<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

હેમંત સોરેન ચોથી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા : શપથ લેતા પહેલા, હેમંત સોરેને કહ્યું કે જોહર મિત્રો, આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ હશે - એક દિવસ જે આપણા સામૂહિક સંઘર્ષ, પ્રેમ-ભાઈચારા અને ન્યાયની ભાવના પ્રત્યે ઝારખંડવાસીઓની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરશે : રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા, લોકસભા (કોંગ્રેસ) મલ્લિકાર્જુન ખડગે, પ્રમુખ કોંગ્રેસ પાર્ટી મમતા બેનર્જી, મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ શરદ પવાર, પ્રમુખ NCP કોનરાડ કોંગકલ સંગમા, સીએમ મેઘાલય ભગવંત માન, મુખ્યમંત્રી, પંજાબ સુખવિન્દર સિંહ સુખુ, મુખ્યમંત્રી, હિમાચલ દિપાંકર ભટ્ટાચાર્ય, મહામંત્રી, અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને AAP પાર્ટીના પ્રમુખ સહિતના ઉપસ્થિત4:59 PM IST

નરેન્‍દ્રભાઈની હત્‍યાનું ષડયંત્ર? ધમકી ભર્યો કોલ : તપાસ ચાલુ મુંબઈ : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની હત્‍યાનું ષડયંત્ર રચવાની ધમકીનો ફોન આવ્‍યો હોવાના અહેવાલો એનડીટીવીએ પ્રસારીત કર્યા છે. મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર પીએમ મોદીની હત્‍યાના કાવતરા અંગેનો કોલ આવ્‍યો છે.સૂત્રોના જણાવ્‍યા અનુસાર, ગઈકાલે રાત્રે ૯ વાગ્‍યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્‍યો હતો.મળતી માહિતી મુજબ, ફોન કરનારે કોલ પર દાવો કર્યો હતો કે વડા-ધાન મોદીની હત્‍યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ કોલની ગંભીરતાને જોતા મુંબઈ પોલીસે કોલ કરનારની શોધ શરૂ કરી છે. આ મામલાની તપાસ હજુ ચાલુ છે અને ધમકીના કોલની તપાસ કરવામાં આવી રહી છે. 1:32 PM IST

કંગના રણોતની વિરુદ્ધ એમપીની એમએલએ કોર્ટમાં સુનાવણી : અભિનેત્રી, ભાજપ સાંસદ કંગના રણોતની એક ટિપ્પણી ઉપર એમપી ની એમએલએ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે : ટીવી સિરિયલમાં રોલ અપાવીશ ! રાજકોટની શિક્ષિકા સાથે લાખોની છેતરપિંડી : ટીવી સિરિયલમાં રોલ અપાવવાની લાલચ આપી રાજકોટની પંચનાથ પ્લોટ વિસ્તારની શિક્ષિકા સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની મુંબઈના ચાર શખ્સો સામે રાજકોટમાં ફરિયાદ થઈ છે: ટ્રમ્પની નવી કેબિનેટમાં સામેલ કરાયેલા સંખ્યાબંધ લોકોને ફૂંકી મારવાની ધમકી : ટ્રમ્પની નવી કેબિનેટમાં સામેલ કરાયેલા સંખ્યાબંધ લોકોને ફૂંકી મારવાની ધમકી મળી હોવાનું ટ્રુમ્પની ટ્રાંઝીશન ટીમના સ્પોકસ પર્સન કેરોલિન લેવીટે જાહેર કર્યું છે, તમામને પૂરતી સુરક્ષા અપાયેલ છે. 11:05 AM IST

