<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

પૂ. દયાનંદગિરિ બાપુ ‘અકિલા’ના આંગણે પધાર્યા

રાજકોટઃ ‘અકિલા' ઉપર અપાર લાગણી અને હંમેશ આશીર્વાદ વરસાવતા ચરાડવા (મોરબી-હળવદ વચ્‍ચે) ખાતે આવેલ સુપ્રસિધ્‍ધ મહાકાળી માતાજીના આશ્રમ-મંદિરના મહંત પૂ. દયાનંદગીરી મહારાજ ગુરૂ બ્રહ્મગીરીજી મહારાજ આજે ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. અકિલા પરિવાર ઉપર તેમના હમેંશા આર્શીવાદ વરસતા રહેલ છે. પૂજય બાપુનું કિરીટભાઇ ગણાત્રા, અજીતભાઇ ગણાત્રા, ભાવનાબેન નાગ્રેચા, દિપકભાઇ નાગ્રેચા, સ્‍મિતાબેન રાયચૂરા, કિરણબેન ગણાત્રા, માનસી પારધી,નિવાન પારધીએ સ્‍વાગત કરી આર્શિવાદ લીધા હતા. પૂ.બાપુની સાથે પ્રવિણભાઇ પટેલ, ગોકુળીયા અને શિષ્‍યો રહ્યા હતા.

(3:42 PM IST)