<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પૂર્વ વિસ્‍તારના મામલતદારની હેટ્રીકઃ દૂધસાગર રોડ ઉપર લોન બાકી પ્રશ્ને ફલેટનો કબજો લેવાયો

સર્કલ ઓફીસર સત્‍યમ શેરસીયા તથા સ્‍ટાફ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ર૬ :.. શહેરના પૂર્વ વિસ્‍તારના મામલતદાર શ્રી ચાવડા અને તેમના સર્કલ ઓફીસર શ્રી સત્‍યમ શેરસીયાએ   હેટ્રીક ફટકારી છે, કલેકટરની સુચના બાદ આજે દૂધસાગર રોડ ઉપર બેન્‍ક સિકયુરાઇટેઝન એકટ હેઠળ ૧ લાખ પ૮ હજારની બાકી પ્રશ્ને ફલેટનો કબજો લઇ જે તે નાણાકીય કંપનીને કબજો સોંપી કલેકટરને રીપોર્ટ કરી દિધા હતો.

આ કબજા અંગે તા. પ-૧ર-ર૦ર૪ ના નાયબ મામલતદાર શ્રી ડી. આર. પુરોહીતે નોટીસ તૈયાર કરી બજાવી હતી, આમ છતાં પાર્ટીએ પિરામલ કેપિટલ એન્‍ડ હાઉસીંગ ફાયનાન્‍સની લોનની રકમ નહી ભરતા દૂધસાગર રોડ ઉપર વોર્ડ નં. ૧ર માં આવેલ રબ્‍બાની કોમ્‍પલેક્ષમાં ત્રીજા માળે ફલેટ નં. ર૧૮, કે. જે. મુસ્‍તાક મહંમદભાઇ હેમનાણીના નામનો હતો, તે ફલેટનો કબજો લઇ પિરામલ કેપિટલ એન્‍ડ હાઉસીંગ ફાયનાન્‍સ કંપનીને સોંપી દિધો હતો.

(3:42 PM IST)