<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

બાર કાઉ.ના નવા ૧૦ હજાર વકીલોને શપથ લેવાના સોમવારે અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમમાં ભાજપ લીગલ સેલની ટીમ હાજર રહેશે

રાજકોટથી વકીલોને આવવા-જવા તેમજ ભોજન સહિતની વ્‍યવસ્‍થાનું આયોજન

રાજકોટ તા. રપઃ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના દશ હજાર નવા વકીલને ઓથ લેવાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્‍યું છે.

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ, વાઈસ ચેરમેન મુકેશભાઈ કામદાર સહીતનાએ જણાવેલ છે કે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમા દશ હજારથી વધુ વકીલોનો ઓથ સેરેમની કાર્યક્રમ રાખેલ હોય જે કાર્યક્રમ છેલ્લા ૩ વર્ષમા નવા બનેલ વકીલો માટે ઓથ સેરમની રાખેલ છે. આ કાર્યક્રમ તા.૩૦/૧૨/૨૦૨૪ ના સોમવારના રોજ સવારે અમદાવાદ મુકામે રાખેલ છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્‍ટ તરીકે કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, કાયદા મંત્રી રૂષીકેશભાઈ પટેલ, બી.સી.આઈ ચેરેમેન મનનકુમાર મીશ્રા અને તુષારભાઈ મહેતા સહીતના મુખ્‍ય આગેવાનો પણ આ ઓથ સેરેમનીમા ઓથ લેશે. આ કાર્યક્રમમા ગુજરાતના દશ હજારથી વધુ નોંધાયેલ વકીલોને બાર કાઉન્‍સીલના ચેરમેન જે.જે. પટેલ એ આમંત્રણ પાઠવેલ છે અને ગુજરાતના નવા એડવોકેટોને અમદાવાદ પહોંચવામા ટ્રાન્‍સપોટેશનનો ખર્ચે ન થાય તે માટે દરેક શહેરોમા બસ અને વાહનોની વ્‍યવસ્‍થા રાખેલ છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રદેશ કારોબારી સભ્‍ય હિતેષભાઈ દવે, કિશોરભાઈ સખીયા, શહેર ભાજપ લીગલ સેલના સુયોજન પીયુષભાઈ શાહ, સહકન્‍વીનર કમલેશભાઈ ડોડીયા, તથા કોર કમીટીના સભ્‍યો જયસુખભાઈ બારોટ, શૈલેષભાઈ વ્‍યાસ, રાકેશભાઈ ગોસ્‍વામી, વિરેનભાઈ વ્‍યાસ, વિમલભાઈ ડાંગર, ધર્મેશભાઈ સખીયા, નેહાબેન જોષી, રાજકોટ સંસદીય મત વિસ્‍તાર ઈન્‍ચાર્જ રક્ષીતભાઈ કલોલા, નળપેનભાઈ ભાવસાર, સહઈન્‍ચાર્જ અશ્વીનભાઈ શેખલીયા, વિધાનસભા - ૬૯ ના ઈન્‍ચાર્જ આબીદભાઈ કાલાવડીયા, વિધાનસભા ૭૦ ના ઈન્‍ચાર્જ પંકજભાઈ દોંગા, મુકેશભાઈ પીપળીયા, વિધાનસભા ૭૧ના ઈન્‍ચાર્જ હરેશભાઈ પરસોડા, સહઈન્‍ચાર્જ મનસુખભાઈ સાંકળીયા, કોર્ટ કેમ્‍પસ કન્‍વીનર જીતેન્‍દ્રભાઈ પારેખ, હિમાંશુ પારેખ તથા પ્રેસમીડીયા ઈન્‍ચાર્જ પારસભાઈ શેઠ સહઈન્‍ચાર્જ જસ્‍મીનભાઈ ગઢીયા, ભાજપ યુવા લીગલ સહાયક સેલ ના કન્‍વીનર અભિષેક શુકલ, સહકન્‍વીનર સાગર હપાણી, પાર્થરાજસીહ ઝાલા, નીશાંત જોષી, કીશન રાજાણી, રવી ધ્રુવ, હીમાલય મીઠાણી, હીત અવલાણી, મીત સોમેયા, આનંદ રાઘનપુરા, જીતેશ રાઠોડ, ભુમીકા પટેલ, હેમલ ગોહેલ, ચેતન ચોવટીયા, પ્રતીક વ્‍યાસ, રીતીન મેંદપરા, કેવલ પુરોહીત, રવી લાલ, કરણ ગઢવી, રાહુલ મકવાણા, મીલન મેનોરા, પ્રદીપ પરમાર, અજયસીંહ ચુડાસમાં, પ્રશાંત રૂપારેલીયા, હુસેન હેરંજા, અલય ખખ્‍ખર, મૌલીક જોષી, સ્‍મીત પારેખ, ભાર્ગવ જોષી, ચાંદની પુજારા વગેરે સહીતના દ્વારા રાજકોટ શહેરમાથી નવા વકીલો માટે પાંચ બસનો પ્રબંધ કરવામા આવેલ છે.  રાજકોટ સહિત ગોંડલ, ધોરાજી, ઉપલેટા, મોરબી, જેતપુર સહીતના જીલ્લાના તમામ નવા વકીલોને ઓથ સેરેમનીમાં લઈ જવા માટે તડામાર તૈયારીઓને આરંભ થઈ ગયેલ છે. રાજકોટના નવા અને સિનીયર જુનીયર તમામ વકીલોએ બસની વ્‍યવસ્‍થા થઈ શકે તે માટે કેમ્‍પસ કન્‍વીનર જીતેન્‍દ્રભાઈ પારેખ (મો. નં. ૯૮૨૪૫ ૦૮૧૭૨), હિમાંશુ પારેખ (મો. નં. ૯૯૨૪૧ ૨૬૯૭૬) તથા ભાજપ યુવા લીગલ સહાયક સેલના કન્‍વીનર અભિષેક શુકલ (મો.નં. ૯૭૩૭૬ ૯૯૦૦૦), સહકન્‍વીનર સાગર હપાણી (મો.નં. ૯૯૦૯૦ ૦૯૦૦૮)ને પોતાના નામની નોંધણી કરાવવા રાજકોટ બાર એશો. અનુરોધ કરે છે. તમામ વકીલો માટે આવક જાવક તથા જમવાની સુંદર વ્‍યવસ્‍થા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલ છે.

(3:39 PM IST)