થયેલા આ વિડીયોમાં દેખાતો શખ્‍સ કોણ? તેની તપાસ શરૂ થઇ છે. રીલના ચક્કરમાં યુવાનો ટીનેજર્સ ઘણીવાર ન કરવાનું કરતાં હોય છે. બાદમાં પોલીસ સ્‍ટેશનની હવા ખાવી પડતી હોય છે.

(3:37 PM IST)