મુંબઈ સવારથી ભારે ધુમ્મસની ચાદરમાં લપેટાયું : દેશની આર્થિક રાજધાની મુંબઈ શહેર સવારથી ભારે ધુમ્મસની ચાદરમાં ઢંકાઈ ગયું હતું : ફેંગલ વાવાઝોડું વધુ ઉગ્ર બની શનિવારે ઉત્તર તામિલનાડુના દરિયા કાંઠે પહોંચશે : બંગાળની ખાડીમાં સર્જાયેલ ફેંગલ વાવાઝોડું એકાદ બે દિવસમાં વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. શનિવારે ઉત્તર તામિલનાડુના દરિયા કાંઠે પહોંચશે : ભાજપને લપડાક મારી હેમંત સોરેન ફરી મુખ્યમંત્રી બન્યા : હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યા છે. ભાજપને જબરી લપડાક મારી તેઓ ફરી સીએમ બન્યા છે.. : પોલીસ અફસરોના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ સામેલ થયા : ઓડિશામાં પોલીસ અધિકારીઓના એક કાર્યક્રમમાં આજે નરેન્દ્ર ભાઈ મોદી સામેલ થયા છે 11:05 AM IST

ગાંધીનગર ખાતે “હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ દળ - રાજ્ય કક્ષાના રમતોત્સવ-૨૦૨૪”નો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો : ગુજરાત સરકાર માટે હોમગાર્ડઝ એ વધારાની ફોર્સ નહિ, પરંતુ જનતા સાથે સૌથી નજીકથી કામ કરતી મહત્વપૂર્ણ ફોર્સ છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : શાંત અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે હોમગાર્ડઝ ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ તરીકે સરકારને વિશેષ સહાય કરી શકે છે : હોમગાર્ડઝ-નાગરિક સંરક્ષણ દળના ખેલાડીઓને પ્રોફેશનલ તાલીમ આપવા જિલ્લા અને રાજ્ય સ્તરે સ્પોર્ટ્સ સુવિધાઓ વિકસાવાશે : આગામી સમયમાં ગુજરાતના જવાનો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા બનીને ગુજરાતને ગૌરવ અપાવશે : જિલ્લા અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પસંદગી પામેલા ૨૬૦ ખેલાડીઓ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ભાગ લેશે3:27 PM IST

ટીવી શો, વેબ શો, સલમાન ખાનની ફિલ્‍મમાં કામ આપવાના નામે પંચનાથપ્‍લોટના શિક્ષીકા સાથે ૮ લાખની છેતરપીંડી : ‘ટીવી સિરીયલમાં કામ કરવાની તક, રસ ધરાવનારાએ ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે નોવા હોટેલમાં રૂબરૂ આવવું'...જાહેરાત વાંચીને ગયેલા શિક્ષીકા ફસાયા ૩૭ વર્ષિય શિક્ષીકાનું મુંબઇની સોનમ ઉર્ફ શગુફતાબાનુ અને માહી ઉર્ફે શાહીન અલીએ ઓડિશન લીધુ અને કહ્યું તમારુ કામ સારુ છેઃ બીજી વખત ફરી હોટેલમાં બોલાવી ત્‍યારે આ બંને સાથે અરમાન અશરફઅલી પણ હતોઃ નવી વેબ સિરીઝમાં કામ અપાવશે, કલર્સના ભુષણસર સાથે વાત કરાવશે તેમ કહી વધુ નાણા પડાવ્‍યાઃ ભુષણ નામના શખ્‍સે તમારુ સિલેકશન થઇ ગયુ છે ‘કયામત સે કયામત તક' શોમાં તમને કામ મળશે કહી અલગ અલગ કારણો આપી નાણા પડાવ્‍યાઃ એ-ડિવીઝન પોલીસે દાખલ કરી ફરિયાદ મુંબઇની ઠગ ટોળકીને શોધવા તપાસનો ધમધમાટ એક ગઠીયાએ તો કલર્સ ચેનલના અધિકારીના નામે પણ વાત કરીઃ શિક્ષીકાને વિશ્વાસ બેસે એ માટે એક વખત મુંબઇ બોલાવી ‘કેમ્‍પસ કી દુનિયા' નામના શોમાં શિક્ષીકાના રોલનું થોડુ ઘણુ શુટીંગ પણ કર્યુ! છેલ્લે બધાના ફોન બંધ થઇ ગયા!3:14 PM IST

