તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Thursday, 26th December 2024
ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવમાં ૧૯૩ કેસઃ ૧૨૯ વાહન ચાલકોનું બ્રીધ એનલાઇઝરથી ચેકીંગઃ એક પીધેલો મળ્યો
ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીની રાહબરીમાં તમામ પીઆઇ અને ટીમો દ્વારા કામગીરી

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ આગામી ૩૧મી ડિસેમ્બર અંતર્ગત છેલ્લા કેટલાક દિવસથી દરરોજ રાતે આઠથી દસ બે કલાક ખાસ ડ્રાઇવ યોજે છે. ગત રાતે ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ, સોરઠીયાવાડી સર્કલ, કોટેચા ચોક, કોસ્મો ચોકડી, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે, કિસાનપરા અને ઘંટેશ્વર ટી પોઇન્ટ ખાતે ડ્રાઇવ યોજી કુલ ૧૯૩ કેસ કરી ૮૧૫૦૦નો દંડ વસુલ કર્યો હતો. ૧૨૯ વાહન ચાલકોને બ્રીધ એનલાઇઝરથી ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં એક શખ્સ દારૂ પી વાહન હંકારતા પકડાઇ જતાં જે તે પોલીસ સ્ટેશનને સોંપાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાની સુચના અનુસાર ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી અને તેમની ટીમો આ ડ્રાઇવ યોજે છે.
(3:37 PM IST)










