તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th December 2024
પેટ્રોલથી રોડ પર ‘ર૧' લખી ભડકો કરી રીલ બનાવનાર જીત સામે પોલીસની કાર્યવાહી
માનવ જીંદગી જોખમાય તેવું કૃત્ય કર્યાનો ગુનો નોંધાયો

રાજકોટ, તા. ર૬: નવા દોઢસો ફુટ રીંગ રોડ અટલ સરોવર પાસે બુલેટ પર બેસી પેટ્રોલથી રોડ પર ‘ર૧' લખી ભડકો કરી રીલ બનાવનાર શખ્સને યુનિવર્સીટી પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ નવા દોઢસો ફુટ રોડ અટલ સરોવર પાસે પરમદિવસે રાત્રે એક શખ્સ બુલેટ પર બેસી રોડ પર પેટ્રોલથી ‘ર૧' લખી ભડકો કરતો સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થતા યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઇ. એસ.એન. પટેલની સુચનાથી હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે વિડીયોના આધારે તપાસ કરતા વિડીયોમાં દેખાતો શખ્સ જીત રવીભાઇ રાઠોડ (ઉ.વ.ર૧) (રહે. હનુમાન મઢી પાસે, શીવપરા શેરી નં. ૩) હોવાનું જાણવા મળતા પોલીસે જીત રાઠોડને પકડી લઇ બુલેટ રોડ પર રાખી તેનાપર બેસી પેટ્રોલથી રોડ પર ‘ર૧' લખી ભડકો કરી માનવ જીંદગી જોખમાય તેવું કૃત્ય કર્યાનો ગુનો દાખલ કરી બુલેટ કબજે કરી કાર્યવાહી કરી હતી. પોલીસની પુછપરછમાં તેનો જન્મ દિવસ હોઇ તેથી તેણે આ કૃત્ય કર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.
(3:38 PM IST)