સંજય પાદરીયાની વળતી ફરિયાદઃ ખોડલધામ મંદિર, પોલીસ વિશે જયંતિભાઇએ જેમતેમ બોલી ઉશ્‍કેરણી કરી મને માર માર્યો હતો : સરદારધામ સોૈરાષ્‍ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારાની હત્‍યાના પ્રયાસનો ગુનો દાખલ થયા બાદ તુરંત સસ્‍પેન્‍ડ કરી દેવાયેલા પીઆઇએ પોતાનો પક્ષ રજૂ કર્યો : પડોશીના નાતે મને લગ્નનું આમંત્રણ હોઇ હું શ્‍યામ પાર્ટી પ્‍લોટમાં જતાં જયંતિ સરધારા સામેથી મળવા આવેલા અને બોલાચાલી કરી કાઠલો પકડી પાટુ માર્યુ હતું: પાર્કિંગમાં વાતચીત કરવા મેં ઉભા રાખેલા ત્‍યારે ફરી ન બોલવાનું બોલી ઝપાઝપી કરતાં તેણે પહેરેલી રૂદ્રાક્ષની માળા લાગી જતાં તેની નશકોરી ફુટી હતીઃ મેં કોઇપણ પ્રકારની ગંભીર ઇજા પહોંચાડી નથી : પાદરીયાએ તાલુકા પોલીસમાં લેખિત ફરિયાદ આપી કહયું-મારી પાસે સર્વિસ રિવોલ્‍વર કે હથીયારવાળુ લાયસન્‍સ હતાં જ નહિ, સીસીટીવી ફૂટેજમાં સ્‍પષ્‍ટ દેખાય છે, મેં સીડી રજૂ કરી છે : જયંતિ સરધારા ઝનુની સ્‍વભાવવાળા માણસ અને તોફાની પ્રવળત્તિ વાળા છે, દાદાગીરીનો સ્‍વભાવ ધરાવે છે, પોલીસ ખાતાની તથા અમોની સામાજીક સંસ્‍થાની આબરૂને હાની પહોંચાડવાના ઇરાદાથી અને ભય ફેલાય તે કારણે ખોટી ફરિયાદ નોંધાવી છેઃ પાદરીયા :પાદરીયાએ કહ્યું-તેને ઇજા થઇ ત્‍યારે મેં પોતે દવાખાને લઇ જવા આગ્રહ કરેલો, પરંતુ તે સ્‍વસ્‍થ હતાં અને જાતે રવાના થઇ ગયેલાઃ કોઇપણ જાતની ગંભીર ઇજા પહોંચી નથી છતાં મારા વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ખોટો ગુનો દાખલ કરાવ્‍યો : મારી ચોૈદ વર્ષની નોકરીના સમયગાળામાં મારી ફરજ કે મારા વ્‍યવહાર બાબતે મારા વિરૂધ્‍ધ કદી પણ કોઇ કોઇ ફરીયાદ કયારેય થઇ નથીઃ સંજય પાદરીયા2:33 PM IST

આવતા વર્ષના પ્રારંભે સપ્‍ત સંગીતિ-૨૦૨૫ યોજાશે : કલારસીકોની આતુરતાના અંત સાથે રાજકોટની શાન સમો શાષાીય સંગીત સમારોહ :કલાધરોહરના સ્‍તંભ સમાન પંડિત અજોય ચક્રબર્તી, ઉસ્‍તાદ તૌફીક કુરેશી, પંડિત સાજન મિશ્રા, ઉસ્‍તાદ શાહીદ પરવેઝ, શશાંક સુબ્રમણ્‍યમ, ડો.અશ્વિની ભીડે, પંડિત તેજેન્‍દ્ર મજમુદાર સહિત ૫૫થી વધુ ખ્‍યાતનામ કલાકારોને રાજકોટના આંગણે માણવાનો અમૂલો અવસર : જ્જજ્જ સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થશે, જેમાં રાજકોટના કલાકારો ડો. દુલારી માંકડ, મનીષ વ્‍યાસ ને વર્ણા સેવક શામેલ છે : જ્જજ્જ આ તમામ કાર્યક્રમો દર વર્ષની માફક સંસ્‍થાની પરંપરા અનુસાર નિઃશુલ્‍ક રહેશે, તે માટે નીઓ રાજકોટ ફાઉન્‍ડેશનની વેબ સાઈટ www.saptasangeeti.org પર ૧ ડિસે. સાંજે ૫ થી રજીસ્‍ટ્રેશન શરુ થશે : અમદાવાદમાં યોજાતા સપ્તક સંગીત સમારોહના સ્‍થાપક અને સંચાલક તથા સપ્ત સંગીતિના માર્ગદર્શક સ્‍વ. વિદુષી મંજુબેન મહેતાનું તાજેતરમાં અવસાન થયેલ છે તેમને શ્રદ્ધાંસુમન અને અંજલી અર્પણ કરવામાં આવશે જ્જજ્જ જાન્‍યુઆરી ૦૨ થી ૦૮, ૨૦૨૫ દરમિયાન આયોજીત આ મહા કલાપર્વમાં હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત કલાકારો રાજકોટવાસીઓનું નવુ વર્ષ સંગીત અને કલાથી તરબતર કરી દેશે જ્જજ્જ આ વખતે ખુબ ઓછા સાંભળવા મળતા વાદ્યો ડિજેમ્‍બે, જલતરંગ, સેક્‍સોફોન અને આઈપેડ સાંભળવાનો અલભ્‍ય અવસર કલાસાધકોને મળશે 2:23 PM IST

