<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

પારડીમાં ભાવેશભાઇ પર હુમલોઃ અમિત સહિતે પગમાં ગેસનો બાટલો ફટકાર્યો

પાનની દૂકાનવાળાએ તને બાટલો આપવાનો નથી થતો કહી ઘા કરી લીધાનું કથનઃ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ

રાજકોટ તા. ૨૮: કોટડા સાંગાણીના પારડી ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ભાવેશભાઇ કરૂણાશંકર વ્‍યાસ (ઉ.વ.૪૦)ને સાંજે સાતેક વાગ્‍યે પારડી ગામના પૂલ પાસે આવેલી રસિકભાઇ પટેલની પાનની દૂકાને હતો ત્‍યારે ત્‍યારે રસિકભાઇ, તેના પુત્ર રોનક અને રસિકભાઇના ભાઇ અમિતભાઇ પટેલે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ડાબા પગે ગેસનો બાટલો ફટકારી લોહીલુહાણ કરી મુકતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ છે.

ભાવેશભાઇએ કહ્યું હતું કે પાનના ધંધાની સાથે સાથે રસિકભાઇ ગેસના બાટલા પણ આપતાં હોઇ પોતાને ઘરનો બાટલો ખાલી થઇ ગયો હોઇ તે લેવા જતાં પહેલા તેણે બાટલો આપવાની હા પાડી હતી. બાદમાં હવે તને બાટલો આપવાનો નથી થતો તેમ કહેતાં બોલાચાલી થતાં ત્રણેયએ હુમલો કરી પગમાં બાટલો ફટકારી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી.

(11:05 AM IST)