તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 26th December 2024
કબડ્ડી-કરાટેમાં નોબલ સ્કુલના છાત્રોએ હીર ઝળકાવ્યું
અન્ડર-૧૯માં સોંદરવા ધવલ અને અન્ડર-૧૪માં ચાવડા જયમલની કબડ્ડીના નેશનલ કેમ્પમાં પસંદગીઃ અન્ડર-૧૪ કરાટેમાં કોબીયા ઉતમ અને મુછાળા રાજવીરે ગોલ્ડ જીત્યો

રાજકોટઃ નોબલ-સ્કુલ કાળીપાટ માંથી કબડ્ડીમાં ૩ વિદ્યાર્થીઓ નેશનલ કેમ્પમાં, તેમાંથી ર વિદ્યાર્થીઓ નેશનલની ટીમ (અન્ડર-૧૪)માં સીલેકટ થયા હતાં. ગુજરાત સરકાર દ્વારા ૭૦ વર્ષથી યોજાય રહેલ સ્કુલ ગેમમાં સૌરાષ્ટ્ર માંથી પ્રથમ વખત એક જ સ્કુલના ર વિદ્યાર્થીઓ સિલેકટ થયાં હતાં. જે નોબલ સ્કુલ કાળીપાટના હોવાનું યાદીમાં જણાવાયું છે.
નોબલ સ્કુલ્સ(કાળીપાટ)ના વિદ્યાર્થીઓ એ ગુજરાત સરકાર દ્વારા આયોજીત સ્કુલ્સ ગેમ્સમાં નવો માઇલસ્ટોન રચ્યો હતો. કબડ્ડીમાં અન્ડર-૧૯ સોંદરવા ધવલ અને અન્ડર-૧૪માં ચાવડા જયમલ અને સાંબડ યોગેશ નેશનલ કેમ્પમાં સિલેકટ થયાં છે. જેમાંથી ચાવડા જયમલ અને સાંબડ યોગેશની નેશનલ ટીમમાં પસંદગી થયેલ હતી. આ વિદ્યાર્થીઓએ આણંદમાં પ્રિનેશનલ કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાંથી નેશનલ ટીમમાં પસંદગી પામીને અમરાવતી મહારાષ્ટ્ર ખાતે રમવા ગયા હતાં. આ વિદ્યાર્થીઓએ નાની ઉંમરમાં અન્ડર-૧૪ કબડ્ડી નેશનલ રમીને પોતાના ટેલેન્ટને ઉજાગર કર્યુ હતું.
ગયા વર્ષે એક વિદ્યાર્થી કબડ્ડીમાં નેશનલના કેમ્પમાં સિલેકટ થયો હતો. આ વર્ષે ત્રણ વિદ્યાર્થીઓ કેમ્પમાં અને ર વિદ્યાર્થી કબડ્ડીમાં નેશનલ કેમ્પમાં સિલેકટ થયાં હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત હાલમાં બરોડા ખાતે ઓલ ઇન્ડીયા વાડો-કાઇ કરાટે એસોશીએસન દ્વારા યોજાયેલી ઇન્ટરનેશનલ કોમ્પિટીશનમાં અન્ડર-૧૪ માં કોબીયા ઉતમ અને મુછાળા રાજવીર પ્રથમ રેન્ક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જેમાંથી કોબીયા ઉતમ ઓગષ્ટ-ર૦રપમાં જાપાન ખાતે યોજાઇ રહેલી વર્લ્ડ કરાટે કોમ્પિટીશનમાં ભાગ લેવા માટે જઇ રહયો છે.
નોબલ સ્કુલમાં ઉતમ અભ્યાસ સાથે સાથે સ્પોર્ટસમાં પણ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવામાં આવે છે. કબડ્ડી, બેડમીન્ટન, વોલીબોલ, સ્કેટીંગ, કરાટે અને ક્રિકેટને પ્રથમ કક્ષાના ગ્રાઉન્ડ અને દરેક રમતમાં કોચ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવે છે.
તસ્વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એભલભાઇ ગેરૈયા, વનરાજભાઇ ગેરૈયા તેમજ વિદ્યાર્થીઓ સાંબડ યોગેશ, ચાવડા જયમીન, કોબીયા ઉતમ અને મુછાળા રાજવીર નજરે પડે છે.
(3:40 PM IST)