રાજકોટમાં શિક્ષકા સાથે જેઠનું વારંવાર દૂષ્‍કર્મઃ કોઇને કહીશ તો ક્‍યાંયના રહેવા નહિ દઉ એવી ધમકી દીધી : પરણીને આવ્‍યાના થોડા જ દિવસ બાદ જેઠે સ્‍પર્શ કરી બળજબરીનો પ્રયાસ કર્યોઃ સાસુને વાત કરતાં કહ્યું-તારો જ વાંક છે! દિકરાના જન્‍મ પછી ઘર બદલી પતિ સાથે બીજે રહેવા જતાં ત્‍યાં જઇને જેઠે વારંવાર દેહ પીંખ્‍યોઃ શહેર મુક્‍યું તો બીજા શહેરમાં પણ જેઠ પહોંચી ગયોઃ છેલ્લે દિવાળી કરવા તેણી રાજકોટ આવી ત્‍યારે ફરી જેઠે બળજબરીનો પ્રયાસ કરતાં હિમ્‍મત કરી પોલીસ બોલાવી અને પતિને જાણ કરીઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો પતિ ખાસ કામધંધો કરતો ન હોઇ અને બાળક નાનુ હોઇ જેઠની ધમકીથી ગભરાઇને પરિણીતા મુંગે મોઢે સહન કરતી હતીઃ અનેક વખત વિરોધ છતાં જેઠ સમજતો નહોતો!12:06 PM IST

એકાઉન્‍ટન્‍ટ કૃપાલીબેન ટાસ્‍કના નામે છેતરાઇ ગયાઃ સાયબર ગઠીયાઓએ ૮.૮૦ લાખ પડાવ્‍યા : અજમેરા શાસ્ત્રી નગર બીજા સર્કલ પાસે આવેલી ઓફિસમાં નોકરી કરતી મુળ જામકંડોરણાના મેઘાવડના યુવતિ સાથે ફ્રોડ :રોશનીના નામે મેસેજ મોકલનારે પોતે કંપનીની મેનેરજ છે અને તમારી ફ્રીલાન્‍સ તરીકે પસંદગી થઇ છે, તમારે કોઇ ઇન્‍વેસ્‍ટ કરવાનું નથી હું કહું તેમ કરો કહી ગૂગલ રીવ્‍યુના ટાસ્‍ક મોકલ્‍યા જે પુરા કરતાં કૃપાલીબેનને ૩૦૦ રૂપિયા મળ્‍યાઃ બીજા ટાસ્‍કના ૨૦૦૦ ભર્યા તેની સામે ૨૮૦૦ મળ્‍યાઃ પછી ૯૦૦૦ ભરવાનું કહી આ રકમ પાછી જોઇતી હોય તો વધુ રકમ ભરો કહી રૂપિયા ઉસેડી લીધાઃ કૃપાલીબેને પોતાની પાસે નાણા ન હોઇ સાથે કામ કરતાં બે કર્મચારી મારફત રૂપિયા મોકલાવ્‍યાઃ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી3:35 PM IST