<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

સિટી બસોના ડ્રાઇવર-કંડકટરને શિસ્‍તના પાઠ ભણાવોઃ રજૂઆત

બસની સ્‍પીડ લિમિટ બાંધવા, ફિટનેસ સર્ટીફિકેટ તથા વળતર આપવા સહિતના વિવિધ પ્રશ્નો યોગ્‍ય કરવા કોંગ્રેસની માંગ

રાજકોટ, તા. ર૬: શહેરમાં સીટી બસ સંચાલન કરતી એજન્‍સીની બેદરકારી અને લાપરવાહીને પગલે શહેરીજનો પર અકસ્‍માતનું જોખમ વધ્‍યું હોય ત્‍યારે શહેરમાં ચાલતી સીટી બસનો કથળી ગયેલા વહીવટ ને સુધારવા શહેર કોંગ્રેસ દ્વારા મ્‍યુનિ. કમિશ્‍નરને પત્ર પાઠવી ન્‍યાયીક પ્રશ્‍નો યોગ્‍ય કરવા માંગ કરવામાં આવી છે. આ અંગે કોંગ્રેસે પાઠવેલ પ્રશ્‍નમાં જણાવ્‍યુ હતું કે, શહેરમાં ચાલતી ૨૦૦ સિટી બસની સ્‍પીડ લિમિટ બાંધવાની આવશ્‍યકતા છે. ડ્રાઇવર અને કંડકટર ના વર્તનમાં ગેરવર્તન અને નજીવી બાબતે મુસાફરો પર રોફ જમાવે છે શિસ્‍ત ના પાઠ ભણાવવાની જરૂર છે. ત્રિકોણબાગ પાસે બસોના ખડકલા જોવા મળે છે ત્‍યારે ફક્‍ત પાકિર્ંગ થયેલી બસો શાષાી મેદાન ખાતે કલેકટર ની મંજૂરી લઈ પાર્ક કરી શકાય. ડ્રાઇવર અને કંડકટરની દર છ માસિક ફિટનેસ સર્ટીફીકેટ ફરજિયાત કરવાની જરૂરિયાત છે. દર વર્ષે ડ્રાઇવર કંડકટર ગુનાહિત પ્રવળત્તિમાં સંકળાયેલ નથી તે અંગે પોલીસ રિપોર્ટ આવશ્‍યક અને જરૂરી બનાવો. અનેક સ્‍ટોપ પર મુસાફરો હાથ ઊંચો કરે છતાં બસ ઊભી રહેતી નથી તે પ્રકારની ફરિયાદો છે. સિનિયર સિટીઝન અને મહિલાઓ સાથે ગેરવર્તન કરનારને શોકોઝ નોટિસ આપી યોગ્‍ય ખુલાસો કરવો.     ડ્રાઇવર કે કંડક્‍ટર માં વય મર્યાદા નક્કી થવી જોઈએ. સીટી બસની બેદરકારીને કારણે અકસ્‍માત નો ભોગ બનનાર વ્‍યક્‍તિએ એજન્‍સી દ્વારા વળતર ચૂકવવામાં આવે. સીટી બસના તમામ આધુનિક બસ સ્‍ટેન્‍ડો બનાવેલા છે તે બસ સ્‍ટેન્‍ડ ઉપર નિયમિત સાફ સફાઈ કરવી જરૂરી. સીટી બસના બસસ્‍ટેન્‍ડો ઉપર પડયા પાથર્યા રહેતા અસામાજિક  અને લુખ્‍ખા તત્‍વો સામે સમયાંતરે પોલીસની સાથે રાખી ડ્રાઇવ યોજવી. કંડક્‍ટરો ટીકીટો આપતા નથી અને રૂપિયા લઈ લે છે તે પ્રકારની ફરિયાદો હોય તે અંગે પગલાં ભરવા. સીટી બસ ના સ્‍ટાફને માનવતા, સાદગી, સારા સંસ્‍કાર, સેવા, યોગ, સારા પુસ્‍તકોનું વાંચન અને તેમની તાલીમ શિબિર ફરજિયાત કરો. દરેક બસમાં સીસીટીવી કેમેરા ફરજિયાત બનાવો, બસની અંદર ફર્સ્‍ટ એડ અને જરૂરિયાત મુજબની મેડિસિન રખાવો. બસ સ્‍ટોપ છે તે જગ્‍યાએ બસ સ્‍ટોપ અંગેનું બોર્ડ કે બસ સ્‍ટેન્‍ડ અને સમય પત્રક ફરજિયાત મુકાવો. રેલનગરના સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, લોકમાન્‍ય તિલક, ઝાંસીની રાણી આવાસ યોજનામાં જે બસ આવતી તે એકાદ બંધ કરી દેવાય છે આ બસને પુનઃ શરૂ કરવામાં આવે તેવી આવાસ ધારકોની માંગ છે. સીટી બસ સ્‍ટેન્‍ડોની અંદર અને બહાર લગાડેલ ટાઈમ ટેબલ ઉપર જાહેરાતોના ચોપાનિયા મારનારા સામે દંડનીય કાર્યવાહી થવી જોઈએ. તથા સિટી બસોનું સંચાલન કરતી વર્તમાન એજન્‍સીઓને કરાયેલ દંડનીય રકમ કેટલી અને કયારે કરવામાં આવી અને નોટિસ આપવામાં આવી હોય તો તેની તમામ વિગતો આપવા જણાવાયું છે.

(3:41 PM IST)